ગુજરાતી સાહિત્ય

મહેતા, દેવશંકર નાથાલાલ

મહેતા, દેવશંકર નાથાલાલ (જ. 16 જાન્યુઆરી 1916, ગુજરવદી; અ. 30 ઑક્ટોબર 1984, ગુજરવદી) : ગુજરાતી નવલકથાકાર. ગુજરવદી(જિ. સુરેન્દ્રનગર)ના વતની. વ્યવસાય મુખ્યત્વે ખેતી અને લેખન. સૌરાષ્ટ્રના તળપદા માનવને તેની ખુમારી તેના હીર સહિત યથાતથ નિરૂપવામાં સિદ્ધહસ્ત. સૌરાષ્ટ્ર અને તેના સાગરકાંઠાની સંસ્કૃતિ, ત્યાંના ખમીરવંતા માનવો, ત્યાંનું લોકજીવન આદિને જોમવંતી શૈલીમાં રજૂ કરતી…

વધુ વાંચો >

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ (જ. 20 ઑક્ટોબર 1890, વઢવાણ; અ. 29 ઑગસ્ટ 1974) : હાસ્યકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને વિવેચક. એમનું વતન સૂરત બની રહ્યું. સૂરત શહેરની મોજીલી પ્રકૃતિના રંગ એમની અનેક કૃતિઓમાં વરતાય છે. નબળું શરીર અને નાદુરસ્ત તબિયતના કારણે માંડ એ જમાનાની મૅટ્રિક્યુલેશન પરીક્ષા તેઓ પસાર કરી શક્યા.…

વધુ વાંચો >

મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ

મહેતા, ધીરેન્દ્ર પ્રીતમલાલ (જ. 29 ઑગસ્ટ 1944, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ભુજમાં અનુક્રમે ઑલ્ફ્રેડ હાઈસ્કૂલ તથા સરકારી કૉલેજમાં. 1961માં મેટ્રિક ; 1966માં ગુજરાતી ભાષાસાહિત્ય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એ જ વિષય સાથે 1968માં એમ.એ.. ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’– એ વિષય…

વધુ વાંચો >

મહેતા, નર્મદાશંકર દેવશંકર

મહેતા, નર્મદાશંકર દેવશંકર (દીવાન બહાદુર) (જ. 23 ઑગસ્ટ 1871, અમદાવાદ; અ. 21 માર્ચ 1939) : નૃસિંહાચાર્યજીના અનુયાયી, શ્રેય:સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિના પોષક અને અગ્રણી ગુજરાતી લેખક-ચિંતક, ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના ઊંડા અભ્યાસી. આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય, કવિ બાલાશંકર કંથારિયાના ભાણેજ, સંસ્કૃતનું ભાઉદાજી પારિતોષિક અને ભારતીય દર્શન માટે સુજ્ઞ ગોકુળજી ઝાલા…

વધુ વાંચો >

મહેતા, નંદશંકર તુળજાશંકર

મહેતા, નંદશંકર તુળજાશંકર (જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય. વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને…

વધુ વાંચો >

મહેતા, નીતિન શાંતિલાલ

મહેતા, નીતિન શાંતિલાલ (જ. 12 એપ્રિલ 1944, જૂનાગઢ; અ. 1 જૂન 2010) : કવિ, વિવેચક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. (1968). અને એમ.એ. (1971) થઈને મણિબેન નાણાવટી કૉલેજ, મુંબઈમાં (1973–1984) અને પછી મ. સ. યુનિવર્સિટી વડોદરા(1984–1991)માં ગુજરાતીના અધ્યાપક. 1991થી 2000 મુંબઈ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. આ દરમિયાન 1968–70માં ‘યા-હોમ’ના સંપાદક…

વધુ વાંચો >

મહેતા, પ્રકાશ ભૂપતરાય

મહેતા, પ્રકાશ ભૂપતરાય (જ. 22 ઑક્ટોબર 1930, મુંબઈ) : વિવેચક, સંપાદક. વતન ભાવનગર. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી. એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ. એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક તેમને મળેલો. 1955થી મુંબઈ તથા અમદાવાદની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના…

વધુ વાંચો >

મહેતા, ભરતરામ ભાનુસુખરામ

મહેતા, ભરતરામ ભાનુસુખરામ (જ. 16 જુલાઈ 1894, સૂરત; અ. 25 ડિસેમ્બર 1970) : ગુજરાતી ચરિત્રકાર, વાર્તાકાર, કવિ, સંપાદક, અનુવાદક. ઉપનામ ‘હંસલ’. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્રની શાળાઓમાં લીધેલું. વડોદરામાં ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે આતરસુંબા, બીલીમોરા, સોનગઢ, વડનગર, ચાણસ્મા એમ વિવિધ સ્થળોએ સરકારી ગુજરાતી શાળામાં મુખ્ય…

વધુ વાંચો >

મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ

મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ (જ. 1 જૂન, 1867; અ. 20 જાન્યુઆરી, 1948) : ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ચરિત્રકાર અને સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં જન્મ. વતન સૂરત. બાલ્યકાળમાં જ પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં ઉછેર. તેઓ વડોદરા કૉલેજમાંથી ઍગ્રિકલ્ચરની પહેલી પરીક્ષામાં ઉત્તીર્ણ; પછી અભ્યાસ છોડી દીધો. માતાનું અવસાન થતાં 1891માં જામનગરની હાઈસ્કૂલમાં શિક્ષક.…

વધુ વાંચો >

મહેતા, મણિભાઈ જશભાઈ

મહેતા, મણિભાઈ જશભાઈ (જ. 1844, નડિયાદ; અ. 1900, પેટલાદ) : કચ્છ તથા વડોદરા રાજ્યના દીવાન. પિતા જશભાઈ હરિભાઈ મહેતા લોકપ્રિય ફોજદાર હતા. માતા ગંગાબા કુશળ ગૃહિણી હતાં. તેમના ભક્તિભાવના સંસ્કારોએ બાળક મણિભાઈને પ્રભાવિત કર્યા. મહુધા, નડિયાદ અને પેટલાદમાં અભ્યાસ કરીને મૅટ્રિક થયા. 18 વર્ષની વયે પોતાની જ શાળામાં મદદનીશ શિક્ષક…

વધુ વાંચો >