ગુજરાતી સાહિત્ય
પ્રેમાનંદ
પ્રેમાનંદ (ઈ. સ. સત્તરમી સદી – ઉત્તરાર્ધ ) : આખ્યાનકાર શિરોમણિ. પ્રેમાનંદના જીવન વિશે જે માહિતી મળે છે તેમાં વિશ્વાસપાત્ર હકીકત પ્રમાણમાં ઓછી છે. એની મોટાભાગની કૃતિઓમાં એણે રચનાવર્ષ આપ્યાં છે. એ પરથી એના સમય વિશે અનુમાન થઈ શકે છે. તેની કૃતિઓમાં વહેલામાં વહેલી રચનાસાલ દર્શાવતી કૃતિઓ છે ‘ચંદ્રહાસ-આખ્યાન’ (1671)…
વધુ વાંચો >પ્રેમાનંદ (‘પ્રેમસખી’)
પ્રેમાનંદ (‘પ્રેમસખી’) [જ. અઢારમી સદી ઉત્તરાર્ધ; અ. 1855 (સં. 1911, માગસર સુદ 1)] : સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્ત-કવિઓ પૈકીના એક. પ્રચલિત માહિતી અનુસાર તેઓ ગાંધર્વ કે ગવૈયા જ્ઞાતિના હતા. નાનપણમાં માતાપિતાનું અવસાન થતાં બાવાઓના હાથમાં સપડાયેલા. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીના સંપર્ક પછી તેઓ ગઢડા કે જૂનાગઢમાં સહજાનંદ…
વધુ વાંચો >પ્રેમાનંદ સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા : ગુજરાતીના આખ્યાનકવિ પ્રેમાનંદની સ્મૃતિમાં તેના વતન વડોદરામાં સાહિત્ય, સંગીત, કલા-સંસ્કાર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા. મૂળ નામ ‘વડોદરા સાહિત્ય સભા’. સ્થાપના 11મી નવેમ્બર 1916. ‘શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા’નું નામાભિધાન 1 જાન્યુઆરી 1944ના રોજ. સભાનું વિશાળ ભવન વડોદરા ખાતેના દાંડિયા બજાર સ્થિત લકડી પુલ સામે 145.33 ચોમી. જમીનમાં બંધાયેલું…
વધુ વાંચો >ફાર્બસ ગુજરાતી સભા
ફાર્બસ ગુજરાતી સભા : 25મી માર્ચ 1865ને દિને મુંબઈમાં ‘ગુજરાતી સભા’ને નામે સ્થપાયેલી સભા. સ્વ. મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ અંગ્રેજ ન્યાયમૂર્તિ ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સની મદદથી આ સભાનો પ્રારંભ કર્યો. એક કામચલાઉ બંધારણ ઘડી જાહેર સભા બોલાવાઈ. સભામાં 18 ગૃહસ્થો હાજર હતા : મન:સુખરામ સૂ. ત્રિપાઠી., ધીરજરામ દલપતરામ, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી,…
વધુ વાંચો >ફાર્બસવિરહ
ફાર્બસવિરહ : દલપતરામે રચેલી, અર્વાચીન ગુજરાતી કવિતામાં ‘કરુણ-પ્રશસ્તિ’ (elegy) પ્રકારની પ્રથમ કૃતિ. અમદાવાદમાં મદદનીશ જજ તરીકે આવેલા, શિલ્પશાસ્ત્ર અને ઇતિહાસના અભ્યાસી, સાહિત્યપ્રેમી ફાર્બસે (ફૉર્બ્સે) દલપતરામની સહાયથી અમદાવાદ અને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિની અનેકવિધ પ્રવૃત્તિઓ આદરી હતી અને દલપતરામના પરમ મિત્ર–સખા બન્યા હતા. એમના અવસાનથી મિત્ર દલપતરામના કવિહૃદયમાં પ્રગટેલી વિરહની વેદનાને આ કાવ્ય…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ
બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ (જ. 20 ઑગસ્ટ 1932, પાલનપુર, ગુજરાત; અ. 25 માર્ચ 2006 અમદાવાદ) : ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર. પિતા વેપાર માટે કોલકાતા આવ્યા તે પછી ઈ.સ. 1948 સુધી વિવિધ કારણોસર બક્ષીપરિવારને કોલકાતા-પાલનપુરમાં અસ્થાયીપણે રહેવાનું બન્યું. 1952માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈને બક્ષી કોલકાતામાં સ્થિર થયા. 1956માં એલએલબી. અને…
વધુ વાંચો >બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર
બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર (જ 20 જૂન 1894, જૂનાગઢ; અ. 22 માર્ચ 1987, મુંબઈ) : ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. 1910માં મૅટ્રિક. 1914માં સંસ્કૃતના વિષય સાથે બી.એ. 1915થી મુંબઈમાં નિવાસ. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1976–77માં તેઓ…
વધુ વાંચો >બધેકા, ગિજુભાઈ
બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >