ગિરીશભાઈ પંડ્યા
ઉષ્ણજળજન્ય નિક્ષેપો
ઉષ્ણજળજન્ય નિક્ષેપો (hydrothermal deposits) : મૅગ્માજન્ય જલ-બાષ્પથી પરિવર્તિત ખડકપેદાશો કે પરિવર્તિત ખનિજ અથવા ધાતુખનિજનિક્ષેપો. પૃથ્વીના પોપડાના ઊંડાણમાંથી ઊર્ધ્વ ગતિ કરતું ઉષ્ણજળ મૅગ્માજન્ય જ હોય તે જરૂરી નથી. અતિ ઊંચા તાપમાનવાળું જળ વધુ પડતું ક્રિયાશીલ બની જાય છે, તે સિલિકેટ ખનિજોનું વિઘટન કરવા તથા સામાન્યપણે અદ્રાવ્ય ગણાતાં ઘટક દ્રવ્યોને ઓગાળી નાખવા…
વધુ વાંચો >ઉષ્ણતાવિદ્યુત
ઉષ્ણતાવિદ્યુત (pyroelectricity) : સ્ફટિકમાં તાપમાનના ફેરફારને કારણે, તેના જુદા જુદા ભાગ ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી ઉદભવતી વિદ્યુત. આ ઘટના સૌપ્રથમ 1824માં ક્વાર્ટ્ઝના સ્ફટિકમાં જોવા મળી. તે ઓછામાં ઓછી એકધ્રુવીય સમમિતિ અક્ષ ધરાવતા અવાહક સ્ફટિકીકૃત (crystallised) પદાર્થો વડે રજૂ થતી હોય છે. [ધ્રુવીયનો અર્થ સમમિતિ કેન્દ્ર (centre of symmetry).…
વધુ વાંચો >ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા
ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા (pneumatolysis) : મૅગ્મા(ભૂરસ)ના ઘનીભવન દરમિયાન તૈયાર થતા જતા અગ્નિકૃત ખડકોમાંના કે સહસંકલિત પ્રાદેશિક ખડકોમાંના અમુક પરિવર્તનશીલ ખનિજ ઘટકો ઉપર થતી મૅગ્માજન્ય વિવિધ ઉષ્ણ વાયુઓ અને બાષ્પની પ્રક્રિયાના ફેરફારોની ઘટના. આ ઘટનાને કારણે પરિણમતી પરિવર્તન-પેદાશોને ઉષ્ણબાષ્પીય ખનિજો કહે છે. જ્વાળામુખીમાંથી નીકળતા વાયુઓની સપાટી પર થતી અસરો, ઊંડાણમાં રહેલ અંતર્ભેદકોની…
વધુ વાંચો >ઊઝ
ઊઝ (ooze) : 30 %થી વધુ જીવજન્ય દ્રવ્યયુક્ત સૂક્ષ્મ દાણાદાર દરિયાઈ અગાધનિક્ષેપ (જુઓ ‘અગાધનિક્ષેપ’ ). મહાસાગરોના બેથિયલ અને એબિસલ (2,000 મીટરથી વધુ ઊંડાઈ) ક્ષેત્રના તળિયાના વિસ્તારમાં બે પ્રકારના અગાધનિક્ષેપો મળે છે : (1) જીવજન્ય ઊઝ, (2) રાતી માટી. (1) જીવજન્ય ઊઝના બે વિભાગો છે : (i) ચૂનાદ્રવ્યયુક્ત ઊઝ (2,000થી 3,900…
વધુ વાંચો >ઋષિકેશ
ઋષિકેશ : ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં ગંગાને કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 30o 07′ ઉ. અ., 78o 19′ પૂ. રે. તાજેતરનાં વર્ષોમાં વ્યસ્ત બની રહેલા એક નૂતન શહેર તરીકે વિકસતું ગયેલું ઋષિકેશ હરિદ્વારથી ઉત્તર તરફ 24 કિમી.ને અંતરે આવેલું છે. તેનું ધાર્મિક મહત્વ ગંગા નદી સાથે સંકળાયેલું છે. અહીં…
વધુ વાંચો >એકરૂપતાવાદ
એકરૂપતાવાદ (uniformitarianism) : ભૂસ્તરશાસ્ત્રના મૂલાધારસ્વરૂપ એક સંકલ્પના. આ સંકલ્પના અનુસાર આજે જે ભૂસ્તરીય પ્રવિધિઓ કાર્યરત છે તે ભૂતકાળમાં પણ કાર્યરત હતી અને ભૂતકાળની જેમ આજે પણ તેનાં પરિણામરૂપ પરિવર્તનો આપ્યે જાય છે તેમ માનવામાં આવે છે. તમામ ભૂસ્તરીય પ્રવિધિઓ એકસરખા દરથી કે એકસરખી ઉગ્રતાથી દરેક વખતે કાર્યાન્વિત રહેવી જ જોઈએ…
વધુ વાંચો >એકૉન્ડ્રાઇટ
એકૉન્ડ્રાઇટ (achondrite) : એક પ્રકારની પાષાણ-ઉલ્કા (stony meteorite). એકૉન્ડ્રાઇટ્સ પાષાણ-ઉલ્કાનો એક વર્ગ પણ છે. એકૉન્ડ્રાઇટ વર્ગની પાષાણ-ઉલ્કાઓમાં કૉન્ડ્રૂલ(પાયરૉક્સીન, ઑલિવિન, નિકલ લોહ અને ક્યારેક કાચના નાના, ગોળાકાર, દાણાદાર દ્રવ્યજથ્થા)નો અભાવ હોય છે. આ પ્રકારની પાષાણ-ઉલ્કાઓ સામાન્યત: વિરલ હોય છે. (જુઓ ઉલ્કા.) ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >એટના
એટના (Etna) : સિસીલી ટાપુ(ઇટાલી)ના પૂર્વભાગમાં આવેલો દુનિયાનો ખૂબ જ જાણીતો સક્રિય જ્વાળામુખી. ભૌગોલિક સ્થાન : 37o 46′ ઉ. અ. અને 15o 00′ પૂ. રે.. ભૂમધ્ય સમુદ્રમાં સિસીલી ટાપુના પૂર્વ કિનારા પરના કૅટાનિયા શહેરથી તે વાયવ્યમાં આવેલો છે. સિસીલીના લોકો તેને મોંજિબેલો (Mongibello) નામથી તથા આરબો તેને ‘જેબેલ અલ્લામત’ (Jebel…
વધુ વાંચો >ઍન્કેરેમાઇટ
ઍન્કેરેમાઇટ (ankaramite) : ઑગાઇટ-સમૃદ્ધ, ઓલિવિનયુક્ત ઘેરા રંગવાળો બેસાલ્ટ. ઘેરા રંગવાળાં ખનિજોના પ્રમાણને આધારે બેસાલ્ટ ખડકોનું એક સરળ વર્ગીકરણ કરવામાં આવેલું છે. બેસાલ્ટ ખડકો કે જેમાં ઘેરા રંગવાળાં ખનિજોનું પ્રમાણ સરેરાશ કરતાં વધુ હોય તેમને ‘Metabasalts’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બેસાલ્ટ ખડકો પ્લેજિયોક્લેઝ (મુખ્યત્વે લેબ્રેડોરાઇટ), ઑગાઇટ અને ઓલિવિન ખનિજોથી બનેલા…
વધુ વાંચો >