જયકુમાર ર. શુક્લ

ટોગો (ટોગોલૅન્ડ)

ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…

વધુ વાંચો >

ટૉડ, જેમ્સ

ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે…

વધુ વાંચો >

ટ્યૂનિસિયા

ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >

ટ્રિનિડાડ અને ટોબેગો

ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o  00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…

વધુ વાંચો >

ટોબેગો

ટોબેગો : 1814માં  બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…

વધુ વાંચો >

ડફ, જેમ્સ ગ્રાન્ટ

ડફ, જેમ્સ ગ્રાન્ટ (જ. 8 જુલાઈ 1789, બૅમ્ફ, સ્કૉટલૅન્ડ; અ. 23 સપ્ટેમ્બર 1858) : અંગ્રેજ અમલદાર અને ઇતિહાસકાર. ઈ. સ. 1806માં તે બૉમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીમાં લશ્કરમાં જોડાવા અધિકારી તરીકે મુંબઈ આવ્યા. તેમણે મરાઠા વિગ્રહ વખતે એક બહાદુર લડવૈયા તરીકે પોતાની શક્તિઓ બતાવી આપવાથી પુણેના અંગ્રેજ રેસિડેન્ટ માઉન્ટ સ્ટુઅર્ટ ઍલ્ફિન્સ્ટનનું તેમના…

વધુ વાંચો >

ડાઉસન, જૉન

ડાઉસન, જૉન (જ. 1820, અક્સબ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑગસ્ટ 1881) : પ્રાચ્યવિદ્યાવિશારદ અને ઇતિહાસકાર. તેમના કાકા એડવિન નૉરિસ પાસેથી પૂર્વના દેશોની ભાષાઓ શીખ્યા. તેમણે થોડાં વરસ કાકાને રૉયલ એશિયાટિક સોસાયટીમાં મદદ કરી. ત્યારબાદ ડાઉસન હેઇલિબરીમાં ટ્યૂટર તરીકે રહ્યા અને છેલ્લે 1855માં યુનિવર્સિટી કૉલેજ, લંડન તથા સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટમાં હિંદુસ્તાની ભાષાના…

વધુ વાંચો >

ડાયોનિસસ

ડાયોનિસસ (ઈ. સ. પૂ. 430થી 367) : સિરાક્યૂઝનો સરમુખત્યાર. કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કર્યા બાદ તે સૈનિક બન્યો. ઈ. સ. પૂ. 405માં તેના વતનના નગર સિરાક્યૂઝનો તે આપખુદ શાસક બન્યો. ત્યારબાદ આઠ વર્ષ સુધી તેણે સત્તાવિસ્તાર માટે નૅક્સોસ, કૅટેના અને લિયોન્ટોની નગરોના ગ્રીસવાસીઓને હાંકી કાઢીને તેમને ગુલામ બનાવ્યા. કાર્થેજવાસીઓ સાથેના…

વધુ વાંચો >

ડિઝરાયલી, બેન્જામિન

ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને  ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.…

વધુ વાંચો >

ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ

ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ (1945) : જવાહરલાલ નહેરુએ પોતાની સાંસ્કૃતિક ખોજના સંદર્ભમાં લખેલો પ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ. 1944ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિના દરમિયાન તેમણે અહમદનગરના કિલ્લાની જેલમાં આ પુસ્તક લખ્યું હતું. અગાઉ તેમણે પુત્રી ઇન્દિરાને લખેલ પત્રો રૂપે ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘આત્મકથા’ આપ્યાં હતાં. આ ગ્રંથમાં શરૂઆતનાં બે…

વધુ વાંચો >