ગુજરાતી સાહિત્ય

ઉપવાસી

ઉપવાસી : જુઓ ગાંધી ભોગીલાલ ચુનીલાલ

વધુ વાંચો >

ઉપાયન (ઈ. સ. 1961)

ઉપાયન (ઈ. સ. 1961) : સાહિત્ય અકાદમી, દિલ્હીનો 1962નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગ્રંથ. ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગે આ ગ્રંથ પ્રગટ કરાયેલો. આ ગ્રંથ ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર જગત માટે મહત્વનો સંદર્ભગ્રંથ છે. કુલ ચાર ખંડમાં વહેંચાયેલા આ ગ્રંથના પ્રથમ ખંડ ‘અનુભાવના’માં વિષ્ણુપ્રસાદનાં તાત્વિક સાહિત્યવિવેચનાનાં લખાણો ગ્રંથસ્થ કરાયાં છે.…

વધુ વાંચો >

ઉપેન્દ્રાચાર્ય

ઉપેન્દ્રાચાર્ય (જ. 1885, વડોદરા; અ. 1937, ભરૂચ) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના દ્વિતીય આચાર્ય જે પ્રથમ આચાર્ય શ્રી મન્નૃસિંહાચાર્યના સુપુત્ર અને સાધક સાહિત્યકાર હતા. માતાનું નામ રુક્મિણીદેવી. અમદાવાદ-વડોદરામાં પ્રાથમિક શિક્ષણ. તેમનું ઘડતર અગ્રગણ્ય વિદ્વાન સાધકો ‘વિશ્વવંદ્ય’ છોટાલાલ જીવણલાલ માસ્તર, કૌશિકરામ મહેતા વગેરે દ્વારા થયું હતું. શ્રી ઉપેન્દ્રાચાર્યે પિતાશ્રીના મૂળ આધ્યાત્મિક કાર્યને…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

ઉમેશ કવિ

ઉમેશ કવિ (જ. 31 જાન્યુઆરી 1909, ગોમટા, તા. ગોંડલ, જિ. રાજકોટ) : ગુજરાતી કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ઉમેશ ગૌરીશંકર મહેતા. ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોંડલ રાજ્યના ગોમટા ગામમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. શિક્ષણ પૂરું કરી આજીવિકા માટે ગોંડલ રાજ્યની રેલવેમાં જોડાયા. તે પછી થોડો સમય ભાવનગર બંદર કાર્યાલયમાં…

વધુ વાંચો >

ઉર્વશી(2) (1934)

ઉર્વશી(2) (1934) : ગુજરાતી પદ્યનાટિકા. લેખક દુર્ગેશ શુક્લ. અવનવી નાટ્ય-અભિવ્યક્તિ શોધવાના સાહિત્ય અને રંગભૂમિના તત્કાલીન પ્રયત્નોમાં કવિ દુર્ગેશ શુક્લના આ ઊર્મિનાટકમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. જાણીતી પુરાણકથા અને કવિકુલગુરુ કાલિદાસની ‘વિક્રમોર્વશીય’ની નાટ્યકથામાં ગ્રીક પ્રોસરપિની(Proserpine)ની રૂપકથા તથા નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટકનાં ઊર્મિતત્વો સંમાર્જી, રાજા વિક્રમ અને ઉર્વશીના…

વધુ વાંચો >

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ)

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ) (જ. 28 સપ્ટેમ્બર 1920, સાવલી, જિ. વડોદરા અ. 6 નવેમ્બર 2011, વલસાડ) : અનુગાંધીયુગીન ગુજરાતી કવિ. માતા લલિતાબહેન. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં. વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. (1942) અને ગુજરાતી સાથે એમ.એ. (1945) થયા. એ દરમિયાન રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક અને થોડોક સમય ‘નભોવાણી’ના…

વધુ વાંચો >

ઊર્મિ-નવરચના

ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે. સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ…

વધુ વાંચો >

ઊહાપોહ

ઊહાપોહ : આધુનિકતાની જિકર કરતું ગુજરાતી માસિક. શરૂઆત 1969ના સપ્ટેમ્બરમાં, છેલ્લો અંક 1974ના ઑક્ટોબરમાં. આ પાંચ વરસના 60 અંકોનું સંપાદન ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે કર્યું હતું. આરંભના ગાળામાં સર્જનાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવતી ન હતી. ગુજરાતી ભાષાસાહિત્ય વિશેના લેખો પ્રમાણમાં ઓછા પ્રકટ થયા હતા. પાશ્ચાત્ય અને તે…

વધુ વાંચો >

એક ઉંદર અને જદુનાથ

એક ઉંદર અને જદુનાથ (1966) : પહેલું ગુજરાતી ઍબ્સર્ડ નાટક. લેખકો લાભશંકર ઠાકર અને સુભાષ શાહ. જીવનની વ્યર્થતા સૂચવતી કલા-ફિલસૂફીના યુરોપીય વિચારપ્રવાહના અનુસરણ રૂપે ગુજરાતમાં અવતરેલી નાટ્યપ્રણાલીનું પ્રથમ ગણાતું ઉદભટ (absurd) નાટક. અમદાવાદની એક કૉલેજના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં એ ભજવાયું ત્યારે એમાં સુસ્પષ્ટ આદિ, મધ્ય અને અંતના અભાવવાળું નાટ્યવસ્તુ, અલગારી…

વધુ વાંચો >