ગુજરાતી સાહિત્ય
પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ
પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો…
વધુ વાંચો >પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ
પટેલ, નાગરદાસ ઈશ્વરભાઈ (જ. 6 ડિસેમ્બર 1898, કંડારી, મિયાંગામ પાસે; અ. 23, ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ગુજરાતી લેખક. બાલસાહિત્યમાં વિશેષ રુચિ. મૂળ ગામ ભાદરણ પાસે બામણગામ. ચરોતરની લેઉવા પાટીદાર જ્ઞાતિ. માતા અંબાબહેન. પિતા ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બામણગામ, નાર અને વડોદરામાં લીધું. વડોદરા સયાજી હાઈસ્કૂલમાં છઠ્ઠું ધોરણ…
વધુ વાંચો >પટેલ, પન્નાલાલ નાનાલાલ
પટેલ, પન્નાલાલ નાનાલાલ (જ. 7 મે 1912, માંડલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન; અ. 6 એપ્રિલ 1989, અમદાવાદ) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા. અગ્રણી ગુજરાતી નવલકથાકાર, ઉપરાંત વાર્તાકાર, નાટ્યલેખક અને સંસ્મરણાત્મક ગદ્યના લેખક. માતા હીરાબા. પિતા ધાર્મિક પુસ્તકોના વાચક ઉપરાંત કથાકાર અને કથાગાયક. બાળક પન્નાલાલે મીઠી હલકે ગાયેલા ભજનથી પ્રસન્ન થઈને ઈડરના રાજા એમની…
વધુ વાંચો >પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ (જ. 10 ઑગસ્ટ 1918, શેલાવી, જિ. મહેસાણા; અ. 24 મે 1977) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. 1936માં મૅટ્રિક. 1940માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.. 1942માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.. 1956થી કેટલાંક વર્ષ આકાશવાણી,…
વધુ વાંચો >પટેલ, પ્રમોદકુમાર
પટેલ, પ્રમોદકુમાર (જ. 20 સપ્ટેમ્બર 1933, અબ્રામા; અ. 24 મે 1996, વડોદરા) : વિવેચક. આજીવન અભ્યાસી, વિદ્વાન અને કર્મઠ અધ્યાપક તરીકે પંકાયેલા ડૉ. પ્રમોદકુમાર પટેલ નવસારી પાસેના (ખારા) અબ્રામા ગામના વતની હતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું ને ત્યાંથી જ અધ્યાપનક્ષેત્રે કાર્ય શરૂ કરેલું. પછી તરતનાં વર્ષોમાં બારડોલી કૉલેજમાં જોડાયા હતા.…
વધુ વાંચો >પટેલ, ભોળાભાઈ શંકરભાઈ
પટેલ, ભોળાભાઈ શંકરભાઈ (જ. 7 ઑગસ્ટ 1934, સોજા, જિ. મહેસાણા; અ. 20 મે 2012, અમદાવાદ) : અનેકભાષાવિદ, ગુજરાતીના સર્જક, વિવેચક અને ઉત્તમ પ્રાધ્યાપક. માતાનું નામ રેવાબહેન. 1952માં એસ.એસ.સી., 1957માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.; 1960માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમ.એ. પ્રથમ ક્રમે; એ જ વર્ષે હિન્દીના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ. 1968માં…
વધુ વાંચો >પટેલ, મોહનભાઈ શંકરભાઈ
પટેલ, મોહનભાઈ શંકરભાઈ (જ. 8 જૂન 1920, વડદલા, તા. પેટલાદ; અ. 2 જાન્યુઆરી 2002) : વિવેચક, સંશોધક અને ગુજરાતીના જાણીતા અધ્યાપક. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1946માં બી.એ. તથા 1948માં એમ.એ. થયા. વલ્લભવિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક, આચાર્ય તથા વિનયન વિભાગના ડીન તરીકે યશસ્વી સેવા આપીને નિવૃત્ત…
વધુ વાંચો >પટેલ, રાવજી છોટાલાલ
પટેલ, રાવજી છોટાલાલ (જ. 15 નવેમ્બર 1939, ભાટપુરા, જિ. ખેડા; અ. 8 ઑગસ્ટ 1968, અમદાવાદ) : આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેનાં કાર્યાલયોમાં…
વધુ વાંચો >પઢિયાર, અમૃતલાલ સુંદરજી
પઢિયાર, અમૃતલાલ સુંદરજી (જ. 3 એપ્રિલ 1870, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 2 જુલાઈ 1919, મુંબઈ) : વિચારપ્રધાન ગદ્યના લેખક. માત્ર ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ અને 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી નોકરીમાં જોડાયા તે વચ્ચે થોડો થોડો સમય વતન ચોરવાડમાં આવતા રહ્યા, જ્યાં વૈદ્ય તરીકેની કારકિર્દી આરંભી; પણ મુખ્યત્વે એક…
વધુ વાંચો >પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ)
પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું. નર્મદા વિશેનું તેમનું પ્રથમ…
વધુ વાંચો >