ચન્દ્રકાન્ત મહેતા

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ (1957) : બંગાળી લેખક ‘પરશુરામ’ (મૂળ નામ : રાજશેખર) (જ. 1880, બર્દવાન; અ. 1967)નો વાર્તાસંગ્રહ. તેને 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. પરશુરામ રસાયણવિજ્ઞાન તથા સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથો પરત્વે એકસરખી વિદ્વત્તા ધરાવે છે; બોલચાલની બંગાળી ભાષાનો શબ્દકોશ રચનાર આ વાર્તાકારને તેમની હાસ્યરસિકતા માટે પણ ભારે…

વધુ વાંચો >

આપટે, શાન્તા

આપટે, શાન્તા (જ. 17 જાન્યુઆરી 1920, Dudhni, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1964) : મરાઠી રંગભૂમિ તથા ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી. માતા પ્રસિદ્ધ સંગીતકાર હોવાથી, નાનપણથી જ સંગીતની તાલીમ મેળવેલી. નવ વર્ષની વયે માતાના ગુરુ ભાલ પેંઢારકરે સંગીત-સભામાં નવોદિત કલાકાર તરીકે તેનો પરિચય કરાવી, એની પાસે ગવડાવેલું અને પ્રથમ પ્રસ્તુતિએ જ એણે…

વધુ વાંચો >

આબોલ તાબોલ

આબોલ તાબોલ : બંગાળી બાળકાવ્યનો એક પ્રકાર. બાળકોના મનોરંજન માટે આ કાવ્યપ્રકારનો પ્રયોગ થાય છે. એનું મુખ્ય લક્ષણ અસંબદ્ધતા હોય છે. એક ભાવ અને બીજા ભાવ વચ્ચે કાર્યકારણ-સંબંધ નથી હોતો. એ અસંબદ્ધતાને કારણે જ આબોલ તાબોલ બાળકોને આનંદ આપે છે. એ કાવ્ય ગેય નથી હોતું, પણ એમાં અંત્યાનુપ્રાસ હોય છે.…

વધુ વાંચો >

આરણ્યક (1938)

આરણ્યક (1938) : વિભૂતિભૂષણ બંદોપાધ્યાયરચિત બંગાળી નવલકથા. અરણ્યની પ્રકૃતિના પરિવેશમાં આ નવલકથાની રચના થઈ છે. પ્રકૃતિ સાથેના માનવીના આત્મીય સંબંધની તથા તેના ઘેરા પ્રભાવની આ કથા છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો માનવના જીવન પર કેટલી અને કેવી પ્રબળ અસર કરે છે તે નાયકના અરણ્યના નિરીક્ષણ તથા તેના દૃષ્ટિપરિવર્તન દ્વારા દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

આરોગ્યનિકેતન (1956)

આરોગ્યનિકેતન (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત પ્રસિદ્ધ કૃતિ. આ કૃતિને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો હતો. જીવનબાબુની આત્મકથા રૂપે આ નવલકથા લખાયેલી છે. તેમાંની મુખ્ય સમસ્યા છે પ્રાચીન તથા આધુનિક ચિકિત્સાપ્રણાલીનો ભેદ. આયુર્વેદમાં વૈદ્ય પરા-અપરાવિદ્યાને એકાત્મભાવથી ગ્રહણ કરે છે. એની સફળતા આધ્યાત્મિક…

વધુ વાંચો >

આલાલેર ઘરે દુલાલ

આલાલેર ઘરે દુલાલ (1858) : પ્યારીચાંદ મિત્રે લખેલી પહેલી બંગાળી નવલકથા. શીર્ષકનો અર્થ છે – ‘ધનિક કુટુંબનો લાડકો દીકરો’. કથાનક મૌલિક છે. એ કથા લેખકના જ ‘એક આનાર માસિક’માં 1855થી  1857સુધીના સમયગાળામાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહેલી. ગ્રંથાકારે તે 1858માં પ્રગટ થઈ હતી. એમાં એક ધન મેળવનાર, પણ શિક્ષણ અને…

વધુ વાંચો >

આલુરી બૈરાગી

આલુરી બૈરાગી (જ. 5 નવેમ્બર 1925 ; અ. 9 સપ્ટેમ્બર 1978 હૈદરાબાદ ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ,…

વધુ વાંચો >

આલોક પર્વ

આલોક પર્વ (1972) : હિંદીના સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો નિબંધસંગ્રહ. તેને 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. પુરસ્કૃત કૃતિમાં 27 નિબંધો છે. કેટલાક નિબંધો હિંદી સાહિત્યમાં ઉત્તમ લેખાય છે. તેમાં શૈલીની કલાત્મક ગરિમા છે અને સાથોસાથ ભાષા અત્યંત સહજ અને સાદગીપૂર્ણ છે. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાનું તેમાં સુંદર નિરૂપણ…

વધુ વાંચો >

આશિષખાં

આશિષખાં (જ. 5 ડિસેમ્બર 1939, મૈહર) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સરોદવાદક અને વિખ્યાત સંગીતકાર અલીઅકબરખાંના સુપુત્ર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. વિખ્યાત સરોદવાદક પિતામહ અલાઉદ્દીનખાંસાહેબ અને પિતા ઉસ્તાદ અલીઅકબરખાંની પાસે મૈહર આશ્રમમાં સંગીતપૂર્ણ વાતાવરણમાં પિતામહ અને પિતાની નિશ્રામાં તેમને સંગીતની પ્રેરણા મળતી રહી. 6 વર્ષની કુમળી વયે સંગીતતાલીમનો પ્રારંભ…

વધુ વાંચો >

આસિયાણી, અબ્દુલ સત્તાર

આસિયાણી, અબ્દુલ સત્તાર (જ. 1885; અ. 1951) : કાશ્મીરી લેખક. શ્રીનગરના ગુર્જર કુટુંબમાં જન્મ. સંજોગવશાત્ પ્રાથમિક શિક્ષણ લીધા પછી તરત જ શાળા છોડવી પડેલી, પરંતુ આંતરસૂઝથી સાહિત્યસર્જન તરફ વળેલા. શરૂઆતમાં ફારસી ગઝલોની રચના કરી. ‘વિધવા’ ગઝલે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એ પછી કાશ્મીરી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં સર્જન કરીને 47…

વધુ વાંચો >