ખોડીદાસ પરમાર
અલંકરણ અને સુશોભન
અલંકરણ અને સુશોભન (લોકકળા) જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે. જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત,…
વધુ વાંચો >આરણ્યુ
આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…
વધુ વાંચો >કટાવ
કટાવ : સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાંદ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે. ‘કટાવ’ શબ્દ પ્રાકૃત कट्टिय (કાપીને, છેદ પાડીને) ઉપરથી ઊતરી આવ્યો છે. ‘કટાવ’ની પરંપરા પ્રાચીન છે. બૌદ્ધ સંઘના શ્રમણો ‘ચીવર’ (વસ્ત્ર) એટલે કે જનપદોમાંથી માગી લાવેલા…
વધુ વાંચો >કહેવતકથા (લોકોક્તિ)
કહેવતકથા (લોકોક્તિ) : ‘કહેવત’ અને ‘કથા’ એ બે શબ્દો મળીને ‘કહેવતકથા’ થઈ, પણ ‘કહેવતકથા’ શબ્દપ્રયોગ આધુનિક કાળે પ્રયોજાવો શરૂ થયો છે. લૌકિક પરંપરામાં ‘કહેવતકથા’ ‘લોકોક્તિ’ તરીકે પણ પ્રચલિત હતી. ‘કહેવત’ એટલે કહેતી, ર્દષ્ટાંત, દાખલો કે ઉદાહરણ; ‘કહેવત’ ‘કહે’ ઉપરથી વ્યુત્પન્ન થાય છે, તેથી કહેવતના મૂળમાં ‘કહેવું’ ‘કહેણી’ કે ‘કથવું’ અર્થ…
વધુ વાંચો >ટેમ્પરા ચિત્રકળા
ટેમ્પરા ચિત્રકળા : એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાની જરદીનો ઉપયોગ થઈ…
વધુ વાંચો >ટેરા કોટા(માટીનાં પકવેલાં શિલ્પો)
ટેરા કોટા (માટીનાં પકવેલાં શિલ્પો) : માટીના પકવેલા શિલ્પના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાંઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને જ્યાં રસળતી…
વધુ વાંચો >પટ્ટચિત્ર
પટ્ટચિત્ર : કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા. કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે. સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે. પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી…
વધુ વાંચો >પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો
પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો : પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષોમાં પ્રાપ્ત પાત્રો પર દોરાયેલાં ચિત્રો. ઈ. પૂ. આશરે 2000 વર્ષ પૂર્વે નાશ પામેલી વસાહતો હડપ્પા તેમજ લોથલના ટીંબાના ખોદકામમાંથી મળેલાં માટીનાં વાસણો તેમજ પુષ્કળ ઠીકરાં ઉપર જે ચિત્ર-આલેખો થયા છે તેનો અંકોડો થોડાઘણા ફેરફારો સાથે ગુફાકાલીન ભીંતચિત્રોની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનું શક્ય લાગે…
વધુ વાંચો >