ખગોળ

હેલીનો ધૂમકેતુ (Halley’s Comet)

હેલીનો ધૂમકેતુ (Halley’s Comet) : જેના પુનરાગમન અંગે આગાહી કરવામાં આવી હતી તેવો પહેલો ધૂમકેતુ. તે દ્વારા સાબિત થઈ શક્યું હતું કે કેટલાક ધૂમકેતુઓ સૌર મંડળના સભ્ય હોય છે. ઈ. સ. 1705માં એડમન્ડ હેલીએ પ્રસિદ્ધ કરેલા પુસ્તક ‘Astronomy of Comets’માં ગણતરી દ્વારા તેણે બતાવ્યું હતું કે 1531, 1607 અને 1682માં…

વધુ વાંચો >

હેલી મિશન (Halley Mission)

હેલી મિશન (Halley Mission) : હેલી ધૂમકેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો અંતરીક્ષ-કાર્યક્રમ. હેલીનો ધૂમકેતુ તેની કક્ષામાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ સૂર્યની ખૂબ નજીક આવ્યો હતો તથા 11 એપ્રિલ, 1986ના રોજ પૃથ્વીથી સૌથી વધારે નજીક આવ્યો હતો. એ સમયગાળામાં હેલીના ધૂમકેતુનાં વૈજ્ઞાનિક અવલોકનો મેળવવા માટે જુદાં જુદાં અંતરીક્ષયાનો પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં…

વધુ વાંચો >

હેલે જ્યૉર્જ એલેરી (George Ellery Hale)

હેલે, જ્યૉર્જ એલેરી (George Ellery Hale) (જ. 29 જૂન 1868, શિકાગો, ઇલિનૉય, યુ.એસ.; અ. 21 ફેબ્રુઆરી 1938, પેસેડેના, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાનો અગ્રગણ્ય ખગોળશાસ્ત્રી. સૌર ખગોળભૌતિકવિજ્ઞાનમાં અગ્રેસર. તારક-વર્ણપટ અને સૌર-વર્ણપટ તેમજ  સૌરકલંકો સંબંધિત મહત્વનાં સંશોધન કરનાર. જ્યૉર્જ એલેરી હેલે અમેરિકાની યર્કિઝ ઑબ્ઝર્વેટરી, માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરી અને માઉન્ટ પાલોમર ઑબ્ઝર્વેટરી –…

વધુ વાંચો >

હેલે વેધશાળાઓ (Hale Observatories)

હેલે વેધશાળાઓ (Hale Observatories) : કેટલીક વેધશાળાઓનો સમૂહ. આ નામની કોઈ એક વેધશાળા નથી; પરંતુ કેટલીક વેધશાળાઓના સમૂહને આ નામ આપવામાં આવ્યું છે. ઈ. સ. 1970થી 1980 સુધીના સમયગાળામાં અમેરિકાની ‘પાલોમર વેધશાળા’ (The Palomar Observatory), ‘માઉન્ટ વિલ્સન વેધશાળા’ (The Mount Wilson Observatory : MWO) અને ‘બિગ બિયર સોલર વેધશાળા’ (Big…

વધુ વાંચો >

હૉકિંગ સ્ટીફન

હૉકિંગ, સ્ટીફન (જ. 8 જાન્યુઆરી 1942, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : શ્યામ ગર્ત (black hole), અસામાન્યતા (વિચિત્રતા, singularity) અને વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત – મહાવિસ્ફોટ (big bang) જેવાં બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓના અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની. સ્ટીફન હૉકિંગ તેમનાં માતાપિતા તો ઉત્તર લંડનમાં રહેતાં હતાં; પરંતુ બીજા વિશ્વયુદ્ધના અસ્થિર વાતાવરણમાં ઑક્સફર્ડમાં વસવાનું વધુ સલામત…

વધુ વાંચો >

હોયલ ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)]

હોયલ, ફ્રેડ (સર) [Hoyle Fred (Sir)] (જ. 24 જૂન 1915, બિંગ્લે, યૉર્કશાયર, બ્રિટન; અ. 20 ઑગસ્ટ 2001, બોર્નમથ, ઇંગ્લૅન્ડ) : વિશ્વની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને તેના ભાવિને લગતાં રહસ્યોની જાણકારી ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરનાર બ્રિટિશ ખગોળ-ભૌતિકવિજ્ઞાની (Astrophysicist). (સર) ફ્રેડ હોયલ પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. એક દિવસે તેમની વર્ગશિક્ષિકાએ બાળકોને પાંચ પાંખડીનું…

વધુ વાંચો >

હોહમાન કક્ષાઓ

હોહમાન કક્ષાઓ : બે ગ્રહોની કક્ષાઓને જોડતો અંતરીક્ષયાનનો ઉડ્ડયન-માર્ગ તે હોહમાન માર્ગ. તેમાં ન્યૂનતમ વેગ અથવા ઈંધણની જરૂરિયાત હોય છે (અને મહત્તમ ભાર લઈ જવાની ક્ષમતા હોય છે). આ કક્ષાને ‘ન્યૂનતમ શક્તિ સ્થાનાંતરણ-કક્ષા (Minimum energy transfer orbit) પણ કહેવાય છે. આ સ્થાનાંતરણ-કક્ષા દીર્ઘવૃત્ત (ellipse) હોય છે અને સૂર્યની આજુબાજુ હોય…

વધુ વાંચો >

હ્યુજીન્સ ક્રિશ્ચિયન

હ્યુજીન્સ, ક્રિશ્ચિયન (જ. 14 એપ્રિલ 1629, હેગ, નેધરલૅન્ડ્ઝ; અ. 8 જુલાઈ 1695, હેગ, નેધરલૅન્ડ્ઝ) : લોલક-ઘડિયાળ અને પ્રકાશની પ્રકૃતિ સંબંધે સિદ્ધાંત રજૂ કરનાર પ્રખર અભ્યાસી અને વિજ્ઞાની. કવિ સંગીતકાર, નોંધનીય ઉસ્તાદ (gymnast) અને સમાજના પ્રતિભાશાળી નાગરિકના તેઓ પુત્ર હતા. હ્યુજીન્સે નાનપણથી ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાનમાં ભારે રસ દાખવ્યો હતો. તેમણે લેડન…

વધુ વાંચો >

હ્યુવીસ એન્ટની

હ્યુવીસ, એન્ટની [Antony Hewish] (જ. 11 મે, 1924, યુ.કે.) : પલ્સાર (pulsar) તરીકે ઓળખાતા ખગોળીય પદાર્થોના શોધક. 1967માં થયેલ આ શોધ માટે તેમને 1974નું ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. એન્ટની હ્યુવીસ આ પ્રકારના ખગોળીય પદાર્થો દ્વારા ઉત્સર્જિત રેડિયો વિકિરણો પૃથ્વી ઉપર સ્પંદ સ્વરૂપે ઝિલાય છે, અને તેના ક્રમિક…

વધુ વાંચો >