એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી
ઉર્દૂ ભાષા અને સાહિત્ય
ઉર્દૂ ભાષા અને સાહિત્ય ભારતીય ઉપખંડની એક આધુનિક ભાષા અને તેમાં ખેડાયેલું સાહિત્ય. ઉર્દૂને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે; જે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં બીજી સરકારી ભાષાનું સ્થાન ધરાવે છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉર્દૂ એક લોકપ્રિય ભાષા છે. સરકારી આંકડાઓ…
વધુ વાંચો >એરેબિયન નાઇટ્સ
એરેબિયન નાઇટ્સ (ઈ. દસમી સદી) : અરબી વાર્તાઓનો જગપ્રસિદ્ધ સંગ્રહ. મૂળ નામ ‘અલ્ફ લયલા વ લૈલા’ (એક હજાર ને એક રાત્રી). આ વાર્તાસંગ્રહનો પ્રથમ મુસદ્દો ‘અલ-ઇરાક’ નામના ગ્રંથમાં છે. ‘અલ-ઇરાક’નો કર્તા અબૂ અબ્દુલ્લા મુહંમદ બિન અદ્રુસ અલ્ જહશરી હતો. તેની ભૂમિકા ફારસી વાર્તાસંગ્રહ ‘હઝાર અફસાના’ પર બાંધેલી છે. આ સંગ્રહમાં…
વધુ વાંચો >કરબલા
કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…
વધુ વાંચો >કાઝી અહમદ જોધ
કાઝી અહમદ જોધ (જ ?; અ. 1445) : અમદાવાદ શહેરનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક. તેમનું નામ અહમદ અને લકબ કુત્બુદ્દીન. તે સુલતાન હાજી હૂદના વંશના હતા. સરખેજના સંત ગંજે અહમદ સાહેબના મુરીદ ને ખલીફા હતા. તેમની કબર પાટણના ખાન સરોવર પાસે છે. તેમના પુત્ર શાહ હસન ફકીહ ગૌસુલ્પરા…
વધુ વાંચો >કાદરી સૈયદ જમાલુદ્દીન પથરી
કાદરી સૈયદ જમાલુદ્દીન પથરી (અ. 1563) : ભારતમાં આવનાર કાદરીઓના પ્રથમ પૂર્વજ. તે હજરત પીરાને પીર અબ્દુલ કાદિર જીલાનીના પ્રપૌત્ર હતા. સૈયદ જમાલુદ્દીન ઈરાની અખાતના હુરમુઝ્દ બંદરેથી દક્ષિણ હિંદમાં આવ્યા હતા. 1530માં ગુજરાતના સુલતાન બહાદુરશાહે તેમને ઘણા માનમરતબા સાથે અમદાવાદ ખાતે આમંત્ર્યા હતા. એમની કબર રાયખડમાં ગાયકવાડ હવેલીની બહાર સૈયદવાડાની…
વધુ વાંચો >કુરાન
કુરાન : મુસ્લિમોનો પવિત્ર ધર્મગ્રંથ. ઇસ્લામના સ્થાપક હજરત મુહમ્મદ (સ. અ.) સાહેબની તેમના જીવનકાળનાં 23 વર્ષોના ગાળામાં ફિરિશ્તા (દેવદૂત) જિબ્રઇલ દ્વારા અવારનવાર ઓછાવત્તા એટલે હિ. સ. 430(ઈ. સ. 1338-39)માં હજ્જાજ બિન સકફીએ કુરાનના દરેક શબ્દ પર અઅરાબ-સંજ્ઞા તથા હિ. સ. 486(ઈ. સ. 1093)માં નુક્તા મુકાવ્યા. ત્યારબાદ ખાલિદ બિન બસરીએ તશ્દીદ,…
વધુ વાંચો >