જયકુમાર ર. શુક્લ

ભક્તવત્સલમ્, એમ.

ભક્તવત્સલમ્, એમ. (જ. 9 ઑક્ટોબર 1897, નાઝરેથ, જિ. ચિંગલપુર, તામિલનાડુ; અ. 13 ફેબ્રુઆરી 1987, ચેન્નાઈ, તમિળનાડુ) : સ્વાતંત્ર્યસૈનિક, કોંગ્રેસના નેતા અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી. તેમના પિતાનું અવસાન થવાથી કાકા મુથુરંગ મુદલિયારે તેમને ઉછેર્યા. તેઓ સ્વાતંત્ર્યસૈનિક અને કૉંગ્રેસના આગેવાન હોવાથી પોતાના ભત્રીજાને દેશભક્ત બનાવ્યો. ભક્તવત્સલમ્ ચેન્નાઈની ક્રિશ્ચિયન મિશન સ્કૂલ અને પી.…

વધુ વાંચો >

ભક્ના, સોહનસિંહ

ભક્ના, સોહનસિંહ (જ. જાન્યુઆરી 1870, ખુત્રાખુર્દ, જિ. અમૃતસર; અ. 20 ડિસેમ્બર 1968) : ભારતીય ક્રાંતિકારી, અમેરિકામાં ગદર પક્ષના પ્રથમ પ્રમુખ. વતન ભક્ના ગામ પરથી ‘ભક્ના’ અટક રાખી. કુટુંબની સ્થિતિ સારી હતી. તેમની એક વર્ષની ઉંમરે પિતા કરમસિંહનું અવસાન થયું. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ઉર્દૂ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું…

વધુ વાંચો >

ભગતસિંહ

ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ…

વધુ વાંચો >

ભગવતીચરણ

ભગવતીચરણ (જ. 1907, લાહોર; અ. 28 મે 1930, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. પિતા શિવચરણ વહોરા ગુજરાતના નાગર બ્રાહ્મણ; લાહોરમાં રેલવે અધિકારી અને ‘રાયસાહેબ’નો ખિતાબ ધરાવતા હતા. ભગવતીચરણ લાહોરની નૅશનલ કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે ભગતસિંહ, યશપાલ, સુખદેવ વગેરે તેમના સહાધ્યાયીઓ અને નિકટના સાથીઓ હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમના રસના વિષયો…

વધુ વાંચો >

ભટ્ટ, ગોકુળભાઈ

ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ…

વધુ વાંચો >

ભટ્ટીય

ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

ભરત

ભરત : ઋગ્વેદના સમયની આર્યોની એક જાતિ, ટોળી કે સમૂહ. ભરત ટોળીના ત્રિત્સુ પરિવારમાં સુદાસ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેનો રાજ્યવિસ્તાર પાછળથી બ્રહ્માવર્ત તરીકે જાણીતો થયો. ભરતોના કુશિક પરિવારના અગ્રણી વિશ્વામિત્ર સુદાસના ધર્માચાર્ય કે પુરોહિત હતા. તેમણે રાજા સુદાસને વિપાશ (બિયાસ) અને સુતુદ્રી પાસે (સતલજ) નદીઓ પાસે વિજયો અપાવ્યા…

વધુ વાંચો >

ભરત

ભરત : રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર. સોમ વંશમાં જન્મેલ આર્યોની પુરુ ટોળીનો રાજકુમાર. કાલિદાસે સંસ્કૃતમાં ‘અભિજ્ઞાન શાકુંતલ’ નામે નાટક લખીને તેને અમર બનાવ્યો છે. દુષ્યંત અયોધ્યાના રાજા સગરનો વંશજ હતો. ભરત દમન કે સર્વદમન તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઉત્તર ભારતમાં ગંગા નદીથી સરસ્વતી નદી સુધીના પ્રદેશો જીતી લીધા.…

વધુ વાંચો >

ભાઈ પરમાનંદ

ભાઈ પરમાનંદ (જ. 1874, કાર્યાલા, જિ. જેલમ, પંજાબ; અ. 18 ડિસેમ્બર 1947, જાલંધર) : હિંદુ મહાસભાના નામાંકિત નેતા, સમાજસુધારક અને પત્રકાર. તેમણે બ્રિટિશ ઇન્ડિયન કૅવેલરી રેજિમેન્ટમાં સૈનિક તરીકે નોકરી કરી હતી. ભાઈ પરમાનંદ ચકવાલમાં અભ્યાસ કરી, મૅટ્રિક પાસ થયા બાદ લાહોરમાં દયાનંદ ઍંગ્લોવેદિક કૉલેજમાં જોડાયા. ત્યાંથી બી.એ. પાસ કરીને કોલકાતાની…

વધુ વાંચો >

ભાગલપુર

ભાગલપુર : બિહાર રાજ્યના ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 87° 00´ પૂ. રે. આજુબાજુનાં 2,568.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માધેપુરા, પૂર્ણિયા અને કતિહાર જિલ્લા, પૂર્વમાં સાહિબગંજ અને ગોડ્ડા જિલ્લા, દક્ષિણમાં ગોડ્ડા અને…

વધુ વાંચો >