ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ
અલ્બુકર્કી
અલ્બુકર્કી : અમેરિકાના સંયુક્ત રાજ્યોના ન્યૂ મેક્સિકો રાજ્યનું એક મહત્વનું શહેર. 35° ઉત્તર અક્ષાંશ અને 106° 40´ પશ્ચિમ રેખાંશ પર રિયોગ્રાન્ડે નદીના કિનારા પર તે આવેલું છે. દેશના અર્ધશુષ્ક પ્રદેશમાં હોવાથી અલ્બુકકીર્ર્માં વાર્ષિક વરસાદ ફક્ત 230 મિમી. જેટલો થાય છે. જાન્યુઆરીમાં તાપમાન 4° સે. અને જુલાઈમાં 27° સે. રહે છે.…
વધુ વાંચો >ઇડાહો
ઇડાહો : અમેરિકાના વાયવ્ય ભાગમાં 42oથી 49o ઉત્તર અક્ષાંશ તથા 111oથી 117o પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલું રાજ્ય. ઉત્તરમાં કૅનેડા, પૂર્વમાં મોન્ટાના તથા વ્યોમિંગ, દક્ષિણમાં ઉટાહ તથા નેવાડા અને પશ્ચિમમાં ઓરેગૉન તથા વૉશિંગ્ટન આવેલાં છે. ક્ષેત્રફળ આશરે 2,16,431 ચોરસ કિમી. છે. અમેરિકાનાં બધાં રાજ્યોમાં વિસ્તારની બાબતમાં તે તેરમા ક્રમે આવે છે.…
વધુ વાંચો >ઇન્ડિયાના
ઇન્ડિયાના : યુ.એસ.નું આડત્રીસમા ક્રમનું રાજ્ય. પ્રેરીના મેદાનપ્રદેશમાં 37o 40´ થી 41o 45´ ઉત્તર અક્ષાંશ અને 84o 45´ પ. રે. આજુબાજુ ઇન્ડિયાના રાજ્ય આવેલું છે. તે મકાઈ પકવતા વિસ્તાર(corn belt)નું એક મહત્વનું રાજ્ય છે. અહીં શરૂઆતમાં રેડ ઇન્ડિયન લોકોની વધુ વસ્તી હતી, તેના કારણે આજે પણ આ રાજ્યને ‘લૅન્ડ ઑવ્…
વધુ વાંચો >ઇલીનોય
ઇલીનોય : અમેરિકામાં પ્રેરીના મેદાનના મધ્ય વિસ્તારમાં 37oથી 42o-05´ ઉ. અ. અને 87o-30´ થી 91o-30´ પશ્ચિમ. રે. વચ્ચે આવેલું રાજ્ય. તેનો ઉત્તર તરફનો પૂર્વ ભાગ મિશિગન સરોવર સાથે જોડાયેલો છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,45,934 ચોકિમી. અને વસ્તી 1,28,30,632 છે (2010). તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 612 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 338 કિમી.…
વધુ વાંચો >ઍલ્યુશિયન ટાપુઓ
ઍલ્યુશિયન ટાપુઓ : ઉત્તર અમેરિકા ખંડની છેક ઉપર પશ્ચિમ બાજુએ યુ.એસ.નું અલાસ્કા રાજ્ય આવેલું છે. અલાસ્કાની નૈર્ઋત્ય બાજુએ ઍલ્યુશિન ટાપુઓ આવેલા છે. પૅસિફિક મહાસાગરમાં બૅરિંગ સમુદ્રમાં આ ટાપુઓ એક લાંબી સાંકળ સ્વરૂપે 1,600 કિમી. સુધીની લંબાઈ ધરાવે છે. તેમાં 20 જેટલા જ્વાળામુખી ટાપુઓનો સમાવેશ થાય છે. આ ઍલ્યુશિયન ટાપુઓ અલાસ્કા…
વધુ વાંચો >કૅરોલિના
કૅરોલિના : યુ.એસ.નું આટલાન્ટિક કાંઠા ઉપર આવેલું એક રાજ્ય. ઉત્તર કૅરોલિના : આટલાન્ટિક કાંઠા ઉપર અગ્નિખૂણે 33o 50´થી 36o 35′ ઉ. અ. અને 77o 27’થી 84o 20′ પ. રે. વચ્ચે તે આવેલું છે. ક્ષેત્રફળ 1,26,180 ચોકિમી., તેની સૌથી વધુ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 301 કિમી. અને 810 કિમી. છે. આ…
વધુ વાંચો >કૅલિફૉર્નિયા
કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની પશ્ચિમ બાજુએ પૅસિફિક મહાસાગરના કિનારે 37° 30′ અને 42° ઉ. અ. અને 119° 30′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. અલાસ્કા અને ટૅક્સાસ રાજ્યો પછી વિસ્તાર(4,11,049 કિમી.)માં કૅલિફૉર્નિયાનો ત્રીજો ક્રમ છે. તેની વધુમાં વધુ લંબાઈ 1,240 કિમી. અને પહોળાઈ 605 કિમી. છે. તેની ઉત્તરે ઑરિગન, પૂર્વ તરફ…
વધુ વાંચો >કૉલોરાડો નદી
કૉલોરાડો નદી : યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં વહેતી નદી. ભૌગોલિક સ્થાન 33° 50′ ઉ. અ. અને 117° 23′ પ. રે.. તેની સૌપ્રથમ શોધ 1540માં હરનાલ્ડો-ડી-એલારકોન નામના સ્પૅનિશ શોધકે કરેલી. દેશના પશ્ચિમ ભાગમાં આવેલી નદીઓમાં કૉલોરાડો નદી સૌથી મોટી છે. કૉલોરાડો રાજ્યમાં રૉકીઝ પર્વતના નૅશનલ પાર્કમાંથી આ નદી શરૂ થાય છે. યૂટા,…
વધુ વાંચો >કૉલોરાડો રાજ્ય
કૉલોરાડો રાજ્ય : કૉલોરાડો રાજ્ય યુ.એસ.માં રૉકીઝ પર્વતના વિસ્તારમાં 37°થી 41° ઉત્તર અક્ષાંશ તથા 102° 30´ અને 108° પ.રે. વચ્ચે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2,68,658 ચોકિમી. છે, જે દેશમાં આઠમા ક્રમે આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 432 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 608 કિમી. છે. રાજ્યના પૂર્વ ભાગમાં મોટાં મેદાનો, પશ્ચિમમાં…
વધુ વાંચો >