કનુભાઈ ચં. બારોટ
બરી, જે. બી.
બરી, જે. બી. (જ. 16 ઑક્ટોબર 1861, મોનાઘન, આયર્લૅન્ડ; અ. 1 જૂન 1927, રોમ) : પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર. આઇરિશ પાદરીના પરિવારમાં તેમનો જન્મ. માતાપિતા પાસે પ્રારંભિક શિક્ષણ મેળવીને તેઓ લંડનની ફૉઇલ કૉલેજ અને ત્યારબાદ ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1882માં સ્નાતક થયા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1885માં ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ…
વધુ વાંચો >બર્લિન કૉંગ્રેસ
બર્લિન કૉંગ્રેસ (1878) : યુરોપનાં આગેવાન રાષ્ટ્રોના પ્રતિનિધિઓની 1878માં બર્લિન ખાતે યોજાયેલી પરિષદ. બાલ્કન પ્રદેશોમાં તુર્કીનાં દમનકારી પગલાં(1877)ને કારણે રશિયા અને તુર્કી વચ્ચે વિગ્રહ થયો, જેમાં રૂમાનિયા, સર્બિયા અને મોન્ટીનિગ્રો પણ જોડાયાં. છેવટે માર્ચ 1878માં રશિયાએ તુર્કીને પરાસ્ત કરીને સાન સ્ટીફેનો ખાતે સમજૂતી કરવા ફરજ પાડી. આને લીધે રશિયાની બાલ્કન…
વધુ વાંચો >બેરેટો, ફ્રાંસિસ્કો
બેરેટો, ફ્રાંસિસ્કો (જ. 1520, ફેરો, પૉર્ટુગીઝ; અ. 9 જુલાઈ 1573, મોઝાંબિક) : પૉર્ટુગીઝ સેનાપતિ અને ભારતનાં સંસ્થાનોમાં ગવર્નર. વસાઈના કૅપ્ટન ફ્રાંસિસ્કો બેરેટો 1555માં ભારતમાં પૉર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર બન્યા. તેમણે સપ્ટેમ્બર 1558 સુધી આ હોદ્દો ભોગવ્યો. આ દરમિયાન ચાર ખ્રિસ્તી ધર્મગુરુઓ તેમને મળ્યા અને કહ્યું કે તે પોતાના પ્રદેશોના બધા લોકોને…
વધુ વાંચો >બ્રાન્ટ, વિલી
બ્રાન્ટ, વિલી (જ. 18 ડિસેમ્બર 1913, લ્યુબક, જર્મની; અ. 8 ઑક્ટોબર 1992) : જર્મન રાજપુરુષ. તેમનું મૂળ નામ કાર્લ હર્બર્ટ ફ્રામ હતું. તેમણે 1932માં યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષા પસાર કરી. એક વર્ષ બાદ જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવ્યા ત્યારે યુવાન સોશિયલ ડેમૉક્રૅટ તરીકે તેમને નાઝીઓની છૂપી પોલીસ સાથે સંઘર્ષ થવાથી ધરપકડથી બચવા…
વધુ વાંચો >