ગણિત
સંખ્યાસંહતિ (Number System)
સંખ્યાસંહતિ (Number System) : પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂ કરી ક્રમશ: પૂર્ણાંકો, સંમેય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ તથા છેલ્લે સંકર સંખ્યાઓ સુધી વિકસતો સંખ્યાગણ. ગણિતજ્ઞ ક્રૉનેકરે કહ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, ……… ઈશ્વરદત્ત છે, બાકી બધી સંખ્યાઓ માનવીનું સર્જન છે. માનવી ગણતરી કરતો થાય એટલે પ્રાકૃતિક સંખ્યાઓને ઓળખતો થાય.…
વધુ વાંચો >સાતત્ય (વિધેયનું)
સાતત્ય (વિધેયનું) (continuity of a function) : ગણિતમાં કલનશાસ્ત્ર માટેનો પાયાનો એક ખ્યાલ. ધારો કે A અને B વાસ્તવિક સંખ્યાગણના ઉપગણો છે અને વિધેય f Aથી B પરનું વિધેય છે. a ∈ A માટે જ્યારે x aની નજીક હોય ત્યારે f(x) જો f(a)ની નજીક હોય તો f a આગળ સતત…
વધુ વાંચો >સુરેખ આયોજન (linear programming)
સુરેખ આયોજન (linear programming) : વાણિજ્યપ્રવૃત્તિ અથવા ઉત્પાદનકાર્ય કરવા અંગે વિવિધ પ્રકારનાં દબાણો અને મૂંઝવણ ભરેલી સમસ્યાઓ ઊભી થઈ હોય ત્યારે તેમનો ઉકેલ લાવવા માટે કેવા મહત્તમ અથવા લઘુતમ સ્તરે કાર્ય કરવા અંગે નિર્ણય લેવા માટે વિકસાવેલી ગાણિતિક પ્રવિધિ. ધંધાનો મુખ્ય હેતુ મહત્તમ નફાનો હોય છે અને તે માટે ન્યૂનતમ…
વધુ વાંચો >સુવર્ણ-આંક (gold number)
સુવર્ણ–આંક (gold number) : વિશિષ્ટ રીતે બનાવેલા (0.5થી 0.06 ગ્રા./લિ. સોનું ધરાવતા) સોના(gold)ના લાલ વિલય(sol)માં 10 % સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના 1 મિલિ.ને ઝડપથી ઉમેરવામાં આવે ત્યારે વિલયનું ઘટ્ટીભવન (coagulation) થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા સંરક્ષક (protective) કલિલનો મિગ્રા.માં જથ્થો. કોઈ એક ધાતુના વિલયમાં સરેશ જેવો સ્થાયી (stable) કાર્બનિક કલિલી પદાર્થ…
વધુ વાંચો >સેલ્ટન રીનહાર્ડ
સેલ્ટન, રીનહાર્ડ (જ. 5 ઑક્ટોબર 1930, બ્રેસલૉ, જર્મની) : વિખ્યાત જર્મન ગણિતજ્ઞ તથા 1994ના વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને ‘રમતના સિદ્ધાંત’(Game theory)ના નિષ્ણાત ગણવામાં આવે છે. મિશ્ર હિત ધરાવતા સ્પર્ધકો વચ્ચે થતી રસાકસીની પ્રક્રિયા પર પ્રકાશ પાડતો ગણિતશાસ્ત્રનો આ જાણીતો સિદ્ધાંત છે. તેમના પિતા પુસ્તકવિક્રેતા હતા. જર્મનીની ફ્રૅન્કફર્ટ…
વધુ વાંચો >સ્થિતિશાસ્ત્ર (statics)
સ્થિતિશાસ્ત્ર (statics) : દૃઢ (rigid) પદાર્થ ઉપર બળોના સમતોલન(equillibrium)નો સિદ્ધાંત. તે યંત્રશાસ્ત્ર(mechanics)ની એક શાખા છે. બીજી રીતે સ્થિર કે અચળ ગતિ કરતા પદાર્થ ઉપર લાગતાં બળોની અસરનું વિજ્ઞાન છે. સ્થિર કે અચળ ગતિ અને એક જ દિશા ધરાવતા પદાર્થ સાથે સ્થિતિશાસ્ત્ર નિસબત ધરાવે છે. આવો પદાર્થ સમતોલનમાં હોય છે. સ્થિતિશાસ્ત્રનો,…
વધુ વાંચો >હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ
હાર્ડી, ગોડફ્રે હેરાલ્ડ (જ. 1877; અ. 1947) : સરેના ક્રેમલેમાં જન્મ. જાણીતા અંગ્રેજ ગણિતશાસ્ત્રી, જેમણે 1910થી 1945ના ગાળામાં જે. ઈ. લિટલવુડ સાથે સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો, અસમતા અને રીમાનના હાઇપૉથિસિસ ઉપર સો જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં. સુરેખા પર રીમાન ઝીટા વિધેયનાં અનંત ગણા (infinitely many) શૂન્યો હોય છે. ગોડફ્રે હેરાલ્ડ…
વધુ વાંચો >હિલ્બર્ટ ડેવિડ
હિલ્બર્ટ, ડેવિડ (જ. 23 જાન્યુઆરી 1862, કોનિગ્ઝબર્ગ, પ્રશિયા; અ. 14 ફેબ્રુઆરી 1943, ગોટિંજન, જર્મની) : ‘હિલ્બર્ટ અવકાશ’ વિભાવનાના પ્રણેતા જર્મન ગણિતી. હિલ્બર્ટે કોનિગ્ઝબર્ગ અને હેઇડલબર્ગ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે થોડો સમય પૅરિસ અને લિપઝિગમાં પણ ગાળ્યો હતો. ઈ. સ. 1884માં કોનિગ્ઝબર્ગમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1886થી 1892 દરમિયાન કોનિગ્ઝબર્ગ…
વધુ વાંચો >હેમિલ્ટન વિલિયમ રૉવન (સર)
હેમિલ્ટન, વિલિયમ રૉવન (સર) [જ. 3 ઑગસ્ટ 1805, ડબ્લિન (આયર્લૅન્ડ); અ. 2 સપ્ટેમ્બર 1865, ડબ્લિન] : આયર્લૅન્ડના ન્યૂટન તરીકે ખ્યાતનામ, અનેક ભાષાઓના જાણકાર અને મહાન ગણિતશાસ્ત્રી. વિલિયમ રૉવન હેમિલ્ટન (સર) ત્રણ વર્ષની ઉંમરે તેમણે અસાધારણ પ્રતિભા દર્શાવી હતી. પાંચ વર્ષની ઉંમરે તે લૅટિન, ગ્રીક અને હિબ્રૂ વાંચી શકતા અને ભાષાંતર…
વધુ વાંચો >