ગુજરાતી સાહિત્ય

પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ

પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ (જ. 27 એપ્રિલ 1882, સૂરત; અ. 20 જૂન 1938, અમદાવાદ) : ગુજરાતી લેખક અને સંદર્ભસાહિત્યના સંકલનકાર. 1900માં મૅટ્રિક થઈને 1904માં નોકરી માટે નાગપુર રહેલા, પણ પછી અમદાવાદ આવીને 1904માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. થયા હતા. સાહિત્ય અને કેળવણી પ્રત્યે એમને સહજ અભિરુચિ હતી. અનેક નિબંધ-સ્પર્ધાઓમાં…

વધુ વાંચો >

પિંગલ-પ્રવૃત્તિ

પિંગલ–પ્રવૃત્તિ : ગુજરાતી ભાષાની પિંગલ-રચનાઓ તથા પિંગલચર્ચાને આવરી લેતી પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ પિંગલકારોએ ગ્રંથો લખીને મહત્વનું પ્રદાન કર્યું છે તો અનેક વિદ્વાનોએ સુદીર્ઘ લેખો અને નોંધો દ્વારા પણ છંદચર્ચા કરી છે. ગુજરાતીમાં દલપતરામ અને નર્મદથી પિંગલપ્રવૃત્તિનો આરંભ થાય છે. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘કકડે કકડે’ પિંગલલેખનનો આરંભ કરેલો અને…

વધુ વાંચો >

પુરાણી અંબાલાલ (અંબુભાઈ) બાલકૃષ્ણ

પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >

પુરોહિત વેણીભાઈ જમનાદાસ

પુરોહિત, વેણીભાઈ જમનાદાસ (જ. 1 ડિસેમ્બર 1916, જામખંભાળિયા; અ. 3 જાન્યુઆરી 1980, મુંબઈ) : ઉપનામ ‘સંત ખુરશીદાસ’. ગુજરાતી કવિ તથા વાર્તાકાર. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં. વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યારબાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય…

વધુ વાંચો >

પુવાર ઇન્દુ

પુવાર, ઇન્દુ (જ. 19 જાન્યુઆરી 1940, રૂપાલ, જિ. સાબરકાંઠા; અ. 15 ઑક્ટોબર 2013, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર. મૂળ નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર. 1959-75 દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખંડ-સમયના વ્યાખ્યાતા. 1975થી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) અમદાવાદ ખાતે લેખક (સ્ક્રિપ્ટ-રાઇટર)/નિર્માતા (પ્રોડ્યુસર). ‘કિન્તુ’ (1974), ‘બે ઉપનિષદો’ (1988), ‘કેટલાંક ભાષ્યો’ (1989), ‘રોમાંચ…

વધુ વાંચો >

પૂજાલાલ

પૂજાલાલ : જુઓ દલવાડી પૂજાલાલ રણછોડદાસ

વધુ વાંચો >

પૃથિવીવલ્લભ (1921)

પૃથિવીવલ્લભ (1921) : કનૈયાલાલ મુનશીની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક નવલકથા તથા તેના કથાનકને આધારે થયેલાં નાટ્ય અને ચલચિત્ર-રૂપાંતરો. આ નવલકથા ગોદાવરી નદીના તટે વસેલાં બે રાજ્યો માલવા અને તૈલંગણના સંઘર્ષની કથા રજૂ કરે છે. અવંતિનરેશ ‘મુંજ’ વીર અને રસિક કવિ હતો. પ્રજા તેને ‘પૃથ્વીવલ્લભ’ તરીકે ઓળખતી. તૈલંગણનો રાજા તૈલપ મુંજની કીર્તિથી ઈર્ષાની…

વધુ વાંચો >

પેટલીકર, ઈશ્વર મોતીભાઈ

પેટલીકર, ઈશ્વર મોતીભાઈ (જ. 9 મે 1916, પેટલી; અ. 22 નવેમ્બર 1983, અમદાવાદ) : જાણીતા ગુજરાતી લેખક અને સમાજચિંતક. મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ; પરંતુ સાહિત્યજગતમાં ‘ઈશ્વર પેટલીકર’ તરીકે પ્રસિદ્ધ. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, નિબંધો વગેરેના લેખક. વ્યવસાયે શિક્ષક અને પછી પત્રકાર. ગુજરાતના સામાજિક સેવાક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત. તેમણે વર્ષો સુધી…

વધુ વાંચો >

પ્રકૃતિવાદ (naturalism) (1)

પ્રકૃતિવાદ (naturalism) (1) : પશ્ચિમી સાહિત્યમાં થયેલું એક વિશિષ્ટ આંદોલન. ‘પ્રકૃતિવાદ’ માટે ‘નિસર્ગવાદ’ શબ્દપ્રયોગ પણ થાય છે. તે આંદોલન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી (પહેલાં ફ્રાન્સમાં, પછી તરત જર્મનીમાં) આરંભાઈને વીસમી સદીના પૂર્વાર્ધ સુધી વિસ્તર્યું ને પછી વિરમી ગયું. આ વાદના મહત્વના પ્રવર્તક ગણાયેલા એમિલ ઝોલાનો નિબંધ ‘ધી એક્સપેરિમેન્ટલ નૉવેલ’(1880) આ વાદનું…

વધુ વાંચો >