જયકુમાર ર. શુક્લ
સંત દેવચંદ્રજી
સંત દેવચંદ્રજી (જ. ઈ. સ. 1582, ઉમરકોટ, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 1655) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક. યુવાન વયે તેઓ આત્મજ્ઞાનની ખોજમાં સિંધ છોડીને કચ્છમાં આવ્યા. કચ્છમાં આશરે દસ વર્ષ સુધી નિવાસ કર્યા બાદ ત્યાંથી તેઓ જામનગર આવ્યા. જામનગરમાં કાનજી ભટ્ટ નામના પંડિત પાસેથી ભાગવતનું જ્ઞાન મેળવ્યું તથા નિજાનંદ…
વધુ વાંચો >સંત પ્રાણનાથજી
સંત પ્રાણનાથજી (જ. 1618, જામનગર; અ. 1695, પન્ના, બુંદેલખંડ) : પ્રણામી અથવા નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સંત દેવચંદ્રજીના પટ્ટ શિષ્ય. પિતા કેશવ ઠક્કર, માતા ધનબાઈ, જ્ઞાતિ લોહાણા. તેમનું બાળપણનું નામ મહેરાજ હતું. ઈ. સ. 1631માં દીક્ષા લઈ ‘પ્રાણનાથ’ નામ ધારણ કર્યું. તેઓ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા. ઉત્તર ભારતમાં આ સંપ્રદાયનો…
વધુ વાંચો >સંતરામપુર
સંતરામપુર : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 23° 12´ ઉ. અ. અને 73° 54´ પૂ. રે.. તે પંચમહાલના ઉચ્ચપ્રદેશની નીચી ટેકરીઓ વચ્ચે સમુદ્રસપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ ચિબોત નદીતટે આવેલું છે. આ તાલુકાની ઉત્તરે રાજસ્થાનની સીમા, પૂર્વ અને અગ્નિ તરફ ઝાલોદ…
વધુ વાંચો >સંપૂર્ણાનંદ
સંપૂર્ણાનંદ (જ. 1 જાન્યુઆરી 1889, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1969, વારાણસી) : સ્વાતંત્ર્યસૈનિક, ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી, રાજસ્થાનના ગવર્નર, પત્રકાર અને લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાજી સામાન્ય સરકારી નોકરી કરતા હોવાથી આર્થિક અગવડોમાં જીવતા હતા. તેમના પિતાની સૂચનાથી તેમણે ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કર્યું…
વધુ વાંચો >સંભાજી (શંભુજી)
સંભાજી (શંભુજી) (જ. 1657, મહારાષ્ટ્ર; અ. 11 માર્ચ 1689, કોરેગાંવ) : છત્રપતિ શિવાજીનો જ્યેષ્ઠ પુત્ર. શિવાજી સાથે ઔરંગઝેબના દરબારમાં તે આગ્રા ગયો હતો અને શિવાજી તેને લઈને નાસી આવ્યો હતો. ત્યારબાદ થયેલ સંધિ મુજબ ઔરંગાબાદમાં દખ્ખણની મુઘલ છાવણીમાં તેને મોકલવામાં આવ્યો હતો. મુઘલ સરકારમાં ઉત્કર્ષની લાલચનો ભોગ બની મુઘલ સેનાપતિ…
વધુ વાંચો >સંસ્થાનવાદ
સંસ્થાનવાદ : બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી, તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા. યુરોપના દેશોના સાહસિક નાવિકોએ જ્યાં જ્યાં ભૂમિપ્રવેશ મેળવ્યો, ત્યાં ત્યાં પોતાની વસાહતો ઊભી કરી અને સંસ્થાનો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિએ તેમને અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણાખરા પ્રદેશો…
વધુ વાંચો >સાચર ભીમસેન
સાચર, ભીમસેન (જ. 1 ડિસેમ્બર 1893, પેશાવર, વાયવ્ય સરહદ પ્રાંત, હાલ પાકિસ્તાન; અ. 1978) : સ્વાતંત્ર્યસેનાની, પંજાબના મુખ્યમંત્રી, ઓરિસા અને આંધ્રપ્રદેશના ગવર્નર તથા શ્રીલંકામાં ભારતના હાઈકમિશનર. તેમના પિતાજીનું નામ રાય સાહેબ નાનકચંદ સાચર અને માતાનું નામ માયાદેવી હતું. તેઓ પ્રતિષ્ઠિત હિંદુ પરિવારના સભ્ય હતા. તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ પેશાવર, ક્વેટા તથા…
વધુ વાંચો >સાણાની ગુફાઓ
સાણાની ગુફાઓ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે આવેલી સાણાની ટેકરીઓમાંની ગુફાઓ. ત્યાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી આશરે 62 શૈલ-ઉત્કીર્ણ ગુફાઓનો વિશાળ સમૂહ આવેલો છે. સાણાની ગુફાઓ કયા સંપ્રદાય માટે હતી તે હાલ માત્ર અટકળનો વિષય છે. તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ…
વધુ વાંચો >સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત)
સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત) (જ. 1867, કોલાગાંવ, રત્નાગિરિ જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 31 જુલાઈ 1968, પારડી, જિ. વલસાડ, ગુજરાત) : સંસ્કૃતના વિદ્વાન અને વેદોના અભ્યાસના ઉત્સાહી હિમાયતી. પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર શ્રીપાદ સાતવળેકરનો જન્મ મધ્યમ વર્ગના કરાડે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા દામોદર અનંતભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હતા. શ્રીપાદે મુંબઈની જે.…
વધુ વાંચો >સાતવાહન વંશ
સાતવાહન વંશ : પ્રાચીન સમયમાં ઈ. પૂ. 235થી ઈ. સ. 225 સુધી આંધ્રપ્રદેશમાં શાસન કરતા રાજાઓનો વંશ. ‘કથાસરિત્સાગર’, જિનપ્રભસૂરિ રચિત ‘પ્રતિષ્ઠાનપુરકલ્પ’ વગેરેમાં સાતવાહનોની ઉત્પત્તિની કથાઓ આપેલી છે. વૈદિક સાહિત્ય અને પુરાણોમાં આંધ્ર તરીકે તેમના ઉલ્લેખો મળે છે, જ્યારે શિલાલેખોમાં તેમનો ઉલ્લેખ ‘સાતવાહનો’ તરીકે થયો છે. તેઓ આંધ્રના સાતવાહનો કહેવાતા અને…
વધુ વાંચો >