ગણિત
મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર
મહાલેનોબીસ, પ્રશાંતચંદ્ર (જ. 29 જૂન 1893, કલકત્તા; અ. 29 જૂન 1972) : ભારતના ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી અને ખ્યાતનામ આંકડાશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ કલકત્તામાં લીધું. 1912માં કલકત્તા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક (ઑનર્સ) થયા. 1915માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયા. તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કર્યો. અહીં…
વધુ વાંચો >મહાવીરાચાર્ય
મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ.…
વધુ વાંચો >મંડળ (ગણિત)
મંડળ (ગણિત) : પૂર્ણાંકોની જેમ જેમાં સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ છૂટથી થઈ શકે તે ગણ. મંડળમાં સંખ્યાઓ જ હોય તે જરૂરી નથી. મંડળો શ્રેણિકોથી પણ બની શકે, સતત વિધેયો પણ મંડળ રચી શકે અને મંડળના સભ્યો બહુપદીઓ પણ હોઈ શકે. આ કારણે ઉપર સરવાળા, બાદબાકી અને ગુણાકારનો ઉલ્લેખ છે…
વધુ વાંચો >માધવ
માધવ (1340થી 1425 દરમિયાન) : કેરળના જાણીતા ગણિતી અને ખગોળશાસ્ત્રી. કેરળના બ્રાહ્મણોની એમ્પ્રાણ તરીકે ઓળખાતી પેટાજ્ઞાતિમાં જન્મેલા માધવ સંગમગ્રામના વતની હતા. તેમના ગામનું નામ ઇલન્નીપલ્લી હતું. તેમના ગાણિતિક પ્રદાન અંગે પ્રો. સી. ટી. રાજગોપાલે સંશોધનકાર્ય કરેલું છે. હિંદુ ખગોળશાસ્ત્રની કેરળ વિચારધારા અનુસાર રચાયેલા ઇતિહાસમાંથી તેમના પ્રદાન અંગેની કેટલીક વિગતો જાણવા…
વધુ વાંચો >માપનસૂત્રો (Mensuration Formulae)
માપનસૂત્રો (Mensuration Formulae) : વક્રોની લંબાઈ, સતમલ પરની વિવિધ આકૃતિઓનાં ક્ષેત્રફળ, વિવિધ ઘન પદાર્થોનાં ઘનફળ અને વક્ર સપાટીઓનાં પૃષ્ઠફળ વગેરે શોધવાનાં સૂત્રો. તેનો ઉપયોગ રોજિંદા વ્યવહારમાં અને ખાસ કરીને ઇજનેરી વિદ્યાશાખામાં કરવામાં આવે છે; જેમ કે, જમીનના સર્વેક્ષણ (survey) માટે, રેલવે એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક પ્રકલ્પ (project) વગેરેમાં. આ સૂત્રોનો અભ્યાસ…
વધુ વાંચો >મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ
મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ (જ. 17 નવેમ્બર 1790, શૂલફોર્ટા સૅક્સની; અ. 26 સપ્ટેમ્બર 1868, લાઇપઝિગ) : જર્મન ગણિતી અને સૈદ્ધાંતિક ખગોળવેત્તા. વૈશ્લેષિક ભૂમિતિ અને સંસ્થિતિવિદ્યા પરના કામ માટે તેઓ જાણીતા છે. સંસ્થિતિવિદ્યામાંયે ખાસ કરીને એક પૃષ્ઠવાળી સપાટી ‘મુબિયસ પટ્ટી’ના સંશોધન માટે તેઓ જાણીતા છે. 1815માં મુબિયસ લાઇપઝિગ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક થયા…
વધુ વાંચો >મુબિયસ પટ્ટી
મુબિયસ પટ્ટી (MÖbius Strip) : કાગળની લંબચોરસ પટ્ટીને અડધો આમળો (half twist) આપ્યા પછી તેના છેડાને ચોંટાડવાથી મળતી એકપાર્શ્વી (one-sided) પટ્ટી. સામાન્ય રીતે સપાટીને બે પાસાં (sides) હોય છે. એક આગળનું અને બીજું પાછળનું. ગોલક (sphere) કે વૃત્તજ-વલય (toroid) જેવી બંધ સપાટીઓને બહારનું અને અંદરનું એમ બે પાસાં હોય છે.…
વધુ વાંચો >મૂળભૂત પ્રમેયો
મૂળભૂત પ્રમેયો : ગણિતની અમુક શાખાઓના વિકાસમાં પાયાનો ભાગ ભજવતાં પ્રમેયો. આ રીતે અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બીજગણિતનું મૂળભૂત પ્રમેય અને કલનશાસ્ત્રનું મૂળભૂત પ્રમેય જાણીતાં છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય : ધન પૂર્ણાંકોમાં અવિભાજ્ય સંખ્યાઓ એ અર્થમાં મૂળ સંખ્યાઓ છે કે (1 સિવાયના) તમામ ધન પૂર્ણાંકોને અવિભાજ્યોના ગુણાકાર રૂપે (અથવા અવિભાજ્ય રૂપે)…
વધુ વાંચો >મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ
મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડ : જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત-પ્રતિભા ચકાસવા માટે યોજાતી ગણિતસ્પર્ધાઓ. મૅથેમૅટિક્સ ઑલિમ્પિયાડનું સૌપ્રથમ આયોજન હંગેરીમાં 1894માં થયું. ધીમે ધીમે ગણિતપ્રતિભાશોધ માટે આ માધ્યમનો ઉપયોગ પ્રથમ પૂર્વ યુરોપના દેશોમાં અને 1960 પછી વિશ્વના અન્ય દેશોમાં થવા લાગ્યો. અમેરિકા, રશિયા વગેરે દેશો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પૂર્વસ્નાતક – એમ અનેક…
વધુ વાંચો >મૅન્ડેલબ્રૉટ, બેનોટ
મૅન્ડેલબ્રૉટ, બેનોટ (Benoit) (જ. 20 નવેમ્બર 1924, વોર્સો, પોલેન્ડ; અ. 14 ઑક્ટોબર 2010, કેમ્બ્રિજ, મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અપૂર્ણાંક પરિમાણો અને ખંડક ભૂમિતિ નામની નવી ભૂમિતિના પ્રયોજક પોલિશ-ફ્રેંચ ગણિતી. લિથુઆનિયાના યહૂદી કુટુંબમાં જન્મેલા મૅન્ડલબ્રૉટે પૅરિસના ઈકૉલ પૉલિટૅકનિકમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે યુ.એસ.ની મુલાકાત લીધી અને આઇ.બી.એમ.ના ટૉમસ જે. વૉટસન સંશોધનકેન્દ્રમાં…
વધુ વાંચો >