ચિત્રકલા
સાકાઈ, હોઇત્સુ
સાકાઈ, હોઇત્સુ (જ. 1 ઑગસ્ટ, 1761, એડો, ટોકિયો, જાપાન; અ. 3 જાન્યુઆરી 1829, એડો, ટોકિયો, જાપાન) : જાપાની ચિત્રકાર. સાકાઈના મોટા ભાઈ જાપાનના એક સ્થાનિક રજવાડાના રાજા હતા. 1797માં સાકાઈ બૌદ્ધ સાધુ બન્યા. 1809માં એ નેગીશી જઈને ચિત્રકલા શીખ્યા. ચિત્રકાર ઓગાટા કોરિનની શણગારાત્મક લઢણો સાકાઈને ખાસ પસંદ પડી. કોરિનની સોમી…
વધુ વાંચો >સાકી આન્દ્રેઆ
સાકી આન્દ્રેઆ (જ. 1599, નેતૂનો, ઇટાલી; અ. 21 જૂન 1661, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. બોલોન્યા નગરમાં ફ્રાન્ચેસ્કો આલ્બાની નામના ચિત્રકાર પાસે તેમણે તાલીમ લીધી હતી. ઉપરાંત રેનેસાં-ચિત્રકાર સાંઝિયો રફાયેલનો પ્રભાવ પણ તેમનાં ચિત્રો પર જોઈ શકાય છે. સાકી દ્વારા ચિત્રિત ચિત્ર ‘મિરેકલ ઑવ્ સેંટ ગ્રેગોરી’એ સાકીને નામના અપાવી.…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાડેક્વેઇન (Sadequain)
સાડેક્વેઇન (Sadequain) (જ. 1930, અમ્રોહા, ઉત્તર પ્રદેશ, ભારત) : પાકિસ્તાનના આધુનિક ચિત્રકાર. ભાષાઓનો અભ્યાસ કરી સાડેક્વેઇને આગ્રા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક પદવી હાંસલ કરી. ત્યારબાદ થોડો સમય કુરાનની નકલ કરનાર લહિયાનું કામ કર્યું અને પછી ઑલ ઇન્ડિયા રેડિયો માટે શ્રાવ્ય કાર્યક્રમો તૈયાર કર્યા. 1955માં તેમણે ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા જઈ પાકિસ્તાની…
વધુ વાંચો >સાન્ચેઝ કોયેલો આલોન્સો
સાન્ચેઝ કોયેલો આલોન્સો (જ. 1531-32, બેનિફાયો, સ્પેન; અ. 8 ઑગસ્ટ, 1588, મૅડ્રિડ) : સ્પેનમાં વ્યક્તિચિત્રણાની પરંપરાનો આરંભકર્તા અને સ્પેનના રાજા ફિલિપ બીજાના પ્રીતિપાત્ર દરબારી ચિત્રકાર. સાન્ચેઝ કોયેલો આલોન્સો તેમનું બાળપણ પોર્ટુગલમાં વીત્યું હતું. પોર્ટુગલના રાજા જૉન ત્રીજાએ સાન્ચેઝને ચિત્રકાર ઍન્થૉની મોર હેઠળ કલા-અભ્યાસ માટે ફ્લૅન્ડર્સ મોકલી આપ્યા. 1550માં પોર્ટુગલ પાછા…
વધુ વાંચો >સાન્તી જિયોવાની
સાન્તી, જિયોવાની (જ. આશરે 1440; અ. 1494) : ઇટાલિયન રેનેસાંસ-વ્યક્તિચિત્રો ચીતરનાર ચિત્રકાર. એમનાં આરંભિક વર્ષો અને એ ક્યાં તાલીમ પામ્યા એ વિશે માહિતી નથી. ઉર્બિનો ખાતે મૉન્તેફૅલ્ત્રો દરબારમાં તેમણે ઘણો સમય વિતાવીને વ્યક્તિચિત્રો આલેખેલાં. 1495માં માન્તુઆની રાણી ઇસાબેલા દેસ્તીએ તેમની નિમણૂક માન્તુઆના દરબારમાં ચિત્રકાર તરીકે કરી. એમનાં મૌલિક ચિત્રો પર…
વધુ વાંચો >સાન્તી તિતો
સાન્તી, તિતો (જ. 1536, સાન્સે પોલ્ક્રો, ઇટાલી; અ. 1602, ઇટાલી) : ‘મૅનરિઝમ’ શૈલીમાં ચિત્રણા કરનાર ઇટાલિયન ચિત્રકાર. ફ્લૉરેન્સમાં મૅનરિસ્ટ ચિત્રકાર બ્રૉન્ઝિનો પાસેથી તાલીમ લઈ સાન્તીએ રોમ જઈ ચિત્રકાર તાદિયો જુકારો સાથે પોપ પૉલ ચોથા માટે વૅટિકનમાં ભીંતચિત્રો આલેખ્યાં. તિતો સાન્તી 1564માં પાછા ફર્યા બાદ સાન્તીનાં ચિત્રોમાંનો પ્રકાશ વેનેશિયન શૈલીને અનુસરતો…
વધુ વાંચો >સાન્રેડામ પીટર ઇયાન્ઝૂન
સાન્રેડામ, પીટર ઇયાન્ઝૂન (જ. 9 જૂન 1597, ઍસૅન્ડૅલ્ફટ, નેધર્લેન્ડ્ઝ; અ. ? દફનવિધિ 31 મે 1665, હાર્લેમ, નેધર્લેન્ડ્ઝ) : ચર્ચની અંદરના (interior) સ્થાપત્યને ચિત્રોના વિષય તરીકે પસંદ કરનાર ડચ ચિત્રકાર. આ જાતનાં તેમનાં ચિત્રો ‘ચર્ચ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાયાં અને તે આ પ્રકારનાં ચિત્રોના પ્રણેતા ગણાયા. ચર્ચની અંદરના સ્થાપત્યની બારીકી, ઇજનેરી ચોક્સાઈ…
વધુ વાંચો >સાબાવાલા જહાંગીર
સાબાવાલા, જહાંગીર (જ. 1922, મુંબઈ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ સુધી કલા-અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ વધુ કલા-અભ્યાસ લંડનની હીથર્લી (Heltherly) સ્કૂલ ઑવ્ આર્ટમાં અને એ પછી પૅરિસની ‘અકાદમી જુલિયા’, ‘અકાદમી આન્દ્રે લ્હોતે’ તથા ‘અકાદમી દ લા…
વધુ વાંચો >