ગણિત
લીજેન્ડર, એડ્રીન મારી
લીજેન્ડર, એડ્રીન મારી (જ. 18 સપ્ટેમ્બર 1752, પૅરિસ; અ. 18 જાન્યુઆરી 1833, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. સંશોધન-કારકિર્દીનાં ઘણાં વર્ષો ઉપવલીય સંકલ(elliptic integral)ના અભ્યાસમાં ગાળ્યાં. 1775થી 1780ના ગાળા દરમિયાન લીજેન્ડર ઇકોલ મિલિટેરમાં ગણિતના પ્રાધ્યાપક હતા. 1795માં ઇકોલ નૉર્મેલમાં ગણિતના પ્રાધ્યાપક થયા. તેમના સહકાર્યકર પીરી સી માઁ લાપ્લાસના તેમના તરફના પૂર્વગ્રહને કારણે…
વધુ વાંચો >લૅગ્રાંઝ, જોસેફ લૂઈ
લૅગ્રાંઝ, જોસેફ લૂઈ (Lagrange, Joseph Louis) (જ. 25 જાન્યુઆરી 1736, તુરીન-સાર્ડિનિયા, ઇટાલી; અ. 10 એપ્રિલ 1813, પૅરિસ) : ન્યૂટન પછીના સમયમાં થયેલા અને ‘વૈશ્ર્લેષિક યંત્રવિદ્યા’ (Mecanique Analytique) નામના પુસ્તકથી જાણીતા થયેલા ગણિતશાસ્ત્રી. પિતૃપક્ષે તેઓ ફ્રેન્ચ હતા. તેમના પિતા સાર્ડિનિયાના રાજાના કોષાધ્યક્ષ હતા. તેમણે સટ્ટાખોરીમાં પોતાની બધી મિલકત ગુમાવી હતી. આથી…
વધુ વાંચો >લૅટિસ
લૅટિસ : લૅટિસ એટલે અમુક નિશ્ચિત ગુણધર્મોવાળા આંશિક ક્રમસંબંધથી સંપન્ન ગણ. જેમ લૅટિસને ક્રમસંપન્ન માળખા તરીકે જોઈ શકાય તેમ તેને દ્વિક્રિયાસંપન્ન એટલે કે બૈજિક માળખા તરીકે પણ જોઈ શકાય. કોઈ ગણ S પર આંશિક ક્રમ ‘≤’ એટલે નીચેના ગુણધર્મો ધરાવતો દ્વિસંબંધ. Sમાંના તમામ સભ્યો x, y, z માટે (1) x…
વધુ વાંચો >લૅટિસ ગતિશાસ્ત્ર (Lattice Dynamics) અથવા લૅટિસ કંપનો (Lattice Vibrations)
લૅટિસ ગતિશાસ્ત્ર (Lattice Dynamics) અથવા લૅટિસ કંપનો (Lattice Vibrations) : સમતોલ અવસ્થામાં લૅટિસ તત્વો n, n + 1 નાં દોલનો. લૅટિસ ગતિશાસ્ત્ર અથવા લૅટિસ કંપનો સમજવા માટે એક સરળ પ્રયાસના ભાગ રૂપે અનંત લંબાઈ ધરાવતી એક સમાન દળ ધરાવતા પરમાણુઓની એક-પરિમાણીય સુરેખ લૅટિસની કલ્પના કરવામાં આવે છે. આ લૅટિસમાં ઉત્પન્ન…
વધુ વાંચો >લોબાચેવ્સ્કી, નિકોલાઈ ઇવાનોવિચ
લોબાચેવ્સ્કી, નિકોલાઈ ઇવાનોવિચ (જ. 1 ડિસેમ્બર 1792, નીઝ્ની – નોગોશેડ – રશિયા; અ. 24 ફેબ્રુઆરી 1856, કઝાન) : રશિયન ગણિતશાસ્ત્રી, જેમને હંગેરીના ગણિતી યાસ્નોક બોલ્યાઈ સાથે અયૂક્લિડીય ભૂમિતિના જનક ગણવામાં આવે છે. લોબાચેવ્સ્કી સરકારી અધિકારીના પુત્ર હતા. ચૌદ વર્ષની ઉંમરે વિદ્યાર્થી તરીકે તેઓ કઝાન વિશ્વવિદ્યાલયમાં જોડાયા તે પછીનું તેમનું સમગ્ર…
વધુ વાંચો >લૉવેલ, પર્સિવલ
લૉવેલ, પર્સિવલ (જ. 1855; અ. 1916) : અમેરિકાના એક સારા ગણિતશાસ્ત્રી, ખગોળના જ્ઞાતા, પાણીદાર વક્તા અને તેજસ્વી લેખક. એક જાણીતા ધનાઢ્ય પરિવારમાં જન્મેલા લૉવેલ ખગોળમાં શોખ ધરાવતા હતા. મુખ્યત્વે તેમને મંગળ પરની નહેરોના પ્રખર હિમાયતી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ગ્રહોનાં સંશોધનોમાં ઘણો રસ હતો અને ખાસ તો મંગળ…
વધુ વાંચો >વરાહમિહિર
વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને…
વધુ વાંચો >વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ)
વસાવડા મહાવીર હરિપ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1936, જૂનાગઢ) : ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, સ્પષ્ટ વિચારક તથા પ્રભાવશાળી વક્તા. મહાવીર જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી 1958માં ગણિત વિષય સાથે બી.એસસી. થયા. કૉલેજકાળ દરમિયાન વક્તૃત્વકળામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. તેઓ એમ. એસસી. દ્વારા મુંબઈ ગયા અને 1960માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે પાસ…
વધુ વાંચો >વાઇલ્સ, એન્ડ્રુ જૉન
વાઇલ્સ, એન્ડ્રુ જૉન (જ. 11 એપ્રિલ 1953, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ફર્માના છેલ્લા પ્રમેય તરીકે જાણીતા, સાડા ત્રણસો વર્ષ સુધી વણઉકેલ્યા રહેલા ગણિતના જગપ્રસિદ્ધ કોયડાનો ઉકેલ શોધનાર વિદ્યમાન બ્રિટિશ ગણિતશાસ્ત્રી. તેમણે 1974માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ઉપાધિ મેળવી અને 1980માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પ્રા. જૉન કોટ્સ(John Coates)ના માર્ગદર્શન હેઠળ ઉપવલીય વક્રો(Elliptic curves)ના વિષયમાં…
વધુ વાંચો >વાઘેલા, રવુભા નારુભા
વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ…
વધુ વાંચો >