ચલચિત્ર

સમર્થ, શોભના

સમર્થ, શોભના (જ. 17 નવેમ્બર 1916, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી 2000) : હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી. મૂળ નામ સરોજ શિલોત્રી. પિતા પી. એસ. શિલોત્રી, માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. મામાની એક પુત્રીએ પણ સમય જતાં નલિની જયવંત નામે અભિનયક્ષેત્રે ખ્યાતિ મેળવી. સરોજે ‘શોભના સમર્થ’…

વધુ વાંચો >

સરકાર, બી. એન.

સરકાર, બી. એન. (જ. 5 જુલાઈ 1901, ભાગલપુર; અ. 28 નવેમ્બર 1981) : ચલચિત્રસર્જક. કોલકાતામાં ફિલ્મઉદ્યોગને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બીરેન્દ્રનાથ સરકાર બંગાળના ઍડવૉકેટ જનરલ એન. એન. સરકારના પુત્ર હતા. લંડન યુનિવર્સિટીમાં તેમણે ઇજનેરી શિક્ષણ મેળવ્યું હતું. પણ નાટકો અને ચિત્રોના શોખને કારણે તેઓ ઇજનેરીના ક્ષેત્રે જવાને બદલે ચલચિત્ર-ઉદ્યોગ…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર (ચલચિત્ર)

સરસ્વતીચંદ્ર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1968. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : સર્વોદય પિક્ચર્સ. નિર્માતા-દિગ્દર્શક : ગોવિંદ સરૈયા. કથા : ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીની મહાનવલ પર આધારિત. પટકથા : વ્રજેન્દ્ર ગૌડ. સંવાદ : અલી રઝા. ગીતકાર : ઇન્દીવર. છબિકલા : નરીમાન ઈરાની. સંગીત : કલ્યાણજી-આણંદજી. મુખ્ય કલાકારો : નૂતન,…

વધુ વાંચો >

સરહદી, ઝિયા

સરહદી, ઝિયા (જ. 20 ફેબ્રુઆરી 1914, પેશાવર, હાલ પાકિસ્તાન; અ. 27 જાન્યુઆરી 1997, કરાંચી, પાકિસ્તાન) : ચલચિત્રસર્જક, લેખક, ગીતકાર. તેમણે કથા-પટકથા-સંવાદ અને ગીતો પણ લખ્યા હતા. પોતાની કળા મારફત લોકોને અને સમાજને કંઈક આપતા રહેવાની, તેમનામાં જાગરૂકતા આણવાની ખેવના ધરાવતા ઝિયા સરહદી તેમની કારકિર્દીના મધ્યાહ્ને જ ભારત છોડીને પાકિસ્તાન જતા…

વધુ વાંચો >

સલામ બૉમ્બે

સલામ બૉમ્બે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1988. ભાષા : હિન્દી. રંગીન. નિર્માતા-દિગ્દર્શક : મીરા નાયર. કાર્યકારી નિર્માતા : ગેબ્રિયલ ઓયુર. કથા : મીરા નાયર, સૂની તારાપોરવાલા. સંગીત : એલ. સુબ્રહ્મણ્યમ્. છબિકલા : સાંદી સિસેલ. મુખ્ય કલાકારો : શફીક સૈયદ, હંસા વિઠ્ઠલ, રઘુવીર યાદવ, નાના પાટેકર, અનીતા કંવર, સુલભા દેશપાંડે, અમૃત…

વધુ વાંચો >

સલીમ-જાવેદ

સલીમ–જાવેદ (સલીમ : જ. 24 નવેમ્બર 1935, જાવેદ : જ. 17 જાન્યુઆરી 1945, ગ્વાલિયર) : ભારતીય પટકથાલેખકો. હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્ન બની જનારાં ચિત્રો ‘શોલે’ અને ‘દીવાર’ સહિત અનેક સફળ ચિત્રોની પટકથા લખનારી લેખક-બેલડી સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘સલીમ-જાવેદ’ તરીકે ખ્યાતિ પામી. અર્થસભર ચોટદાર સંવાદો, જકડી રાખે એવાં દૃશ્યો…

વધુ વાંચો >

સહાની, બલરાજ

સહાની, બલરાજ  (જ. 1 મે 1913, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 13 એપ્રિલ 1973, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. પરિપક્વ ઉંમરે અભિનેતા બનેલા બલરાજ સહાની અભિનયમાં નાટકીયતા કરતાં સ્વાભાવિકતાને વધુ મહત્ત્વ આપતા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા હતા. પિતાનો કપડાંનો વેપાર હતો. તેમના કહેવાથી ધંધો સંભાળી લેવો…

વધુ વાંચો >

સંચાર ફિલ્મ કો-ઑપરેટિવ સોસાયટી લિ.

સંચાર ફિલ્મ કો–ઑપરેટિવ સોસાયટી લિ. : સહિયારો પ્રયાસ કરીને ચલચિત્રનિર્માણ કરવા રચાયેલી ગુજરાતની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની રચના ચલચિત્રનિર્માણમાં રસ ધરાવતા કેટલાક યુવાનોએ કરી હતી, જેમાં દિગ્દર્શક કેતન મહેતાનો પણ સમાવેશ થતો હતો; પણ, એ દિવસોમાં કેતન મહેતાએ હજી કારકિર્દીનો પ્રારંભ જ કર્યો હતો. અમદાવાદ ખાતેના ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને’…

વધુ વાંચો >

સંજીવકુમાર

સંજીવકુમાર (જ. 9 જુલાઈ 1937, સૂરત; અ. 6 નવેમ્બર 1985, મુંબઈ) : હિંદી-ગુજરાતી ચિત્રો, રંગભૂમિના અભિનેતા. મૂળ નામ હરિહર જરીવાળા, હિંદી ચલચિત્રજગતમાં ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ અભિનેતા તરીકે કાયમી છાપ છોડી જનારા સંજીવકુમારે હિંદી ચિત્રોમાં પ્રારંભ તો ‘નિશાન’ જેવા અતિ સામાન્ય ચિત્રથી કર્યો હતો, પણ સમયની સાથે તેમને મળતાં પાત્રોમાં તેઓ…

વધુ વાંચો >

સંપત, દ્વારકાદાસ

સંપત, દ્વારકાદાસ (જ. 1884, જામખંભાળિયા, ગુજરાત; અ. 1958) : ચિત્રસર્જક. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનો વિકાસ કરવામાં પાયાનું યોગદાન આપનારાઓમાં દ્વારકાદાસ નારાયણદાસ સંપતનું નામ ભારતીય ચિત્રોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ચલચિત્ર-કલાની તકનીક વિશે કંઈ ન જાણતા હોવા છતાં દ્વારકાદાસ સંપતને આ માધ્યમમાં વ્યાપક સંભાવનાઓ નજરે પડી હતી અને તેમણે પોતાની સૂઝબૂઝથી આ…

વધુ વાંચો >