ચીનુભાઈ નાયક

કુશિનારા

કુશિનારા : બિહારમાં આવેલા ગોરખપુરથી પૂર્વમાં આશરે 60 કિમી. દૂર આવેલું કસિયા ગામ. મૂળ નામ કુશાવતી અને ત્યાં મલ્લ વંશનું પાટનગર. રાજાશાહી હતી ત્યારે તે એક સમૃદ્ધ અને વસ્તીવાળું નગર હતું. બુદ્ધના સમયમાં રાજાશાહીનું સ્થાન ગણતંત્રે લીધું અને નગરનું નામ કુશિનારા પાડ્યું. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 12 યોજન અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

કેદારનાથ

કેદારનાથ : ઉત્તરાખંડના મધ્ય કુમાઉં પ્રદેશના ગઢવાલ જિલ્લાના પૌડી ઘાટની વાયવ્યે 72 કિમી. અને હરદ્વારથી 230 કિમી. દૂર રુદ્ર હિમાલયના શિખર પર આવેલું શૈવ તીર્થધામ. 30° 44′ ઉ. અ. અને 76° 5′ પૂ. રે. ઉપર 3,643 મી.ની ઊંચાઈએ આવેલું છે. અહીં નજીકમાં ગંગા (અલકનંદા) વહે છે અને શંકરાચાર્યની સમાધિ છે.…

વધુ વાંચો >

ખાલસા

ખાલસા : શીખોનો સંપ્રદાય. ખાલસા એટલે શુદ્ધ માર્ગ. આ સંપ્રદાયની સ્થાપના દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહે 1699માં કરી હતી. ખાલસા દ્વારા તેમણે શીખોને સંગઠિત બની ધાર્મિક તેમજ નૈતિક શૌર્ય દાખવવા આજ્ઞા કરી અને સિંહના જેવું મર્દાનગીભર્યું જીવન ગુજારવાનો આદેશ આપ્યો. આ બાબતની સ્મૃતિ સતત તાજી રહે એ માટે પુરુષોના નામના…

વધુ વાંચો >

ચિન્મયાનંદ

ચિન્મયાનંદ (જ. 8 મે 1916, અર્નાકુલમ્, કેરળ; અ. 3 ઑગસ્ટ, 1993, સાન દિયાગો, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ભારતીય દર્શનો અને વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક. જન્મનામ બાલકૃષ્ણ મેનન. પિતા : વડક્ક કુરુપથ કુટ્ટન મેનન. માતા : પુરુકુટ્ટી (મંકુ). બાલકૃષ્ણ પાંચ વર્ષની વયના હતા ત્યારે માતા ગુજરી જવાથી તેમનો ઉછેર માસીના…

વધુ વાંચો >

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

જાપાનની ચિત્રકલા

જાપાનની ચિત્રકલા : કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત…

વધુ વાંચો >

દરવેશ

દરવેશ : બંગાળમાં થઈ ગયેલા ચૈતન્ય સંપ્રદાયનો એક પેટાસંપ્રદાય. ચૈતન્યની ભક્તિ રસરૂપા હતી, જે શ્રીકૃષ્ણની આસપાસ વિસ્તરેલી છે. સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળવા મુસ્લિમ ફકીરનો વેશ લઈને નીકળ્યા, તે સમયે તેમના જે અનુયાયીઓ હતા તેમાંથી આ પંથ નીકળ્યો એવી અનુશ્રુતિ છે. આ પંથના સિદ્ધાન્તોમાં ઇસ્લામની અસર સ્પષ્ટ દેખાય છે. તેઓ…

વધુ વાંચો >

દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ

દલાઈ લામા તેન્ઝિન ગ્યાત્સ (જ. 6 જુલાઈ 1935, ટાક્ટસર, તિબેટ) : તિબેટના ધાર્મિક અને  રાજકીય નેતા. 1989ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા. તેઓ બૌદ્ધ ધર્મની એક શાખા લામાવાદની ‘યેલો હૅટ’ (Yellow Hat) પરંપરાના વડા છે. ‘દલાઈ’ એટલે મહાસાગર યા શાણપણનો ભંડાર અને ‘લામા’ એટલે બૌદ્ધ સાધુ. આમ ‘દલાઈ લામા’ એટલે શાણપણના…

વધુ વાંચો >

દાતા, ગંજબખ્શ હુજવેરી

દાતા, ગંજબખ્શ હુજવેરી (જ. –; અ. 1064, લાહોર) : સૂફી સંત. શેખ ગંજબખ્શ હુજવેરી હજરત શેખ પીરઅલી હુજવેરી તરીકે પ્રખ્યાત છે. તેમના પિતાનું નામ ઉસ્માન બિન અબી અબલ જલાબિલ ગઝનવી હતું અને તેઓ ગઝનાના રહેવાસી હતા. ગંજબખ્શ શેખ અબુલફઝલ બિન હસન અલ ખતલી અને શેખ શિબ્લી(રહેમતુલ્લાહ)ના મુરીદ એટલે કે શિષ્ય…

વધુ વાંચો >

દૂલનદાસી પંથ

દૂલનદાસી પંથ : સંત દૂલનદાસીએ સ્થાપેલો કૃષ્ણભક્તિમાં માનતો પંથ. તેઓ આશરે સત્તરમા સૈકામાં ઉત્તરપ્રદેશના સમસી(લખનૌ)ના નિવાસી હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને શ્રીકૃષ્ણની દાસીભાવે ભક્તિ કરી હતી. તેમણે ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં પગપાળા પ્રવાસ કરીને પોતાના પંથનો પ્રચાર કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં તેમણે આ પંથના પ્રચાર માટે 14 ગાદીઓ સ્થાપી હતી અને પોતાના શિષ્યોને…

વધુ વાંચો >