ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT)

સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT) : પ્રાણી અને વનસ્પતિના કુદરતી રહેણાક(નિવાસ)ને લગતા (ઊભા થતા) પ્રશ્નોના નિરાકરણ બાબતે જરૂરી આયોજન અને સંચાલનકાર્ય અંગે શિક્ષણ આપતી આગવી સંસ્થા. 1962માં સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર તરીકે શરૂ થયેલ આ સંસ્થા હવે 2005 સુધીમાં રહેણાક(habitat)-સંલગ્ન અનેક વિષયોને આવરી લેતી એક મોટી વિદ્યાસંકુલ બની ગઈ…

વધુ વાંચો >

સેવા-ઉદ્યોગો

સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

સ્નાનગૃહ (swimming-pool)

સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…

વધુ વાંચો >

સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines)

સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines) : બધાં કાર્યો આપમેળે થાય તેવી વ્યવસ્થા અને તેવી વ્યવસ્થાવાળાં યંત્રો. ઉત્પાદનક્ષેત્રે અનેકવિધ પ્રકારે પરિવર્તનો થયાં છે તેમાં સ્વયંસંચાલન એ મોટી બાબત છે. ઉત્પાદન-ક્ષેત્રે માત્ર મોટા જથ્થાના ઉત્પાદન(mass production)માં જ નહિ; પરંતુ નાના ઉત્પાદનમાં પણ સ્વયંસંચાલન એ એક મોટી ક્રાંતિ ગણાય છે.…

વધુ વાંચો >