છબીકલા
પટેલ, સુલેમાન
પટેલ, સુલેમાન (જ. 1934, થાનગઢ; અ. 6 ઑગસ્ટ 1992, થાનગઢ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના વન્ય જીવનના છબીકાર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક સાધારણ ખેડૂતના તેઓ પુત્ર. અભ્યાસ માત્ર સાત ધોરણ સુધી જ કર્યો હતો. 16 વરસની ઉંમરે સુલેમાનના જીવનમાં એક અસાધારણ પ્રસંગ બની ગયો. 1948માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ…
વધુ વાંચો >પારેખ, કિશોર
પારેખ, કિશોર (જ. – 1930, ભાવનગર, ગુજરાત; અ. – 1982) : ભારતના અગ્રણી ફોટોગ્રાફર અને ફોટોજર્નાલિસ્ટ. ભાવનગરમાં તેમનો જન્મ અને ઉછેર. અહીં અભ્યાસ વેળા તેમણે ફોટોગ્રાફી શરૂ કરી. 1955માં ફોટોગ્રાફીના ગહન અભ્યાસ માટે અમેરિકા ગયા. કૅલિફૉર્નિયામાં લૉસએન્જલસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયામાં પાંચ વરસ સુધી ડૉક્યુમેન્ટરી (દસ્તાવેજી) ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગ…
વધુ વાંચો >પોલરૉઇડ લૅન્ડ કૅમેરા
પોલરૉઇડ લૅન્ડ કૅમેરા : તસવીર ઝડપ્યા બાદ એક જ મિનિટમાં સંપૂર્ણ તસવીર તૈયાર કરી આપતો કૅમેરા. 1921ના લાયકા, 1927ના રૉલિફ્લૅક્સ અને 1937ના એક્ઝૅક્ટા જેવા કૅમેરાઓએ શરૂ કરેલી પ્રગતિ-દોડમાં કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થતી ચાલી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કૅમેરાએ ખરેખર ધડાકો તો ત્યારે કર્યો કે જ્યારે કોડૅક ઇન્સ્ટામેટિક્સ અને એ…
વધુ વાંચો >પ્રકટીકરણ (development)
પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે. તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને…
વધુ વાંચો >પ્રતિબિંબ
પ્રતિબિંબ : ર્દશ્યનું બિંબ પાછું ફરે ત્યારે એ પરાવૃત્ત બિંબથી ઉત્પન્ન થતું ચિત્ર. છબીકલામાં પ્રતિબિંબ અગત્યનું સ્થાન ધરાવે છે. જે ર્દશ્યની તસવીર ઝડપવાની હોય તે ર્દશ્યનાં પ્રકાશ-કિરણો અને તરંગોના પરાવર્તન દ્વારા જ છબી ઉતારવામાં આવે છે. પ્રતિબિંબો મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) લીસી સપાટી પરથી પરાવૃત્ત થતાં અને…
વધુ વાંચો >પ્રતિબિંબ તીવ્રક કૅમેરા
પ્રતિબિંબ તીવ્રક કૅમેરા : જુઓ કૅમેરા
વધુ વાંચો >ફિલ્ટર
ફિલ્ટર : છબી નરી આંખે જેવી દેખાય તેના કરતાં વધુ આકર્ષક દેખાય તે માટેનું છાયાપ્રકાશ તથા રંગો ગાળીને ઇષ્ટ પરિણામ મેળવવા માટેનું સાધન. છબીકાર સામાન્ય રીતે છબી વધુ આકર્ષક દેખાય એવું ઇચ્છતો હોય છે; પરંતુ એ માટે કુદરતી પ્રકાશની વ્યવસ્થા સાનુકૂળ હોવી જોઈએ. બારીમાંથી બહાર નજર કરીએ તો બહારનો પ્રકાશ…
વધુ વાંચો >ફિલ્મ
ફિલ્મ : વાસ્તવિક જગતની વ્યક્તિ કે પદાર્થનું આબેહૂબ ચિત્ર ઝડપવા માટે કચકડાની પ્રકાશસંવેદી પટી કે તકતી વપરાય છે. છબીકળાના મૂળમાં નેગૅટિવ અતિ અગત્યની ગણાય છે, પણ જેમ કૅમેરાની શોધમાં વિજ્ઞાનીઓએ સદીઓ વિતાવી અને છબી ઉપસાવવાની પ્રક્રિયામાં વર્ષો સુધી વ્યસ્ત રહ્યા, તેવી જ રીતે વિજ્ઞાનીઓ નેગૅટિવ અને તેના ફિલ્મ રોલ તૈયાર…
વધુ વાંચો >ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey)
ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey) : કોઈ પણ વિસ્તારનો ફોટોગ્રાફ લઈને, સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. ખૂબ ઊંચાઈએથી ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે ભૂમિનો ઘણોબધો વિસ્તાર આવરી લઈ શકાય છે. પહેલા તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી માહિતી મેળવવા માટે ઊંચે ઊડતા વિમાનમાં ખાસ પ્રકારના કૅમેરા ગોઠવીને, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશયુગના પ્રારંભ…
વધુ વાંચો >ફોટોમાઇક્રૉગ્રાફી
ફોટોમાઇક્રૉગ્રાફી : સૂક્ષ્મ ફોટોગ્રાફી. સાચો શબ્દ ‘ફોટોમાઇક્રૉગ્રાફી’ છે. પરંતુ ઘણા લોકો, ખાસ કરીને બ્રિટન અને અમેરિકાની બહાર વસતા લોકો, ‘માઇક્રૉફોટોગ્રાફી’ શબ્દ પણ વાપરે છે. ફોટોમાઇક્રૉગ્રાફી એક પ્રકારની ક્લોઝઅપ ફોટોગ્રાફી જ છે. પણ જે ર્દશ્ય સામાન્ય લોકો નરી આંખે જોઈ શકતા નથી તે કૅમેરાની અંદર બેસાડેલ સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રૉસ્કૉપિક લેન્સથી…
વધુ વાંચો >