કુમારપાળ દેસાઈ

અઝહરુદ્દીન મોહમ્મદ

અઝહરુદ્દીન, મોહમ્મદ (જ. 8 ફેબ્રુઆરી 1963, હૈદરાબાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો મજબૂત જમોડી બૅટ્સમૅન, ચપળ ફિલ્ડર અને સફળ સુકાની. ટેસ્ટ-ક્રિકેટમાં મોહમ્મદ અઝહરુદ્દીનનો પ્રવેશ અતિ ભવ્ય ગણાય છે. 1984ના ડિસેમ્બરમાં ડૅવિડ ગાવરની ઇંગ્લૅન્ડની પ્રવાસી ટીમ સામે રમતાં કૉલકાતાની પોતાની સર્વપ્રથમ ટેસ્ટમાં અઝહરુદ્દીને 110 રન કર્યા. એ પછીની ચેન્નઈની ટેસ્ટમાં 48 અને…

વધુ વાંચો >

અપાસરો (ઉપાશ્રય)

અપાસરો (ઉપાશ્રય) : જૈન સાધુ-સાધ્વીઓ માટે ઊતરવાનું સ્થળ. સ્વાધ્યાયમાં વિઘ્ન ન થાય તેવું, જયણા પળાય તે માટે હવા-ઉજાસવાળું, બ્રહ્મચર્યની વાડ પળાય તે માટે સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગથી રહિત તેમજ આધાકર્મી આદિ દોષ ન લાગે તે માટે ગૃહસ્થ આદિના નિવાસથી દૂર હોય છે. સ્વાધ્યાય, નિર્જરા અને કાયોત્સર્ગ થાય તેવું આ સ્થાન…

વધુ વાંચો >

અલગારીની રખડપટ્ટી

અલગારીની રખડપટ્ટી (1969) : પ્રવાસવર્ણન. લેખક રસિક ઝવેરી. વિદેશપ્રવાસના – ખાસ કરીને ઇંગ્લૅન્ડના એક વર્ષના અનુભવોનું માર્મિક કથન એમાં થયેલું છે. પહેલાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી આ લેખમાળામાં લેખકે જહાજમાં કરેલી મુસાફરી, તેમજ લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટૉર્સ, ઇન્ડિયા હાઉસ, ટૅક્સી-ડ્રાઇવર, ખિસ્સાકાતરુ, પબ, ઝૂંપડપટ્ટી, કૉલેજિયન યુવતી, હિપ્પી વગેરે સાથેના પ્રસંગોનું આલેખન કર્યું…

વધુ વાંચો >

અહલુવાલિયા, એચ. પી. એસ.

અહલુવાલિયા, એચ. પી. એસ. (જ. 6 નવેમ્બર 1936, સિયાલકોટ, પાકિસ્તાન) : ભારતના જાણીતા પર્વતારોહી. બાળપણ સિમલાની ટેકરીઓમાં વીત્યું અને તેના ઢોળાવ પર રમતાં રમતાં પર્વતનું તીવ્ર આકર્ષણ થયેલું. 196૦ના જાન્યુઆરીમાં સિકંદરાબાદમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ બ્રિગેડિયર જ્ઞાનસિંઘનું પર્વતારોહણ વિશે પ્રવચન સાંભળીને પર્વતારોહક થવાની ઇચ્છા જાગી. 1961માં દાર્જિલિંગમાં બેઝિક માઉન્ટેનિયરિંગનું શિક્ષણ…

વધુ વાંચો >

આનંદઘન

આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી…

વધુ વાંચો >

આનંદ, વિશ્વનાથન

આનંદ, વિશ્વનાથન (જ. 11 ડિસેમ્બર 1969, મયીલાદુજીરાઈ, તમિળનાડુ) : વિશ્વ શેતરંજ વિજેતા બનનાર ભારતનો સર્વશ્રેષ્ઠ શેતરંજ ખેલાડી અને 2007થી વિશ્વવિજેતા ખેલાડી અને રમતવીર. ચેન્નાઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં અભ્યાસ. એ નાનો હતો ત્યારે પૂછવામાં આવ્યું કે ‘તને શું થવું ગમે ?’ ત્યારે એણે કહ્યું, ‘વર્લ્ડ ચૅમ્પિયન.’ એ સમયે ભારતમાં શેતરંજની રમતમાં…

વધુ વાંચો >

કાલાનીન મિશેલ મોરીસ

કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914, લંડન; અ. 25 એપ્રિલ 1999, ડબ્લિન, આર્યલૅન્ડ) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્…

વધુ વાંચો >

કિરમાણી સઇદ મુજતબા હુસેન

કિરમાણી, સઇદ મુજતબા હુસેન (જ. 29 ડિસેમ્બર 1949, મદ્રાસ) : ભારતનો કુશળ વિકેટકીપર અને જમણેરી બેટધર. 1967માં ઇંગ્લૅંડનો પ્રવાસ કરનાર ભારતીય સ્કૂલ ટીમ તરફથી તેણે શ્રેષ્ઠ દેખાવ કરેલો. 1967ની 14 ઑક્ટોબરે રણજી ટ્રૉફીમાં મદ્રાસ સામે પ્રવેશ મેળવ્યો. 14 ટેસ્ટમાં ફારુખ એન્જિનિયરની હાજરીમાં અનામત વિકેટકીપર તરીકે રહ્યા બાદ 1976ની 24 જાન્યુઆરીએ…

વધુ વાંચો >

કિશનચંદ ગોગુમલ હિરસિંઘાની

કિશનચંદ ગોગુમલ હિરસિંઘાની (જ. 14 એપ્રિલ 1925, કરાંચી; અ. 16 એપ્રિલ 1997, વડોદરા) : ભારતીય ક્રિકેટના ટેસ્ટખેલાડી. રક્ષણાત્મક અને સાહસપૂર્ણ બંને પ્રકારની બૅટિંગમાં માહેર અને જમણેરી લેગબ્રેક ગોલંદાજ. 1940માં સિંધ ઇન્ટરસ્કૂલ સ્પર્ધામાં સતત ત્રણ સદી કરીને પચરંગી સ્પર્ધામાં હિંદુ ટીમમાં સ્થાન મેળવ્યું. એ વર્ષે ‘સ્કૂલબૉય ક્રિકેટર ઑવ્ ધી ઇયર’ જાહેર…

વધુ વાંચો >

કિશનલાલ

કિશનલાલ (જ. 2 ફેબ્રુઆરી 1917, મઉ, મધ્યપ્રદેશ; અ. 23 જૂન 1980, ચેન્નાઇ, તમિલનાડુ) : આંતરરાષ્ટ્રીય કક્ષાના રાઇટ વિંગર્સના સ્થાનના હૉકીના ખેલાડી અને પ્રસિદ્ધ કોચ. 1948માં લંડન ઑલિમ્પિકમાં ભારતીય ટીમને વિજેતા બનાવનાર સુકાની નિશાળમાં ફૂટબૉલ અને હૉકી બંને ખેલતા હતા. ઓરછા રાજ્ય તરફથી હૉકી, ફૂટબૉલ, ટેનિસ, સ્ક્વૉશ, ગોલ્ફ અને બિલિયર્ડ રમ્યા…

વધુ વાંચો >