ચં. પ્ર. શુક્લ

દાહરોગ

દાહરોગ : બળતરાનો અનુભવ કરાવતો શરીરનો રોગ. શરીરના અંદરના અવયવોમાં તેમજ બહાર ત્વચા ઉપર તે થઈ શકે છે. તે વ્યાધિ પિત્તપ્રકોપથી ઉત્પન્ન થાય છે અને ઉષ્ણતા તેનું મુખ્ય લક્ષણ છે. દેશી વૈદ્યકમાં દાહના સાત પ્રકારો વર્ણવ્યા છે : (1) પિત્તજ એટલે કે પિત્તવિકારથી થતો, (2) રક્તજ એટલે રક્તવિકારથી થતો, (3)…

વધુ વાંચો >

નાસારોગ (નાકના રોગો)

નાસારોગ (નાકના રોગો) : આયુર્વેદમાં ‘નાસા’ એટલે ‘નાક’. નાકના 31 પ્રકારના રોગ પંડિત ભાવમિશ્રે બતાવ્યા છે. (1) પીનસ અથવા અપીનસ, (2) પૂતિનસ્ય, (3) નાસાપાક, (4) રક્તપિત્ત, (5) પૂયશોણિત (પૂયરક્ત), (6) ક્ષવથુ, (7) ભ્રંશથુ, (8) દીપ્ત, (9) નાસાનાહ/પ્રતિનાહ, (10) પરિસ્રવ, (11 થી 15) નાસાશોષ (પાંચ પ્રકાર), (16 થી 19) ચાર પ્રકારના…

વધુ વાંચો >

નિદ્રા (આયુર્વેદ)

નિદ્રા (આયુર્વેદ) : નિદ્રા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષો શરીરના સ્તંભ છે. તેના ઉપર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તમ્ભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની…

વધુ વાંચો >

પાંડુરોગ અને કમળો (anaemia & jaundice)

પાંડુરોગ અને કમળો (anaemia & jaundice) : રક્તક્ષયથી થતો રોગ. ‘પાંડુ’ શબ્દનો અર્થ છે સફેદાઈવાળો પીળો, ફિક્કો રંગ. શરીરમાં ફિક્કાશ કે થોડી પીળાશ લાવતો રોગ. આ રોગ શરીરમાં લોહીની અછત કે રક્તક્ષયથી ઉત્પન્ન થાય છે. પ્રકારો : આયુર્વેદને મતે પાંડુરોગ પાંચ પ્રકારનો થાય છે : (1) વાતદોષજન્ય, (2) પિત્તદોષજન્ય, (3)…

વધુ વાંચો >

પ્રસારણી

પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે. ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ –…

વધુ વાંચો >

ભ્રમરોગ

ભ્રમરોગ : દરેક પદાર્થ ફરતો હોય એવું સંવેદન થવું તે. ભ્રમને આયુર્વેદમાં સ્વતંત્ર વ્યાધિ માનવામાં આવતો નથી, પણ ‘મૂર્ચ્છા’ વ્યાધિની અન્તર્ગત માનવામાં આવે છે. પહેલાં ભ્રમ થાય પછી મૂર્ચ્છા કે ‘સંન્યાસ’ થઈ શકે. ભ્રમ કેટલાક વ્યાધિમાં લક્ષણ કે ઉપદ્રવ-સ્વરૂપે થાય છે એટલે રોગીના પરીક્ષણમાં અન્ય વ્યાધિનું પરીક્ષણ કરવું આવશ્યક બને…

વધુ વાંચો >

રક્તપિત્ત (આયુર્વેદ)

રક્તપિત્ત (આયુર્વેદ) : શરીરનાં કુદરતી છિદ્રોમાંથી થતા રક્તસ્રાવનો આયુર્વેદમાં વર્ણવેલો એક રોગ. લોકવ્યવહારમાં ‘રક્તપિત્ત’ યાને કુષ્ઠ (કોઢ) કે ‘લેપ્રસી’ નામે ઓળખાતા રોગથી આયુર્વેદની પરિભાષામાં કહેલ આ ‘રક્તપિત્ત’નું દર્દ સાવ ભિન્ન છે. આયુર્વેદોક્ત આ રક્તપિત્ત રોગમાં શરીરનાં કુદરતી છિદ્રોમાંથી રક્તસ્રાવ થાય છે તે તેની ખાસ ઓળખ છે. રોગની વ્યાખ્યા : પિત્તદોષ…

વધુ વાંચો >