ગિરીશભાઈ પંડ્યા
સ્ટાર ઑવ્ સાઉથ આફ્રિકા
સ્ટાર ઑવ્ સાઉથ આફ્રિકા : દક્ષિણ આફ્રિકામાંથી મળેલો તત્કાલીન સર્વપ્રથમ મોટા કદનો હીરો. 1869માં ઑરેન્જ નદીકાંઠેથી ત્યાંના વતની એક ભરવાડના છોકરાને મળેલો, તેણે તે હીરો બોઅર વસાહતીને 500 ઘેટાં, 10 બળદ અને 1 ઘોડાના બદલામાં વેચેલો. મૂળ સ્થિતિમાં તેનું વજન 84 કૅરેટ હતું. તે પછીથી તેને કાપીને 48 કૅરેટનો બનાવાયેલો.…
વધુ વાંચો >સ્ટિબનાઇટ
સ્ટિબનાઇટ : ઍન્ટિમનીનું ખનિજ. રાસા. બં. : Sb2S3. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે નાજુક, પ્રિઝમેટિક, ઘણી વાર ઊભાં રેખાંકનોવાળા, વળેલા કે વળવાળા; વિકેન્દ્રિત સમૂહ સ્વરૂપે કે સોયાકાર સ્ફટિકોના મિશ્રસમૂહો; ક્યારેક પતરીમય, સ્તંભાકાર, દાણાદાર કે ઘનિષ્ઠ દળદાર પણ મળે. યુગ્મતા (130) કે (120) ફલક પર, પણ…
વધુ વાંચો >સ્ટિલબાઇટ
સ્ટિલબાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : NaCa2Al5Si13O3616H2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે વધસ્તંભની આકૃતિવાળા, આંતરગૂંથણી યુગ્મ-સ્વરૂપે મળે. યુગ્મસ્ફટિકો લગભગ સમાંતર સ્થિતિમાં બાણના ભાથા જેવા સમૂહો રચે; છૂટા, સ્વતંત્ર સ્ફટિકો ભાગ્યે જ મળે. વિકેન્દ્રિત, પતરીમય, ગોલકો કે દળદાર સ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા (001) ફલક…
વધુ વાંચો >સ્ટુઅર્ટ જ્હૉન મૅકડોઅલ
સ્ટુઅર્ટ, જ્હૉન મૅકડોઅલ (જ. 1815; અ. 1866) : સ્કૉટલૅન્ડવાસી. ખૂબ જ હિંમતબાજ અને સહિષ્ણુ અભિયાનકાર. તેમણે 1862માં ઑસ્ટ્રેલિયા ખંડનું દક્ષિણથી ઉત્તર તરફનું અભિયાન કરેલું. આ અગાઉ 1858માં દક્ષિણ ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગને પણ તેઓ ખૂંદી વળેલા. આ અભિયાનને પરિણામે 1863માં દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યે નૉર્ધર્ન ટેરિટરીનો કબજો મેળવેલો. તે પછીથી જે માર્ગે…
વધુ વાંચો >સ્ટુઅર્ટ ટાપુ
સ્ટુઅર્ટ ટાપુ (Stewart Island) : ન્યૂઝીલૅન્ડના મુખ્ય ત્રણ ટાપુઓ પૈકીનો દક્ષિણે આવેલો ટાપુ. ન્યૂઝીલૅન્ડના બીજા ક્રમના દક્ષિણ ટાપુ અને સ્ટુઅર્ટ ટાપુ વચ્ચે 24 કિમી. પહોળી ફોવિયક્સની સામુદ્રધુની આવેલી છે. ભૌગોલિક સ્થાન : 47° દ. અ. અને 168° પૂ. રે.. વિસ્તાર : 1,746 ચોકિમી.. તેની ઉત્તરે ફોવિયક્સની સામુદ્રધુની અને પૂર્વ, દક્ષિણ…
વધુ વાંચો >સ્ટૅક (stack)
સ્ટૅક (stack) : ઘસારાનાં પરિબળો દ્વારા તૈયાર થતું ટાપુ જેવા આકારનું ભૂમિસ્વરૂપ. દરિયાકિનારા નજીકનો ભૂમિભાગ અનુકૂળ સંજોગો હેઠળ દરિયાઈ મોજાંની અસરને કારણે જો બે બાજુથી ઘસાતો જાય તો એક લાંબા જિહવાગ્ર ભાગ જેવો ભૂમિઆકાર તૈયાર થાય છે. પછીથી આવો વિભાગ છેડાઓ પરથી પણ મોજાંઓની પછડાટને કારણે ઘસાઈ જાય છે અને…
વધુ વાંચો >સ્ટેટન આઇલૅન્ડ
સ્ટેટન આઇલૅન્ડ : ન્યૂયૉર્ક શહેરના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 35´ ઉ. અ. અને 74° 09´ પ. રે.. તે ન્યૂયૉર્ક ઉપસાગરમાં મૅનહટ્ટન ટાપુથી નૈર્ઋત્યમાં 8 કિમી.ને અંતરે ટાપુ રૂપે આવેલો છે. તે ન્યૂયૉર્ક શહેરનો ઝડપથી વિકસતો જતો વિસ્તાર ગણાય છે. આ ટાપુ મૅનહટ્ટન સાથે ફેરીસેવાથી સંકળાયેલો…
વધુ વાંચો >સ્ટેનલી (Stanley)
સ્ટેનલી (Stanley) : (1) પર્વત : પૂર્વ આફ્રિકાના મધ્યભાગમાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 4° 19´ દ. અ. અને 15° 15´ પૂ. રે.. તે ઝાયર અને યુગાન્ડા વચ્ચેની સીમા પર આવેલી રુવેન્ઝોરી હારમાળાનો એક ભાગ છે. આ હારમાળામાં ઊંચાં શિખરોના છ સમૂહો આવેલા છે. સ્ટેનલી શિખર સમૂહ સરેરાશ 4,900 મીટર…
વધુ વાંચો >સ્ટેનાઇટ (stannite)
સ્ટેનાઇટ (stannite) : ઘંટની બનાવટમાં ઉપયોગી ધાતુખનિજ. રાસા. બં. : કલાઈનું સલ્ફાઇડ. Cu2S·FeS·SnS2. તાંબુ : 29.5 %. લોહ : 13.1, કલાઈ : 27.5 %. ગંધક : 29.9. સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ-સ્ફિનૉઇડલ; યુગ્મતાને કારણે સ્યુડોઆઇસોમૅટ્રિક-ટેટ્રાહેડ્રલ. સ્ફ. સ્વ. : યુગ્મ સ્ફટિકો; દળદાર, દાણાદાર અને વિખેરણ રૂપે. ચમક : ધાત્વિક. સંભેદ : ક્યૂબિક-અસ્પષ્ટ.…
વધુ વાંચો >સ્ટૅમ્ફર્ડ થૉમસ રૅફલ (સર)
સ્ટૅમ્ફર્ડ, થૉમસ રૅફલ (સર) (જ. 5 જુલાઈ 1781; અ. 5 જુલાઈ 1826) : સિંગાપોરના આદ્યસ્થાપક. 14 વર્ષની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન ખાતેની મધ્યસ્થ કચેરીમાં કારકુન તરીકે જોડાયા. કેટલાંક વર્ષો પછી જાવા(ઇન્ડોનેશિયા)ના ગવર્નર બન્યા. ત્યાં રહીને તેમણે ત્યાંના સમાજજીવનમાં ઘણા વિકાસલક્ષી સુધારા કર્યા. ડચ લોકોને હંફાવવા કંપનીના નિર્ણયની પરવા…
વધુ વાંચો >