ગિરીશભાઈ પંડ્યા

કણજમાવટ

કણજમાવટ (sedimentation) : કણો દ્વારા થતી નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠ પરના ખડક-ખનિજ જથ્થા પર સતત કાર્યરત રહેતાં ભૌતિક, રાસાયણિક, જીવરાસાયણિક ખવાણ, ઘસારો અને ધોવાણનાં પરિબળો દ્વારા તેમાંથી છૂટા પડતા નાનામોટા કદ અને આકારના ટુકડા તેમજ કણોની ગુરુત્વાકર્ષણ, પવન કે પાણી મારફતે વહનક્રિયા થઈને પાણીમાં કે ભૂમિ પરનાં અનુકૂળ સ્થાનોમાં એકત્રીકરણથી જમાવટ થાય…

વધુ વાંચો >

કણરચના

કણરચના (textures) : વિવિધ પ્રકારના ખડકોમાં જોવા મળતી ઘટકોની પરસ્પર ગોઠવણી અથવા ખનિજસ્ફટિકો અને સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય કે કાચદ્રવ્યની ગોઠવણી. પૃથ્વીના બંધારણમાં રહેલા ખડકોમાં ખનિજો કે ખડક-ટુકડા જેવા ઘટકોની પરસ્પર ભૌમિતિક ગોઠવણી અથવા ખનિજકણો વચ્ચે ગોઠવણીનો આંતરસંબંધ જોવા મળે છે. જુદા જુદા ખડકોમાં જુદી જુદી કણરચના હોઈ શકે છે, જેના…

વધુ વાંચો >

કણશ: વિસ્થાપન

કણશ: વિસ્થાપન (metasomatism) : એક ઘટક બીજા ઘટક દ્વારા વિસ્થાપિત થતો હોય તેવી ભૂસ્તરીય પ્રક્રિયા. ભૂસ્તરશાસ્ત્રીય પરિભાષામાં વિસ્થાપન એ બહોળા અર્થ-વિસ્તારવાળો શબ્દ છે. નીચેની પ્રક્રિયાઓ વિસ્થાપનપ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે : (1) એક આયન દ્વારા અન્ય આયનનું થતું વિસ્થાપન આણ્વિક રચનાને યથાવત્ રાખીને થાય; જેમ કે સિલિકેટ ખનિજોમાંનું Si||||, A1||| દ્વારા…

વધુ વાંચો >

કન્નુર

કન્નુર (Kannur) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેનું જૂનું નામ કાનાનોર (cannanore) હતું. ભૌગોલિક સ્થાન : તે 11o 40’થી 12o 48′ ઉ. અ. અને 74o 52’થી 75o 56′ પૂ. રે. વચ્ચેનો 2,966 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યની…

વધુ વાંચો >

કન્યાકુમારી

કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કયાલ

કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને…

વધુ વાંચો >

કરાઇકલ

કરાઇકલ (Karaikal) : ભારતના સંઘપ્રદેશ પોંડિચેરીના ચાર જિલ્લાઓ પૈકીનો એક તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 10o 51’થી 11o 00 ઉ. અ. અને 79o 43’થી 79o 52′ પૂ. રે. વચ્ચેનો 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પોંડિચેરીથી દક્ષિણે 150 કિમી.ને અંતરે આવેલો છે. તેની…

વધુ વાંચો >

કરીમગંજ

કરીમગંજ : અસમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 50′ ઉ. અ. અને 92o 50′ પૂ. રે.ની આજુબાજુનો 1,839 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાંગ્લાદેશની સીમા તથા કચાર જિલ્લાનો કેટલોક ભાગ, પૂર્વ તરફ હૈલાકાંડી જિલ્લો, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્યની સીમા,…

વધુ વાંચો >

કરીમનગર

કરીમનગર : તેલંગાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 18oથી 19o ઉ. અ. અને 78o 30’થી 80o 31′ પૂ. રે. વચ્ચેનો 11,823 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આદિલાબાદ, પૂર્વ તરફ ગોદાવરી, દક્ષિણ તરફ વારંગલ, પશ્ચિમ તરફ મેડક તથા વાયવ્ય તરફ…

વધુ વાંચો >

કર્નાલ

કર્નાલ (Karnal) : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 29o 09′ 50”થી 29o 59′ ઉ. અ. અને 76o 31′ 15”થી 77o 12′ 45” પૂ. રે. વચ્ચેનો 2,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્યમાં કુરુક્ષેત્ર જિલ્લો, પશ્ચિમ તરફ…

વધુ વાંચો >