ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
આયાત
આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં…
વધુ વાંચો >આયાત અવેજીકરણ
આયાત અવેજીકરણ : જુઓ આયાતનીતિ, ભારતની
વધુ વાંચો >આયાતનીતિ ભારતની
આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી,…
વધુ વાંચો >આયાતપત્ર
આયાતપત્ર (Bill of Entry) : આયાત-વ્યાપારની પ્રક્રિયાના મહત્વના અંગ રૂપે આયાત-જકાતની વિધિમાંથી આયાત-માલને પસાર કરાવવા માટેનો દસ્તાવેજ. આયાત-પત્ર એક જાહેરાતના સ્વરૂપમાં હોય છે અને તેમાં આયાત-માલ અંગેની વિગતવાર માહિતી-માલનું વર્ણન, જથ્થો, મૂલ્ય, નિકાસકારનું નામ તથા સરનામું, જહાજનું નામ વગેરે દર્શાવવાનાં હોય છે. સામાન્ય રીતે તેની ત્રણ નકલો તૈયાર કરવાની હોય…
વધુ વાંચો >આયાતપેઢી
આયાતપેઢી (Indent House) : સ્થાનિક આયાતકારોને વિદેશોમાંથી આયાતમાલ મેળવી આપવાની સેવાઓ પૂરી પાડતી પ્રતિનિધિ પેઢી. આયાતપેઢી એક દેશના આયાતકારો પાસેથી આયાતમાલ અંગેની વરદી (ઑર્ડર) એકત્રિત કરે છે. તેમાં આયાતમાલનું સંપૂર્ણ વિગતવાર વર્ણન-જથ્થો, કિંમત, ચુકવણીની શરતો, પૅકિંગ, માર્કિગ, વહન સંબંધી સૂચના, વીમા-વ્યવસ્થા, આયાત-બંદર, આયાતનો સમય વગેરે માહિતીનો સમાવેશ થાય છે. એ…
વધુ વાંચો >આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન
આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન (Articles of Association) : જૉઇન્ટ સ્ટૉક કંપનીના આંતરિક વહીવટી અને વ્યવસ્થાના નિયમો તથા તેનાં ધારાધોરણોનો રજિસ્ટર્ડ દસ્તાવેજ. આર્ટિકલ્સ ઑવ્ એસોસિયેશનમાં સામાન્યત: નીચેની બાબતો અંગેના નિયમોનો સમાવેશ થાય છે : (ક) કંપનીની શૅરમૂડી : વિવિધ પ્રકારના શૅરમાં તેની ફાળવણી, મૂડીમાં પરિવર્તન કે તેની પુનર્રચના વગેરે; (ખ) કંપનીના શૅર…
વધુ વાંચો >આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ
આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ : સંકુચિત અર્થ પ્રમાણે કોઈ એક ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી જેવી બાબતોમાં જૂજ પેઢીઓનો હિસ્સો મોટો હોય તેવી સ્થિતિ. દા.ત., કોઈ ઉદ્યોગમાં થતા ઉત્પાદનમાં જો ટોચની ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોય તો એ ઉદ્યોગમાં કેન્દ્રીકરણ પ્રવર્તે છે એમ કહી શકાય. આવા કેન્દ્રીકરણને રોજગારીની રીતે…
વધુ વાંચો >આસામ કંપની લિમિટેડ
આસામ કંપની લિમિટેડ : ભારતમાં ચાના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરનાર કંપની. 1839માં ઇંગ્લૅન્ડમાં તે રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. પાંચ લાખ પાઉંડની મૂડીથી શરૂ થયેલ કંપનીના કાર્યકર્તામાં વિલિયમ ક્રૉફર્ડ, જી. જી. એચ. લારપન્ટ અને રિચાર્ડ ટવાઇનિંગ મુખ્ય હતા. લોકપ્રિય બનેલ ચાની વધતી માગને સંતોષવા અને ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડવા 1840માં ઈસ્ટ…
વધુ વાંચો >આંતરપેઢી તુલના
આંતરપેઢી તુલના (interfirm comparision) : આંતરપેઢી તુલનાની એક સંચાલકીય પદ્ધતિ. તેમાં કોઈ એક ઉદ્યોગની બધી પેઢીઓ માહિતીની સ્વૈચ્છિક આપલે કરે છે, પોતાની કાર્યક્ષમતા, કામગીરી, પડતર અને નફાનો અભ્યાસ કરે છે અને પોતાની સમકક્ષ બીજી પેઢીના આવા સંબંધિત આંકડાઓ સાથે તુલના કરે છે. આંતરપેઢી તુલના અંકુશ માટેનું એક સાધન છે. પોતાના…
વધુ વાંચો >