ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ
જાકાર્તા
જાકાર્તા : ઇન્ડોનેશિયાની રાજધાની, સૌથી અગત્યનું આર્થિક કેન્દ્ર. દેશનું સૌથી વધુ વસ્તીવાળું શહેર. ઇન્ડોનેશિયાના ટાપુ જાવા પર તે વસેલું છે. વસ્તી 83,89,443 (2000) તથા વસ્તીની ગીચતા 12,288 પ્રતિ ચોકિમી. છે. વસ્તીમાં દર વર્ષે 3 %નો વધારો થાય છે. જાવા ટાપુ પર પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર તરફના ભાગમાં 6° 10’ દ. અ.…
વધુ વાંચો >જાવા સમુદ્ર
જાવા સમુદ્ર : ઇન્ડોનેશિયાના કુલ 3000 ટાપુઓમાંના ઘણા ટાપુઓને આવરી લેતો સમુદ્ર. તેનો કુલ વિસ્તાર આશરે 20 લાખ ચોકિમી. જેટલો છે. તે 5° ઉત્તર અક્ષાંશથી 7° દક્ષિણ અક્ષાંશ અને 102°થી 118° પૂર્વ રેખાંશ વચ્ચે વિષુવવૃત્તની આજુબાજુ આવેલો છે. તેની પશ્ચિમ બાજુએ સુમાત્રા, દક્ષિણમાં જાવા અને બાલી, ઉત્તરમાં બોર્નિયો અને પૂર્વમાં…
વધુ વાંચો >ટાસ્માન સમુદ્ર
ટાસ્માન સમુદ્ર : ઑસ્ટ્રેલિયા ખંડની અગ્નિ દિશામાં આવેલો સમુદ્ર. પૅસિફિક મહાસાગરમાં તેનો સમાવેશ થાય છે. 25°થી 45° દક્ષિણ અક્ષાંશવૃત્તો વચ્ચે અને 140°થી 175° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તેનું ભૌગોલિક સ્થાન છે. આ સમુદ્રના ઉત્તર તરફના ભાગમાં ન્યૂકૅલિડોનિયા અને અન્ય ટાપુઓ, પશ્ચિમ તરફના ભાગમાં ઑસ્ટ્રેલિયા ખંડનાં ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા અને ટાસ્માનિયા…
વધુ વાંચો >ટાસ્માનિયા
ટાસ્માનિયા : ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત 90,758 ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો 1% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી 5.85 હજાર (2024) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું…
વધુ વાંચો >