કૃષ્ણકાંત ગો. દેસાઈ

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS)

બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી ઍન્ડ સાયન્સ (BITS) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં શિક્ષણ અને સંશોધનકાર્ય કરતી રાજસ્થાનમાં પિલાણીમાં આવેલી સંસ્થા. વીસમી સદીના પ્રારંભે, 1901માં માત્ર એક જ શિક્ષક દ્વારા અહીં પ્રાથમિક શિક્ષણનો આરંભ થયો હતો, જેમાં જાણીતા ઉદ્યોગપતિ બિરલા ઘનશ્યામદાસે ઊંડો રસ લીધો અને વર્ષો વીતતાં અહીં માધ્યમિક શાળા અને સ્નાતક…

વધુ વાંચો >

બુદ્ધિ અને બુદ્ધિમાપન

બુદ્ધિ અને બુદ્ધિમાપન મનની એક શક્તિ અને તેનું માપન. બુદ્ધિ મનની એક શક્તિ ગણાય છે. પરંતુ એના સ્વરૂપ અંગે અનેક મતમતાંતર છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને મનની એક સાર્વત્રિક શક્તિ માને છે, જે દરેક મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેના આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની…

વધુ વાંચો >

બુનિયાદી શિક્ષણ

બુનિયાદી શિક્ષણ : ગાંધીવિચાર અનુસારનું પાયાનું શિક્ષણ. આ શિક્ષણને મહાત્મા ગાંધીજીની ભારતને દેન માનવામાં આવે છે. ગાંધીજીએ શિક્ષણવિષયક પોતાના વિચારો 1937ના જુલાઈ માસના ‘હરિજન’માં રજૂ કર્યા હતા અને પછી તે વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937ના ઑક્ટોબર માસમાં રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન વર્ધા મુકામે યોજવામાં આવ્યું હતું. એ સંમેલનમાં ગાંધીજીના વિચારો…

વધુ વાંચો >

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર) એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા : પશ્ચિમ ભારતની જાણીતી યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ. સ્થાપનાનું બીજ વીસમી સદીના પ્રથમ દાયકામાં જ રોપાયું હતું. વડોદરા કૉલેજના આચાર્ય ડૉ. જેકસને વડોદરામાં સ્વતંત્ર વહીવટી સત્તાવાળા વિજ્ઞાન વિદ્યાલયની આવશ્યકતા જણાવી. આના અનુસંધાનમાં 1909માં…

વધુ વાંચો >

માનસિક વય

માનસિક વય : માનસિક વય અથવા માનસિક આયુની સંકલ્પના પ્રથમ વાર ફ્રેન્ચ મનોવિજ્ઞાની બિને(Binet)એ પોતાની પ્રથમ બુદ્ધિ-કસોટીઓ રજૂ કરતાં આપી હતી. 1905ની પ્રથમ આવૃત્તિની મૂળ કસોટીઓની 1908માં થયેલી બીજી આવૃત્તિમાં નકામી જણાયેલી કસોટીઓ કાઢી નાખી બાકીની કસોટીઓને તેણે ઉંમરના ક્રમમાં વહેંચી અને એ રીતે પ્રથમ વય-માપદંડ (age scale) તૈયાર કર્યો.…

વધુ વાંચો >

મૉન્ટેસોરી, મેરિયા

મૉન્ટેસોરી, મેરિયા (જ. 31 ઑગસ્ટ 1870; ચિમારાવિલ, ઇટાલી; અ. 6 ડિસેમ્બર 1952, નૂરવિક-ઑન-સી, નેધર્લૅન્ડ્ઝ) : બાલકેળવણી-ક્ષેત્રે નવી બાલોચિત પદ્ધતિ આપનાર પ્રસિદ્ધ કેળવણીકાર. ઇટાલીનાં તે પહેલા મહિલા ડૉક્ટર હતાં જેમણે રોમની યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. રોમ યુનિવર્સિટીના મનશ્ચિકિત્સા (psychiatric) ક્લિનિકમાં મદદનીશ ફિઝિશિયન તરીકે કામ કરતાં તેમને શિક્ષણમાં રસ ઉત્પન્ન…

વધુ વાંચો >