ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ

લૉકગેટ

લૉકગેટ : જેમાં છેડાઓ (ends) ખુલ્લા હોય તેવી લંબચોરસ આકારની એક ચૅમ્બર કે જેમાં દરવાજાઓની મદદથી બે અલગ અલગ સ્તર ધરાવતાં પાણી વચ્ચે જહાજને સ્થાનાંતરિત કરી શકાય. લૉકગેટની મદદથી જહાજને ગોદી(Dock)માં દાખલ કરી શકાય છે. આ ચૅમ્બરના છેડાઓ પર ખોલ-બંધ કરી શકાય તેવા દરવાજાઓ જડવામાં આવે છે. આ કારણસર આ…

વધુ વાંચો >

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development)

વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development) : વિજ્ઞાન એટલે કોઈ પણ પ્રક્રિયાને (કે પ્રશ્ર્નને) ચોતરફથી તેની સમગ્રતયામાં સમજવી/જાણવી. કુદરતી ક્રિયાઓનું કારણ (રહસ્ય) સમજવું, પણ કશું અધ્ધરતાલ માની લેવું નહિ તે વિજ્ઞાનનું હાર્દ છે. વિજ્ઞાન દ્વારા પ્રક્રિયાઓ સમજી જે સિદ્ધાંતો ઊભા થાય તેમના જ્ઞાનનો નવી ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ…

વધુ વાંચો >

વેસ્ટિંગહાઉસ, જ્યૉર્જ

વેસ્ટિંગહાઉસ, જ્યૉર્જ (જ. 1846; અ. 1914) : અમેરિકા સ્થિત શોધક અને ઉદ્યોગપતિ. તેમણે અમેરિકામાં વિદ્યુત-પ્રસારણ માટે પ્રથમ વાર એ. સી. વિદ્યુતપ્રવાહનો ઉપયોગ કર્યો. ભૂમિદળ અને નૌકાદળમાં કાર્ય કરી 1865માં ‘રોટરી સ્ટીમ એન્જિન’નું પેટન્ટ મેળવ્યું. આ જ રચનાનો ઉપયોગ પાણીમાપક ઉપકરણ તૈયાર કરવામાં કર્યો. તે જ અરસામાં પાટા પરથી ખડી ગયેલ…

વધુ વાંચો >

શક્તિ-પરિવર્તકો (power-convertors)

શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે  મિલી-વૉટની રમકડાની મોટરથી…

વધુ વાંચો >

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં)

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં) : દાગીનામાં છિદ્ર (શાર) પાડવા તેમજ તે માટેનાં પાનાં અને યંત્રો. વસ્તુને કે તેના ભાગોને જ્યારે એકબીજા સાથે જોડવાનાં થાય ત્યારે જો સ્ક્રૂ કે પિનથી જોડવાની રીત વાપરીએ તો છિદ્ર પાડવાનો પ્રશ્ર્ન ઊભો થાય છે. દાગીનો કયા પદાર્થ(લાકડું, પ્લાસ્ટિક કે ધાતુ)નો બનેલો છે, કુલ કેટલાં…

વધુ વાંચો >

શારકામ-ભૂસ્તરીય (drilling-geological)

શારકામ–ભૂસ્તરીય (drilling-geological) : જમીન કે દરિયામાં, પાણીના સ્રોત માટે, ખનિજ-તેલ/વાયુ માટે, ખાણો માટે, બોગદા (ટનલિંગ) માટે કે પૃથ્વીના પેટાળના અભ્યાસ માટે કરાતું શારકામ. શારકામ-ક્રિયા વર્ષોજૂની છે. તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. જમીનતળમાં રહેલ પાણીને શારકામ કરી મેળવવું તે જૂની અને જાણીતી રીત છે. ઉત્તરોત્તર પાણીના બોરની સંખ્યા જે રીતે…

વધુ વાંચો >

શિકારા (શિકારો) (Houseboat)

શિકારા (શિકારો) (Houseboat) : સહેલગાહ માટે વપરાતી નાના કદની હોડી (boat). શ્રીનગર(કાશ્મીર)માં પર્યટકોના સહેલગાહ માટે શિકારાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ‘શિકારા એટલે પાણી પર તરતી નાની હોટેલ’ એમ પણ કહી શકાય. કાશ્મીરમાં ડાલ સરોવર અને નાગિન સરોવરના નિશ્ચિત ભાગમાં શિકારાઓ વપરાય છે. શિકારાને ‘કાશ્મીરી ગોંડોલા’ પણ કહેવાય છે. શિકારાઓનો…

વધુ વાંચો >