ગિરીશભાઈ પંડ્યા
ગુંફિત ઝરણાં
ગુંફિત ઝરણાં : ગૂંચવાયેલી, વાંકીચૂંકી, લાંબી દોરીઓની જેમ વિભાજિત થતા અને ફરીથી ભેગા થતા આંતરગૂંથણી રચતા જળમાર્ગોથી બનેલાં ઝરણાં કે નાની નદીઓ. ઝરણાંના માર્ગો વચ્ચે કાંપ કે રેતીની જમાવટથી રચાતા અવરોધો કે આડશોને કારણે જળવહનમાર્ગ બદલાઈ જાય છે. નદી કે ઝરણું જ્યારે પોતાની સાથે વહી આવતા કાંપને આગળ ધપાવી શકે…
વધુ વાંચો >ગેડ (fold), ગેડીકરણ (folding)
ગેડ (fold), ગેડીકરણ (folding) પૃથ્વીના પોપડામાં થતી મોટા પાયા પરની ભૂસંચલનક્રિયામાં ખડકસ્તરો દાબનાં વિરૂપક બળો(compressive stresses)ની અસર હેઠળ આવે ત્યારે તેમાં ઉત્પન્ન થતી વિવિધ પ્રકારની કરચલીઓ, સળ કે વળાંક જેવી સંરચના અને એનું નિર્માણ કરતી ઘટના. દરેક પ્રકારના ખડકો ગેડીકરણની અસર હેઠળ આવી શકે છે અને તેમાં સંકળાયેલા ખડકના પ્રકાર…
વધુ વાંચો >ગેડ પર્વત
ગેડ પર્વત : પર્વતોનો એક પ્રકાર. વિશાળ મહાસાગરોના તળના ભૂસંનતિમય થાળા પર લાખો વર્ષ સુધી થતી રહેલી દરિયાઈ કણજમાવટમાંથી સ્તરો પર સ્તરો જામી, બંધાઈ, જ્યારે ઘણી જાડાઈ પ્રાપ્ત કરે અને સમય જતાં આત્યંતિક બોજ થઈ જાય ત્યારે એ બધો નિક્ષેપજથ્થો જો ભૂસંચલનની ક્રિયામાં સંડોવાય તો વિવિધ વિરૂપક બળોની અસર હેઠળ…
વધુ વાંચો >ગૅડોલિનાઇટ
ગૅડોલિનાઇટ : રા. બં : Be2FeY2Si2O10 અથવા Be2Fe(YO)2 (SiO4)2. જ્યારે સીરિયમ ઑક્સાઇડ ભળેલું હોય ત્યારે તે સીરગૅડોલિનાઇટ કહેવાય છે. થીટ્રિયમ મૃદ અથવા ગૅડોલિનાઇટ મૃદ અંશત: સીરિયમ લેન્થેનમ અને ડિડિમિયમના ઑક્સાઇડથી વિસ્થાપિત થતાં જટિલ સમૂહ રચે છે, જેમાં ઠીક ઠીક પ્રમાણમાં ઍર્બિયમ, યેટેર્બિયમ, સ્કૅન્ડિયમ પણ હોય છે. સ્ફ. વ. : મૉનોક્લિનિક.…
વધુ વાંચો >ગૅબ્રો (gabbro)
ગૅબ્રો (gabbro) : અંત:કૃત પ્રકારનો, ઘેરા રંગવાળો, બેઝિક અગ્નિકૃત સ્થૂળ દાણાદાર (આશરે 1 ચોસેમી. કદ) ખનિજોવાળો ખડક. આ પ્રકારના ખડકો સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળા હોય છે. તે બેઝિક પ્લેજિયોક્લેઝ (લૅબ્રેડોરાઇટથી ઍનોર્થાઇટ – પ્રકારભેદે 35 %થી 65 % પ્રમાણ) તેનાથી થોડાક જ ઓછા પાયરૉક્સિન (ઑગાઇટ અને/અથવા હાઇપરસ્થીન) અને ઘણુંખરું થોડા ઘણા પ્રમાણવાળા…
વધુ વાંચો >ગૉજ
ગૉજ : એક પ્રકારનું ખડકદ્રવ્ય. ભૂસંચલનક્રિયા દરમિયાન ખડકોમાં ઉદભવતા સ્તરભંગને કારણે સ્તર ખસતાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે, પરિણામે ખડકની દીવાલો કચરાઈને, દળાઈને, શેકાઈને, સૂક્ષ્મદાણાદાર ખડકદ્રવ્ય ઉત્પન્ન કરે છે. સંજોગ-ભેદે તે ખડક જેવું સખત કે માટી જેવું નરમ, છૂટું હોઈ શકે છે. સ્તરભંગ વખતે પરિણમતા સ્તરભંગ-બ્રેક્સિયા સાથે પણ તે ઘણી વાર…
વધુ વાંચો >ગોડ્ડા (Godda)
ગોડ્ડા (Godda) : ઝારખંડ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50´ ઉ. અ. અને 87° 13´ પૂ. રે.ની આજુબાજુનો 2,110 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં અને ઉત્તરે બિહારના બંકા અને ભાગલપુર જિલ્લા, ઈશાન અને પૂર્વ તરફ સાહિબગંજ…
વધુ વાંચો >ગોનિયોમીટર
ગોનિયોમીટર : સ્ફટિકોના આંતરફલક કોણ માપવાનું સાધન. આંતરફલક કોણમાપન માટે બે પ્રકારનાં સાધન ઉપયોગમાં લેવાય છે : (1) સંપર્ક ગોનિયોમીટર (contact goniometer) : આ સાધન મહાસ્ફટિકોના આંતરફલક કોણ માપવા માટે વપરાય છે. તેની રચનામાં અર્ધગોળાકાર અંકિત કોણમાપકની નીચેની સીધી પટ્ટીના મધ્યબિંદુ સાથે અન્ય એક સીધી પટ્ટી સરળતાથી ફેરવી શકાય તે…
વધુ વાંચો >ગોપાલગંજ
ગોપાલગંજ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 12´થી 26° 39´ ઉ. અ. અને 83° 54´થી 84° 55´ પૂ. રે.ની વચ્ચેનો 2,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યે ઉત્તરપ્રદેશનો દેવરિયા જિલ્લો અને ઉત્તરે બિહારનો પશ્ચિમ ચંપારણ જિલ્લો,…
વધુ વાંચો >ગોરખપુર
ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…
વધુ વાંચો >