ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ
એમાલ્ગમ (સંરસ)
એમાલ્ગમ (સંરસ) : એક અથવા વધુ ધાતુઓ સાથેની પારાની મિશ્ર ધાતુ. પ્રવાહી એમોનિયા સાથે પણ પારો સંરસ આપે છે. પ્લિનીએ પ્રથમ સૈકામાં તેનો ઉલ્લેખ કરેલો છે. સિલ્વર, ગોલ્ડ અને પેલેડિયમના સંરસ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે. સિલ્વરની સંરસ મોસ્કેલૅન્ડસબર્ગાઇટ જર્મની (મોસ્કેલેન્ડબર્ગ), સ્વીડન (સાલા) અને ફ્રાન્સ(ઇસેર)માં; ગોલ્ડની સંરસ કૅલિફૉર્નિયા, કોલંબિયા…
વધુ વાંચો >કાચવીજ ધ્રુવ
કાચવીજ ધ્રુવ : એક પ્રકારનો આયન-વરણાત્મક ધ્રુવ. તેનો ઉપયોગ ચોક્કસ પ્રકારના આયનો અથવા દ્રાવણના pH માપનમાં કરવામાં આવે છે. તેની શોધ એફ. હેબરે 1909માં કરેલ. પટલ (membrane) ધ્રુવોમાં બીજા ધાતુ-ધ્રુવોની જેમ ઇલેક્ટ્રૉનની લેવડદેવડ થતી નથી. પટલ અમુક પ્રકારનાં આયનોને પ્રવેશવા દે છે, જ્યારે અન્ય આયનોનો અટકાવે છે. દ્રાવણનો pH નક્કી…
વધુ વાંચો >કાર્બાઇડ
કાર્બાઈડ : કાર્બન અને તેના જેટલી અથવા ઓછી વિદ્યુતઋણતા ધરાવતાં તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) (કાર્બન અને હાઇડ્રોજન સિવાયનાં) સંયોજનો. Al4C3 સિવાય બધા જ કાર્બાઇડ અબાષ્પશીલ છે. ઊંચા તાપમાને ગરમ કરતાં તેમનું વિયોજન થાય છે. કાર્બન અને ધાતુ અથવા તેના ઑક્સાઇડના ભૂકાને ઊંચા તાપમાને ગરમ કરતાં કાર્બાઇડ મળે છે. કાર્બાઇડના ત્રણ…
વધુ વાંચો >કાર્બોરેન
કાર્બોરેન : C2B2nH2n+2 સામાન્ય સૂત્ર (n = 3થી 10) ધરાવતાં કાર્બન, બોરોન અને હાઇડ્રોજનયુક્ત કાર્બધાત્વિક સંયોજનોનો સમૂહ. C2H10O12 એક અગત્યનું સંયોજન છે જેને o-કાર્બોરેન કહેવામાં આવે છે. તે બોરોન અને કાર્બન પરમાણુઓના જાળયુક્ત બહુફલકીય (polyhedral) આણ્વીય સંરચના ધરાવે છે, જેમાં કાર્બન પરમાણુઓ નજીક નજીક 1, 2 અથવા દૂર દૂર 1,…
વધુ વાંચો >કોપાલ
કોપાલ : કેટલાંક ઝાડના રસમાંથી મળી આવતાં કુદરતી રેઝિન. કોપાલના ઍસિડ આંક ડામરના કરતાં સામાન્ય રીતે વધારે હોય છે. જુદી જુદી જગ્યાના ઝાડમાંથી મળતા કોપાલને તે પ્રમાણે નામ આપેલાં છે, જેમ કે કૌરી કોપાલ, મનિલા કોપાલ, કાગો કોપાલ વગેરે. કૉંગો કોપાલ અગત્યનું રેઝિન છે. તેનો ઉપયોગ સૌપ્રથમ ફ્રા ફોર્ચ્યુનેટો ડી…
વધુ વાંચો >ક્રોમ ફટકડી
ક્રોમ ફટકડી : જાંબલી (violet) અથવા માણેક જેવા લાલ રંગનો સ્ફટિકીય દ્વિસલ્ફેટ ક્ષાર, K2SO4,Cr2(SO4)3.24 H2O. સંઘટક સલ્ફેટોને સમાણુક (equimolar) જથ્થામાં ઓગાળી, સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય છે. પાણીમાં દ્રાવ્ય પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. સાપેક્ષ ઘનતા, 1.826; ગ.બિં., 89° સે. 100° સે તાપમાને 10H2O જ્યારે 400° સે. એ 12H2O ગુમાવે છે. દ્વિક્ષારમાં…
વધુ વાંચો >ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ
ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ : ક્લોરિન અને સલ્ફરયુક્ત અકાર્બનિક ઑક્સિઍસિડ. સૂત્ર ClSO2OH. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ- (H2SO4SO3)માં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ શોષાતો બંધ થાય ત્યાં સુધી પસાર કરતાં તે મળે છે. SO3 + HCl → ClSO2OH આ ઍસિડને હાઇડ્રોજન ક્લોરાઇડના પ્રવાહમાં નિસ્યંદિત કરવામાં આવે છે. 145°થી 160°સે. મળેલ પ્રવાહીને સંઘનિત કરવામાં આવે છે.…
વધુ વાંચો >ક્વાર્ટ્ઝ
ક્વાર્ટ્ઝ : મોટા ભાગના આગ્નેય ખડકો અને લગભગ બધા વિકૃત (metamorphic) અને જળકૃત (sedimentary) ખડકોના અંગભૂત ભાગ તરીકે જોવા મળતું સૌથી વધુ વ્યાપક સિલિકા ખનિજ. તે લગભગ શુદ્ધ સિલિકોન ડાયૉક્સાઇડ અથવા સિલિકા (SiO2) છે અને પૃથ્વીના પોપડામાં ફેલ્સ્પાર પછી બીજું સ્થાન ધરાવે છે. રેતીખડક (sandstone) અને ક્વાટર્ઝાઇટ તેમજ અખનિત રેતી…
વધુ વાંચો >ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ
ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ : સમઅણુ પ્રમાણમાં ક્વિનોન (Q) અને હાઇડ્રોક્વિનોન (QH2) (ક્વિનહાઇડ્રોન) ધરાવતો સંદર્ભ વીજધ્રુવ. 1921માં બિલમૅને દ્રાવણનાં pH મૂલ્યો (H+ આયન સાંદ્રતા) માપવા માટે તેનો ઉપયોગ સૂચવ્યો હતો. હાઇડ્રોક્વિનોન-ક્વિનોન એક અપચયન-ઉપચયન (reduction-oxidation) અથવા રેડૉક્સ પ્રણાલી છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય : સમઅણુ (1:1) પ્રમાણમાં લીધેલા Q અને QH2 એકબીજા…
વધુ વાંચો >