ચિન્મય જાની

વકીલ

વકીલ : અદાલતમાં અન્ય વ્યક્તિ વતી હાજર રહેવા અને રજૂઆત કરવા અધિકાર ધરાવતી વ્યક્તિ. તેમાં ઍડ્વોકેટ, સોલિસિટર અને બૅરિસ્ટરનો પણ સમાવેશ થાય. જે વ્યક્તિને સરકારના વકીલ તરીકેની ફરજો બજાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવી હોય તે સરકારી વકીલ ગણાય છે. વકીલ થવા માટે નિર્ધારિત લાયકાતો ઉપરાંત વ્યક્તિ પાસે વકીલાત…

વધુ વાંચો >

શેલત, જે. એમ.

શેલત, જે. એમ. (જ. 1908, ઉમરેઠ, જિ. ખેડા,  ગુજરાત; અ. 1 નવેમ્બર 1985, મુંબઈ) : ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓના વરીયતા-ક્રમનો અનાદર કરીને એ. એન. રાયની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થયેલી નિમણૂકના વિરોધમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું. મુંબઈમાં વિદ્યાભ્યાસ કર્યા પછી તેમણે લંડન યુનિવર્સિટીની કિંગ્સ…

વધુ વાંચો >