જયકુમાર ર. શુક્લ
મદ્રાસ નેટિવ એસોસિયેશન
મદ્રાસ નેટિવ એસોસિયેશન : દક્ષિણ ભારતની સૌપ્રથમ રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન સ્થાપવાની પ્રેરણા મદ્રાસ(ચેન્નાઈ)ના નેતાઓને બંગાળના નેતાઓ પાસેથી મળી હતી. કોલકાતામાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશન સ્થાપવામાં આવ્યું ત્યારે ચેન્નાઇના નેતાઓએ બંગાળના નેતાઓને સહકાર આપવાની તેમની ઇચ્છા જણાવી હતી. ગજાલુ લક્ષ્મણરસુ ચેટ્ટી અને વિજયરાઘવાચારિયારે 26 ફેબ્રુઆરી 1852ના રોજ મદ્રાસ (ચેન્નાઈ) મુકામે…
વધુ વાંચો >મદ્રાસ મહાજન સભા
મદ્રાસ મહાજન સભા : મદ્રાસ ઇલાકાની રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન બંધ થઈ ગયા બાદ, લોકોનાં હિતોનું રક્ષણ કરવા માટે એક રાજકીય સંસ્થાની જરૂર હતી. અંગ્રેજોની અમલદારશાહી અને રાજકીય જુલમથી લોકો ઘણા દુ:ખી થયા હતા. તેથી રાજકીય સંસ્થા સ્થાપવાની આવશ્યકતા લોકોને સમજાઈ હતી. તેથી 17 ઑક્ટોબર 1884ના રોજ જી. સુબ્રમણ્ય…
વધુ વાંચો >મધુબની
મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…
વધુ વાંચો >મધ્યયુગ (ઇતિહાસ)
મધ્યયુગ (ઇતિહાસ) ઇતિહાસમાં નિર્બળ રાજાશાહી અને પ્રબળ સામંતશાહીનો સમય. પ્રાચીન યુગમાંથી મધ્યયુગ પ્રતિનું પ્રયાણ પ્રત્યેક દેશમાં એક જ સમયે અને એકીસાથે થયેલું નથી. દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે તે જુદા જુદા સમયે થયું છે. રાજાશાહી નિર્બળ બની અને સામંતશાહી પ્રબળ બની ત્યારથી મધ્યયુગનો આરંભ થયો ગણાય. યુરોપ તથા મોટાભાગના પાશ્ચાત્ય દેશોમાં તેનો…
વધુ વાંચો >મનરો સિદ્ધાંત
મનરો સિદ્ધાંત : યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશનીતિને લગતી પ્રમુખ જેમ્સ મનરોની જાહેરાત. તેમણે 2 ડિસેમ્બર 1823ના રોજ અમેરિકાની કૉંગ્રેસને સંદેશો મોકલ્યો. તેમાં અમેરિકન વિદેશનીતિના સિદ્ધાંતોનો સમાવેશ કર્યો. તેમાં તેમણે યુરોપના દેશોની દરમિયાનગીરી, જુલમ અને અંકુશો વિરુદ્ધ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં બધાં સ્વતંત્ર રાષ્ટ્રોને સલામતીની ખાતરી આપી. તેમણે જાહેર કર્યું કે હવે…
વધુ વાંચો >મરુસ્થલી
મરુસ્થલી : પ્રાચીન સમયમાં આ નામથી ઓળખાતો મારવાડનો પ્રદેશ. જુદા જુદા સ્થળે તેને માટે ‘મરુ’, ‘મરુમંડલ’, ‘મરુદેશ’ જેવા શબ્દોનો ઉપયોગ પણ થયો છે. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢના શૈલલેખમાં તેના રાજ્યવિસ્તારમાં મરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મરુમંડલ(મારવાડ)ના પલ્લી ગામનો વણિક કાકૂ વલભીમાં આવ્યાનો ઉલ્લેખ ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે.…
વધુ વાંચો >મલિક અહમદ
મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર…
વધુ વાંચો >મલિક કાલુ
મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…
વધુ વાંચો >મલેક ગોપી
મલેક ગોપી (જ. ? ; અ. 1515) : ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડા (1459–1511) તથા મુઝફ્ફરશાહ બીજા(1511–1526)ના શાસનકાળ દરમિયાન વજીર અને સૂરતનો પ્રતિષ્ઠિત વેપારી. ગોપી મૂળે વડનગરનો નાગર બ્રાહ્મણ હતો અને વેપારાર્થે પંદરમી સદીની અંતિમ પચીશી દરમિયાન સૂરત જઈને વસ્યો હતો. મહમૂદ બેગડાના શાસનનાં અંતિમ વર્ષો દરમિયાન ગોપી ત્યાંનો આગળપડતો અને…
વધુ વાંચો >મલેક તગી
મલેક તગી (જ. ?; અ. 1351) : દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલુક વિરુદ્ધ ઈ. સ. 1347માં ગુજરાતમાં બળવો કરનાર અમીર. ઝિયાઉદ્દીન બરનીના જણાવ્યા મુજબ શરૂઆતના જીવનમાં તે એક ગુલામ હતો. ત્યારબાદ સુલતાનનો શહનએ બારગાહ એટલે કે દરબારનો પ્રબંધ કરનાર અમીર બન્યો હતો. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતો થયો હતો.…
વધુ વાંચો >