જગદીશ જ. ત્રિવેદી
પરમાણુ-ક્રમાંક
પરમાણુ–ક્રમાંક : તત્ત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક ધનવીજભારીય કણો(પ્રોટૉન)ની સંખ્યા. સંજ્ઞા Z. વીજતટસ્થ પરમાણુ માટે, તેના નાભિકની ફરતે વિવિધ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રૉનોની સંખ્યા પણ પ્રોટૉન જેટલી જ હોય છે. આ સંખ્યા આવર્તક કોષ્ટકમાં તત્ત્વનું સ્થાન દર્શાવવા ઉપરાંત તેના ગુણધર્મો નક્કી કરે છે. પરમાણુ-ક્રમાંક તત્ત્વની સંજ્ઞાની પહેલાં નીચેના ભાગમાં લખવામાં આવે…
વધુ વાંચો >પરમાણુભાર
પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન 12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ…
વધુ વાંચો >પર્કિન, વિલિયમ હેન્રી (સર)
પર્કિન, વિલિયમ હેન્રી (સર) (જ. 12 માર્ચ 1838, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 14 જુલાઈ 1907, સડબરી, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : એનીલીન રંગકોના શોધક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સ્થાપક. બ્રિટિશ રસાયણવિદ. પિતા થૉમસ પર્કિનનાં સાત સંતાનોમાં સૌથી નાના પુત્ર. પિતાની નામરજી છતાં પર્કિન 1853માં રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી (હવે ઇમ્પિરિયલ કૉલેજનો એક વિભાગ),…
વધુ વાંચો >પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ)
પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ) : સિટાઇલિક ઍસિડ CH3(CH2)14COOH. તે એક સંતૃપ્ત ચરબીજ ઍસિડ છે. કુદરતી (વનસ્પતિજ તથા પ્રાણિજ) તેલ તથા ચરબીમાં તેના ગ્લિસરાઇડ વ્યાપક રૂપે મળે છે. ગ્લિસરાઇડ રૂપે મોટાભાગના વ્યાપારી કક્ષાના સ્ટીઅરિક ઍસિડમાં પણ આ ઍસિડ હોય છે. તેની ઘનતા ૦.8414 (8૦/4C) ગ.બિં. 630 સે. અને ઉ.બિં. 351.150 સે.…
વધુ વાંચો >પાયરોગૅલોલ
પાયરોગૅલોલ : પાયરોગૅલિક ઍસિડ; 1,2,3 – ટ્રાઇહાઇડ્રૉક્સી બેન્ઝીન C6H3(OH)3. ગૅલિક ઍસિડને તેનાથી ત્રણ ગણા પાણી સાથે ઑટોક્લેવમાં ગરમ કરવાથી તે બનાવી શકાય. તે ગૅલિક ઍસિડમાંથી સૌથી પ્રથમ 1786માં મેળવવામાં આવેલો. ગૅલિક ઍસિડ વિવિધ વૃક્ષોનાં વૃક્ષવ્રણ અને છાલમાંથી મેળવી શકાય છે. પાયરોગૅલોલના સ્ફટિકો ચળકતા અને રંગવિહીન હોય છે; પરંતુ પ્રકાશમાં તે…
વધુ વાંચો >પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા
પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા : દ્રાવણમાં રહેલા ઘન કણો સિવાયના પ્રવાહીને પસાર થવા દે તે પારગમ્ય અને પરાસરણ (osmosis) વિધિમાં દ્રાવક જેવા બારીક અણુઓને પસાર થવા દે, પણ મોટા દ્રાવ્ય અણુઓને પસાર ન થવા દે તે અર્ધપારગમ્ય પડદા. અર્ધપારગમ્ય પડદા છિદ્રાળુ પાત્ર કે તારની જાળી ઉપર સેલ્યુલોઝ જેવા પદાર્થની ફિલ્મ…
વધુ વાંચો >પિપેટ
પિપેટ : પ્રવાહી અથવા દ્રાવણનું ચોક્કસ કદ લેવા માટે વપરાતી બંને છેડે ખુલ્લી અને મધ્ય ભાગે ફૂલેલી કાચની નળી. તેનો અગ્રભાગ (tip) સાંકડો હોય છે. તે બે પ્રકારની હોય છે : (અ) કદમિતીય અથવા સ્થળાંતર (transfer) પિપેટ અને (બ) અંકિત (graduated) પિપેટ. મોં વડે ચૂસીને અથવા સલામતી ખાતર બીજાં ચૂસવાનાં…
વધુ વાંચો >પૃષ્ઠસક્રિય કર્તા (પૃષ્ઠસક્રિય પદાર્થ) (surface active agent or surfactant)
પૃષ્ઠસક્રિય કર્તા (પૃષ્ઠસક્રિય પદાર્થ) (surface active agent or surfactant) : પ્રવાહીમાં થોડા પ્રમાણમાં ઉમેરવાથી તેનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડી, પ્રવાહીના વિસ્તરણ (spreading) અથવા આર્દ્રક (wetting) ગુણધર્મો વધારવા માટે વપરાતો [પ્રક્ષાલક (detergent) જેવો] પદાર્થ. આવા પદાર્થો ઘન અથવા પ્રવાહી સપાટીઓની પૃષ્ઠઊર્જા(surface energy)માં મોટો ફેરફાર કરે છે. આ ફેરફાર કરવાની તેમની ક્ષમતા…
વધુ વાંચો >