ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર
અફીણ
અફીણ : દ્વિદળી વર્ગના પૅપાવરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Papaver somniferum L (સં. अहिफेन, खसतिल; હિં. खसखस; બં. પોસ્તદાના; ગુ. અફીણ, ખસખસ, પોસ્ત ડોડા) છે. સહસભ્ય દારૂડી. અફીણની પુષ્કળ ઊપજ આપતી બે જાતો– નામે શ્વેતા અને શ્યામા–લખનૌમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ઍન્ડ આયુર્વેદિક પ્લાન્ટ્સ (CIMAP) સંસ્થાએ વિકસાવીને વાવેતર…
વધુ વાંચો >આલ્કેલૉઇડ (રસાયણ)
આલ્કેલૉઇડ (રસાયણ) : વાનસ્પતિક ઉદગમ ધરાવતાં નાઇટ્રોજની (nitrogenous) બેઝિક સંયોજનો. આલ્કેલૉઇડ છોડ/વૃક્ષમાં ઑક્ઝેલિક, સાઇટ્રિક, ટાર્ટરિક અને ગૅલિક જેવા સામાન્ય કાર્બનિક ઍસિડ સાથેના ક્ષાર રૂપે રહેલાં હોય છે. અફીણનાં આલ્કેલૉઇડ મૅકોનિક ઍસિડ અને સિંકોના આલ્કેલૉઇડ ક્વિનિક ઍસિડ જેવા વિશિષ્ટ ઍસિડના ક્ષાર રૂપે રહેલાં હોય છે. સોલેનીન ગ્લુકોઆલ્કેલૉઇડ છે, પિપેરીન (મરીમાંનું) ઍમાઇડ…
વધુ વાંચો >આલ્કેલૉઇડયુક્ત ઔષધો
આલ્કેલૉઇડયુક્ત ઔષધો : જેની શરીર-ક્રિયાત્મક (physio-logical) અસરો તેમાં રહેલ આલ્કેલૉઇડને લીધે છે તેવાં વનસ્પતિજ ઔષધો. આલ્કેલૉઇડ એક કે વધુ નાઇટ્રોજન-પરમાણુયુક્ત બેઝિક ગુણોવાળાં અને તીવ્ર શરીરક્રિયાત્મક અસરો ધરાવતાં કાર્બનિક સંયોજનો છે. તે ક્વચિત જ પ્રાણીસૃષ્ટિમાં મળી આવે છે. ‘આલ્કલી જેવાં’ ઉપરથી આલ્કેલૉઇડ શબ્દપ્રયોગ સૌપ્રથમ માઇસ્નરે 1821માં કર્યો હતો. સામાન્ય રીતે આલ્કેલૉઇડના…
વધુ વાંચો >ઇફેડ્રા
ઇફેડ્રા : વનસ્પતિઓના અનાવૃત્ત બીજધારી વિભાગમાં આવેલા ઇફેડ્રેસી કુળની એક પ્રજાતિ. તે નીચી, બહુશાખિત, ટટ્ટાર, ભૂસર્પી (procumbent) કે કેટલીક વાર આરોહી ક્ષુપ જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ પ્રદેશોના શુષ્ક વિભાગોમાં થયેલું છે. તેની કેટલીક જાતિઓ ઇફેડ્રીન નામનું આલ્કેલૉઇડ ધરાવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. Ephedra…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >