ઉર્દૂ સાહિત્ય

આઝાદ, મોહમ્મદ હુસૈન

આઝાદ, મોહમ્મદ હુસૈન (જ. 5 મે 1830, દિલ્હી; અ. 22 જાન્યુઆરી 1910, લાહોર, પાકિસ્તાન) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. દિલ્હીમાં પિતા મૌલવી બાકરઅલીએ ‘ઉર્દૂ અખબાર’ દૈનિકનો પહેલો અંક 1856માં પ્રસિદ્ધ કર્યો હતો. કવિ ઝોકે એમને પ્રાથમિક શિક્ષણ આપ્યું હતું. પછી દિલ્હી કૉલેજમાં તાલીમ લીધી. ફારસી, અરબી સાથે સંસ્કૃત, વ્રજભાષા હિંદી…

વધુ વાંચો >

આલે અહમદ ‘સુરૂર’

આલે અહમદ ‘સુરૂર’ (જ. 9 સપ્ટેમ્બર 1911, બદાયૂન; અ. 9 ફેબ્રુઆરી 2002, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક, પ્રાધ્યાપક અને કવિ. પ્રાથમિક શિક્ષણ બદાયૂનમાં શરૂ થઈને પિતાની નોકરીના કારણે પીલીભીત, બિજનૌર અને સીતાપુરમાં ચાલુ રહ્યું હતું. ઉચ્ચશિક્ષણ સેંટ જૉન્સ કૉલેજ આગ્રામાં. આલે અહમદને કાવ્યરચનાનો નાનપણથી જ શોખ હતો. આગ્રામાં કવિઓની…

વધુ વાંચો >

ઇકબાલ, મુહંમદ સર

ઇકબાલ, મુહંમદ સર : (જ. 9 ડિસેમ્બર 1877, સિયાલકોટ; અ. 21 એપ્રિલ 1938, લાહોર) : ઉર્દૂ અને ફારસી ભાષાના વિશ્વવિખ્યાત કવિ. તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારનાર કાશ્મીરી હિંદુના વંશજ હતા. તેમના પિતા શેખ નૂરમુહંમદનો વ્યવસાય દરજીકામનો હતો. પ્રાથમિક શિક્ષણ સિયાલકોટમાં મૌલવી સૈયદ મીરહસન પાસેથી લઈને અરબી અને ફારસી શીખ્યા. સ્કૉચ મિશન…

વધુ વાંચો >

ઇન્દરસભા

ઇન્દરસભા (1846) : પહેલું ઉર્દૂ પદ્યનાટક. લેખક લખનૌના આગા હસન અમાનત. તેમાં રોમાંચક વાર્તા, નાટક, કવિતા, નૃત્ય અને સંગીતનું મિશ્રણ થયેલું. 1853માં આ નાટક લખનૌમાં ભજવાયું ત્યારે ખુદ નવાબ વાજીદઅલીશાહે તેમાં મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમાં મીર હસનકૃત ‘સેહરુલ બયાન’માંથી કેટલાક પ્રસંગો લીધેલા છે. તેમાં 31 ગઝલો, 9 ઠૂમરી, 4 હોરી,…

વધુ વાંચો >

ઇન્શા-ઇન્શાઅલ્લાહખાન

ઇન્શા, ઇન્શાઅલ્લાહખાન (જ. 1752 મુર્શિદાબાદ; અ. 19 મે 1817 લખનૌ) : હિંદી ખડી બોલી – ગદ્યના આદ્ય પુરસ્કર્તા પૈકીના એક. પિતા મીર માશા અલ્લાખાં કાશ્મીરથી દિલ્હી આવીને વસેલા અને શાહી હકીમ રૂપે કામ કરતા હતા. મુઘલ સમ્રાટની આર્થિક સ્થિતિ નબળી થવાથી તેઓ દિલ્હીથી મુર્શિદાબાદના નવાબની નિશ્રામાં ગયા, જ્યાં ઇન્શાનો જન્મ…

વધુ વાંચો >

ઇબ્ન નિશાતી

ઇબ્ન નિશાતી : ગોળકોન્ડાના કુત્બશાહી શાસનકાળના અગ્રિમ કવિ. ઉર્દૂ ઉપરાંત ફારસીમાં પણ તેઓ કવિતા કરતા હતા. તેમની પ્રખ્યાત રચના ‘ફૂલબન’ના અભ્યાસ ઉપરથી ઘણી હકીકતો જાણવા મળે છે. ‘ફૂલબન’ એક ઊર્મિસભર પ્રેમકાવ્ય છે. તેની શૈલી સરળ અને હૃદયસ્પર્શી છે. તે સમયના લોકજીવન અને રીતરિવાજનો પણ આ કાવ્ય ઉપરથી સારો એવો ખ્યાલ…

વધુ વાંચો >

ઇમ્તિયાઝ અલીખાન

ઇમ્તિયાઝ અલીખાન (જ. 8 ડિસેમ્બર 1904, રામપુર; અ. 25 ફેબ્રુઆરી 1981, રામપુર) : ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો ભાષાસાહિત્યના સંશોધક વિદ્વાન. પ્રાથમિક શિક્ષણ મેળવી, અરબી-ફારસીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પ્રચલિત વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. 1932થી રામપુર રાજ્યના રાજ્ય (રિઝા) ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે જોડાયા. હસ્તપ્રતો અને અપ્રાપ્ય ગ્રંથોના સંગ્રહને કારણે…

વધુ વાંચો >

ઇલાહાબાદી, અકબર

ઇલાહાબાદી, અકબર (જ. 16 નવેમ્બર 1846, બારા, જિ. અલ્લાહાબાદ; અ. 15 ફેબ્રુઆરી 1921 પ્રયાગરાજ) : લોકપ્રિય ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અકબર હુસેન. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી પોતાના શોખ અને ખંતથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ‘મુખ્તારી’ની પરીક્ષા પાસ કરીને એકધારી પ્રગતિ કરી 1894માં ન્યાયાધીશ થયા. બ્રિટિશ શાસન તરફથી ‘ખાનબહાદુર’નો ખિતાબ…

વધુ વાંચો >

ઉઝલત સૂરતી

ઉઝલત સૂરતી (જ. 1692, સૂરત; અ. 4 ઑગસ્ટ 1745) : ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અબ્દુલવલી ‘ઉઝલત’ સૂરતી. ‘ઉઝલત’ તેમનું તખલ્લુસ છે. વિદ્વાન પિતા પાસે શિક્ષણ લઈને ઉઝલતે સ્વપ્રયત્ને તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, કુરાને શરીફ અને ધર્મશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. વિશેષ અભ્યાસ અર્થે દિલ્હી તથા હૈદરાબાદ પણ ગયા હતા.…

વધુ વાંચો >

ઉધમપુરી, જિતેન્દ્ર

ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર…

વધુ વાંચો >