કુમારપાળ દેસાઈ

પટેલ, જસુ મોતીભાઈ

પટેલ, જસુ મોતીભાઈ (જ. 26 નવેમ્બર 1924, અમદાવાદ; અ. 12 ડિસેમ્બર 1992, અમદાવાદ) : ગુજરાતના રણજી ટ્રૉફી ખેલાડી અને ભારતીય ક્રિકેટના પ્રસિદ્ધ ઑફ-સ્પિનર. નાની વયથી ક્રિકેટનો શોખ ધરાવતા જસુ પટેલ નવ વર્ષની ઉંમરે વૃક્ષ પરથી પડી જતાં તેમના જમણા હાથે ફ્રૅક્ચર થયેલું. એ જમણા હાથનું  કાંડું બરાબર ન સંધાતાં, એમનો…

વધુ વાંચો >

પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી

પટૌડી, મનસૂરઅલીખાન ઇફ્તિખારઅલી (જ. 5 જાન્યુઆરી 1941, ભોપાલ; અ. 22 સપ્ટેમ્બર 2011, નવી દિલ્હી) : ભારતનો સાહસિક ટેસ્ટસુકાની, આકર્ષક બૅટધર અને ચપલ ક્ષેત્રરક્ષક. મનસૂરઅલીખાનના પિતા ઇફ્તિખારઅલી 1946માં ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની હતા. ઇંગ્લૅન્ડના અભ્યાસકાળ દરમિયાન નાની વયથી જ તેજસ્વી પ્રતિભા ધરાવનાર મનસૂરઅલીખાનને 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં…

વધુ વાંચો >

પદુકોણે, પ્રકાશ રમેશ

પદુકોણે, પ્રકાશ રમેશ (જ. 10 જૂન 1955, બૅંગાલુરુ) : વિશ્વના ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ગણના પામેલો બૅડમિન્ટનની રમતનો ભારતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી. બૅંગાલુરુના માલેશ્વરમની નજીક આવેલા કેનેરા યુનિયન ક્લબના અત્યંત સામાન્ય સિમેન્ટ કૉર્ટ પર રમવાની શરૂઆત કરી. છ વર્ષની વયે પ્રકાશ પદુકોણેએ ખેલવાનો પ્રારંભ કર્યો. 1962ની 22મી સપ્ટેમ્બરે મૈસૂર રાજ્યની સબજુનિયર ચૅમ્પિયનશિપમાં પ્રકાશ…

વધુ વાંચો >

પરિભ્રમણ

પરિભ્રમણ : ગુજરાતની પર્વતારોહણની પ્રતિષ્ઠિત સંસ્થા. ઉત્સાહી અને સાહસિક ધ્રુવકુમાર પંડ્યાએ સ્થાપેલી આ સંસ્થાએ ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક બનાવી. ગુજરાતના પત્રકાર સ્વ. નીરુભાઈ દેસાઈ અને એમના મિત્રોએ આ સંસ્થાને વધુ વેગ મળે તે માટે પ્રયત્નો કર્યા. એને પરિણામે દાર્જીલિંગની ‘હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં પર્વતારોહણ અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે…

વધુ વાંચો >

પાવો નુર્મી

પાવો નુર્મી (જ. 13 જૂન 1897, તુર્કુ; અ. 2 ઑક્ટોબર 1973, હેલસિન્કી, ફિનલેન્ડ) :  આધુનિક ઑલિમ્પિકના આરંભકાળનો લાંબા અંતરની દોડની સ્પર્ધાનો સમર્થ ખેલાડી. ફિનલૅન્ડનો ‘ધ ફ્લાઇંગ ફિન’ના હુલામણા નામે ખેલ-જગતમાં જાણીતો બનેલો પાવો નુર્મી 1920, 1924 અને 1928ની ત્રણ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુલ 9 સુવર્ણચંદ્રક અને 3 રૌપ્યચંદ્રક મેળવી ગયો હતો.…

વધુ વાંચો >

ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ

ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ (જ. 9 માર્ચ 1943, શિકાગો; અ. 17 જાન્યુઆરી 2008, આઇસલૅન્ડ) : શતરંજ અથવા ચેસની રમતમાં વિશ્વવિજેતા બનનાર સમર્થ ખેલાડી. 1949માં બૉબી ફિશરનું કુટુંબ ન્યૂયૉર્ક રાજ્યના બ્રુકલિન શહેરમાં વસવા આવ્યું ત્યારે બૉબી ફિશરથી છ વર્ષ મોટી એની બહેન જોન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પ્લાસ્ટિકનો ચેસનો સેટ પોતાના નાના ભાઈને…

વધુ વાંચો >

સામાયિક

સામાયિક : જૈનોની છ આવશ્યકોમાંની એક આવશ્યક ક્રિયા. આ સામાયિક ક્રિયાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. આત્માને કષાયનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય તે માટે સામાયિક કરવામાં આવે છે. શ્રાવક અને શ્રાવિકા તે સમયે સર્વ પ્રકારની સંસાર-ભાવના છોડીને આ ક્રિયા કરે છે. શુદ્ધ, પવિત્ર અને જ્ઞાનાદિ ગુણોના વાતાવરણવાળા સ્થળે બે…

વધુ વાંચો >