ચન્દ્રકાન્ત શેઠ
સંશોધન (Research)
સંશોધન (Research) જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની…
વધુ વાંચો >સંસ્કૃતિ (સામયિક)
સંસ્કૃતિ (સામયિક) : 26 જાન્યુઆરી, 1947થી ઑક્ટોબર-ડિસેમ્બર 1984 સુધી કવિ શ્રી ઉમાશંકર જોશીના તંત્રીપદે ચાલેલું ગુજરાતી સામયિક. આ સામયિકની શરૂઆત માસિક તરીકે થઈ ને પછી તે 1980થી ઉમાશંકરે જ 1984માં બંધ કર્યું ત્યાં સુધી ત્રૈમાસિક રહેલું. સાહિત્ય ઉપરાંત ધર્મ, કેળવણી, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ અનેક ક્ષેત્રોને આવરી લેતું આ સામયિક…
વધુ વાંચો >સાપના ભારા (1936)
સાપના ભારા (1936) : ગુજરાતના ગાંધીયુગીન મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકીસંગ્રહ. એમાં 11 સામાજિક એકાંકીઓ છે. આ સંગ્રહ ઉમાશંકરે એમના પિતાશ્રીને અર્પણ કરેલો છે અને તેમાં પ્રારંભે રામનારાયણ વિ. પાઠકનો પરિચયલેખ છે. એ પરિચયલેખમાં રા. વિ. પાઠકે ગુજરાતનાં મર્યાદિત નાટકસાહિત્યમાં આ એકાંકીઓને વિશિષ્ટ સ્થાનના અધિકારી ગણાવ્યાં છે. આ નાટકો…
વધુ વાંચો >સાહિત્યસર્જનની પ્રક્રિયા
સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા…
વધુ વાંચો >