જગદીશ શાહ

મૅરી કૉમ

મૅરી કૉમ (જ. 24 નવમ્બેર 1982, કગાથઈ-Kagathei) : ભારતની એક માત્ર મહિલા મુક્કાબાજ. પિતાનું નામ મંગટે ટોનપા (Mangte Tonpa). માતાનું નામ મંગટે અખામ કૉમ (Mangte Akham Kom). 25 એપ્રિલ, 2016ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાજ્યસભાના નિયુક્ત થયેલ સભ્ય. જે 2012ના ઉનાળુ ઑલિમ્પિક માટે લાયક બની હતી. પોતાની 20…

વધુ વાંચો >

રવિચંદ્રન, અશ્વિન

રવિચંદ્રન, અશ્વિન (જ. 17 સપ્ટેમ્બર 1986, ચેન્નાઈ) : જમણેરી ઑફ સ્પીન બૉલર અને નીચલા ક્રમના ઉપયોગી બૅટ્સમૅન. રવિચંદ્રન અશ્વિન વિશ્વના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરમાં સ્થાન ધરાવે છે. માત્ર નવ વર્ષની વયે અશ્વિને શરૂઆતમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ સફળતા ન મળતાં તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઑફ બ્રેક બૉલર…

વધુ વાંચો >

શર્મા, રોહિત

શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની. પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા. રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં…

વધુ વાંચો >

શ્રીજેશ પી. આર.

શ્રીજેશ પી. આર. (જ. 8 મે 1988, ફિઝાક્કમલમ્ જિ. અર્નાકુલમ, કેરળ) : ભારતીય હૉકીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ગોલકીપર. શ્રી શ્રીજેશ ભારતના પ્રમુખ ગોલકીપર તરીકે જાણીતા છે. ચાર વખત ઑલિમ્પિક (2012, 2016, 2020, અને 2024), ચાર વખત વિશ્વકપ, ત્રણ વખત રાષ્ટ્રીય ખેલ અને ત્રણ વખત એશિયાઈ ખેલમાં ભારત તરફથી હૉકીમાં ગોલકીપર…

વધુ વાંચો >

સત્યપાલસિંહ (ડૉ.)

સત્યપાલસિંહ (ડૉ.) (જ. 1 જાન્યુઆરી 1978, મછરી, જિ. ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ) : પૅરા-ઍથ્લેટિક્સના અગ્રણી કોચ. સૌથી યુવા વયે દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર ડૉ. સત્યપાલસિંહે અનેક મુશ્કેલીઓનો સામનો કરી ઍથ્લેટિકક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે. 1993થી 2003 સુધીની તેમની દસ વર્ષની ખેલાડી તરીકેની કારકિર્દીમાં તેમણે યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ…

વધુ વાંચો >

સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ

સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ (જ. 5 ફેબ્રુઆરી 1990, મેરઠ (ઉત્તરપ્રદેશ): સબઇન્સ્પેક્ટર પિતા કિરણપાલ સિંગ અને માતા ઇન્દ્રેશ સિંગનાપુત્ર ભુવનેશ્વરકુમાર ક્રિકેટના ત્રણેય ક્ષેત્ર ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જમણેરી ફાસ્ટ મિડિયમ બૉલર ભુવનેશ્વર ભારતનો માત્ર પ્રથમ એવો ખેલાડી છે જેણે ક્રિકેટના આ ત્રણેય ક્ષેત્રમાં દાવમાં પાંચ કે…

વધુ વાંચો >

સિંધુ, પી. વી.

સિંધુ, પી. વી. (જ. 5 જુલાઈ 1995, હૈદરાબાદ) : બૅડમિન્ટનના જાણીતા ખેલાડી. પિતાનું નામ પી. વી. રામન્ના અને માતાનું નામ પી. વિજયા. વૉલીબૉલ ખેલાડી માતા-પિતાની સંતાન સિંધુનું બાળપણ હૈદરાબાદમાં જ પસાર થયું. સિંધુના પિતા 1986થી એશિયન ગેઇમ્સમાં ભારતીય વૉલીબૉલ ટીમના સભ્ય હતા. તેમની ટીમે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. ખેલકૂદમાં…

વધુ વાંચો >

સૈયદ, અબિદઅલી

સૈયદ, અબિદઅલી (જ. 9 સપ્ટેમ્બર 1941, હૈદરાબાદ; અ. 12 માર્ચ 2025, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતના એક સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર. ભારતના એ સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર અબિદઅલી ભારત તરફથી ટેસ્ટ પ્રવેશે જ ઑસ્ટ્રેલિયા સામે એડિલેઇડમાં 55 રનમાં 6 વિકેટ લઈ પોતાની 29 ટેસ્ટની કારકિર્દીમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. સાથે સાથે ટેસ્ટના બંને…

વધુ વાંચો >

હસન, રઘુ (ડૉ.)

હસન, રઘુ (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1954) : સ્વદેશીના પ્રચારક. વર્ષ 2025માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત 71 વર્ષીય ડૉ. હસન રઘુ કર્ણાટકના રામનગરમાં ચાલતા સ્વદેશી લોકયુદ્ધ કલા કેન્દ્રના સ્થાપક અને નિર્દેશક છે. માત્ર 17 વર્ષની વયે 1971માં ભારત–પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તોપખાના ડિવિઝનમાં યશસ્વી કામગીરી બદલ તેમને સંગ્રામ પદકથી સન્માનિત કરવામાં…

વધુ વાંચો >