ઇલેક્ટ્રૉનિક્સ

માઇક્રોવેવ

માઇક્રોવેવ (Microwaves) : એક પ્રકારના વીજચુંબકીય તરંગો (electromagnetic waves). તરંગલંબાઈ મુજબ તેમને ડેસિમીટર તરંગ, સેન્ટિમીટર તરંગ અને મિલિમીટર તરંગ તરીકે વિભાજિત કરવામાં આવે છે. આ આયનીકરણ કરતા ન હોય (non-ionizing) એવા તરંગો છે. તેની શક્તિ 10–5 eVથી 0.01 eV જેટલી હોય છે. વીજચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવની પડોશમાં ઓછી તરંગ-લંબાઈના વિસ્તારમાં પારરક્ત વિકિરણો…

વધુ વાંચો >

માઇક્રોવેવ ઘટકો

માઇક્રોવેવ ઘટકો (microwave elements) માઇક્રોવેવ ઉપર ખાસ પ્રકારની અસરો ઉપજાવતા ભૌતિક ઘટકો. તે માઇક્રોવેવ પરિપથ ઘટકો (microwave circuit elements) તરીકે પણ ઓળખાય છે. આ વિવિધ ભૌતિક ઘટકો (physical elements) નીચે પ્રમાણે છે : જુઓ આકૃતિ 1. તરંગપથક (waveguide) : કોઈ એક પ્રણાલીમાં માઇક્રોવેવનું પ્રસરણ (transmission) એક સ્થાનેથી બીજા સ્થાને કરવા…

વધુ વાંચો >

માઇક્રોસ્કોપ

માઇક્રોસ્કોપ : અતિસૂક્ષ્મ વસ્તુ(નમૂના)ને વિવર્ધિત કરી જોવા માટેનું ઉપકરણ. તેના વડે સૂક્ષ્મ વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. માઇક્રોસ્કોપ વડે જોવાની વસ્તુને સામાન્યત: ‘નમૂનો’ કહેવામાં આવે છે. માઇક્રોસ્કોપ વિજ્ઞાન-ક્ષેત્રે અતિ મહત્વનું ઉપકરણ છે. તેના વડે જ રોગનાં જંતુઓનું નિરીક્ષણ શક્ય બન્યું. નરી આંખે ન જોઈ શકાતા જીવાણુઓનું રહસ્ય માઇક્રોસ્કોપે છતું…

વધુ વાંચો >

મિક્સર-ગ્રાઇન્ડર

મિક્સર-ગ્રાઇન્ડર : વસ્તુઓને દળી-પીસી કે કાપીને એકરૂપ (સમરસ) બનાવતું સાધન. આ પ્રકારનાં સાધનો રસોઈના કામ માટે વપરાતી શાક-ભાજી જેવી વસ્તુઓથી માંડીને કારખાનાંઓમાં રસાયણોને કાપી/કચડી પીસી/દળીને મિશ્રિત કરવા માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. જ્યારે વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે ઊભા નળાકારમાં દાંતાવાળી/બ્લેડવાળી ચકરી(impeller)ને ફેરવવામાં આવે છે. આકૃતિ 1માં તેને દર્શાવતું સાદું…

વધુ વાંચો >

મૅજિક આઈ

મૅજિક આઈ (Magic Eye) : રૅડિયો રિસીવરોમાં બરોબર ટ્યૂનિંગ થાય છે કે કેમ તે દર્શાવતું ઉપકરણ (device). તે ત્રિ-ધ્રુવ વાલ્વ (triode) અને સાદી ઋણકિરણનળી(cathode-ray tube)થી બનેલું હોય છે. તેમાં ધાતુની ચકતી (fin) કંટ્રોલ-ઇલેક્ટ્રૉડ તરીકે વપરાય છે. આ કંટ્રોલ-ઇલેક્ટ્રૉડમાં મળતા ઇનપુટના પ્રમાણમાં ફ્લોરસન્ટ ટ્યૂબમાં પ્રકાશ જોવા મળે છે. રેડિયોમાં તે વૉલ્યૂમ-કંટ્રોલ…

વધુ વાંચો >

મૅટગે, ફ્રેડરિક લુઈ

મૅટગે, ફ્રેડરિક લુઈ (જ. 14 જુલાઈ 1857, એલ્જિન, ઇલિનૉઇ; અ. 26 માર્ચ 1937) : વૉશિંગ મશીનના અમેરિકન નિર્માતા. તેમણે ન્યૂટનમાં સ્થાપેલી મૅટગે કંપની (1909) વૉશિંગ મશીનની વિશ્વની સૌથી મૌટી ઉત્પાદક કંપની બની રહી. 1911માં તેમણે ઇલેક્ટ્ર્રિક વૉશિંગ મશીન વિકસાવ્યું અને 1922માં તેમણે ઍલ્યુમિનિયમ ટબ પ્રચલિત બનાવ્યું. પછીનાં વર્ષો દરમિયાન આ…

વધુ વાંચો >

યુનિ-જંક્શન ટ્રાન્ઝિસ્ટર (યુજેટી)

યુનિ-જંક્શન ટ્રાન્ઝિસ્ટર (યુજેટી) : દ્વિ-જોડાણવાળા દ્વિધ્રુવી (bipolar) ટ્રાન્ઝિસ્ટર કરતાં ભિન્ન લાક્ષણિકતા/ગુણધર્મ ધરાવતી, એક જોડાણ અને ત્રણ છેડાવાળી સંરચના (device). યુજેટીને બે બેઝ તથા એક ઍમિટર છેડા હોય છે. યુજેટીની સામાન્ય રચના આકૃતિ 1(અ)માં દર્શાવેલ છે. N પ્રકારની ઓછા પ્રમાણમાં અશુદ્ધિ ભેળવેલ (lightly dopped) સિલિકોન સળી, જેના બે છેડા B1 અને…

વધુ વાંચો >

વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ)

વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ) : કાચ વડે આવરિત (enclosed) કરેલી બે કે વધુ ઇલેક્ટ્રૉડવાળી પ્રયુક્તિ. તેમાં એક ઇલેક્ટ્રૉડ ઇલેક્ટ્રૉન્સનો પ્રાથમિક સ્રોત હોય છે. તેને (વાલ્વને) ઇલેક્ટ્રૉન નળી (ટ્યૂબ) પણ કહે છે. જો કાચની નળીમાં શૂન્યાવકાશ કરેલું હોય તો તેને શૂન્યાવકાશ-નળી (vaccum tube) કહે છે. સામાન્યત: ઉષ્મીય ઉત્સર્જન વડે ઇલેક્ટ્રૉન મેળવાતા હોય છે.…

વધુ વાંચો >

શ્રવણસહાયક (hearing aid)

શ્રવણસહાયક (hearing aid) : વાતચીત થઈ શકે તે માટે અવાજને મોટો કરતું બૅટરીથી ચાલતું વીજાણ્વીય (electronic) સાધન. તે સૂક્ષ્મધ્વનિગ્રાહક(microphone)ની મદદથી અવાજના તરંગો મેળવે છે અને ધ્વનિતરંગોને વીજસંકેતોમાં ફેરવે છે. તેમાંનું ધ્વનિવર્ધક (amplifier) વીજસંકેતોને મોટા કરે છે અને તે ફરીથી અવાજમાં ફેરવીને કાનની અંદર ગોઠવાયેલા ધ્વનિક્ષેપક (speaker) દ્વારા કર્ણઢોલ પર ધ્વનિસંકેતો…

વધુ વાંચો >

સંમિશ્રણ (modulation)

સંમિશ્રણ (modulation) : વ્યાપક રીતે, કોઈ પણ ઇલેક્ટ્રૉનિક પ્રાચલમાં બીજા પ્રાચલ વડે કરવામાં આવતો ફેરફાર કે વધારો અથવા વિશિષ્ટ રૂપે, એક તરંગ(વાહક તરંગ)નાં કેટલાંક લક્ષણોમાં બીજા તરંગ(signal)ના લક્ષણ વડે, સુસંગત રીતે ફેરફાર કરવાની પ્રક્રિયા. પરિણામી સંયુક્ત તરંગને સંમિશ્રિત તરંગ કહે છે તેનાથી વ્યસ્ત, (ઊલટી) પ્રક્રિયાને વિમિશ્રણ (demodulation) કહે છે. તેમાં…

વધુ વાંચો >