ઇલેક્ટ્રૉનિક્સ

ટેલિવિઝન

ટેલિવિઝન : ધ્વનિસહ, ર્દશ્ય ચિત્રનું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સંચારણ (transmission) અને અભિગ્રહણ (reception) કરતી પ્રયુક્તિ. તેની મદદથી કોઈ પણ ચિત્રને દૂર આવેલા સ્થળેથી જોઈ શકાય છે. ચલચિત્રની જેમ ટેલિવિઝનમાં ક્રમિક ચિત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. ર્દષ્ટિસાતત્યને કારણે પ્રતિબિંબોની આવી શ્રેણી મગજ ઉપર સળંગ ચિત્ર રૂપે નોંધાય છે. એક સેકન્ડમાં ઓછામાં…

વધુ વાંચો >

ટ્યૂરિંગ એલન મેથિસન

ટ્યૂરિંગ એલન મેથિસન (જ. 23 જૂન 1912, લંડન; અ. 7 જૂન 1954, વિલ્મસ્લોયેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી. તેમણે કમ્પ્યૂટરના સિદ્ધાંત અને તેની કાર્યપદ્ધતિમાં તાત્વિક પૃથક્કરણ દ્વારા અગત્યનું પ્રદાન કર્યું હતું. 1935માં કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજની ફેલોશિપ મેળવી અભ્યાસ કરતા હતા. તે દરમિયાન ગાણિતિક તર્કશાસ્ત્રમાં સંશોધનકાર્ય શરૂ કર્યું. ‘પરિકલનીય (computable)…

વધુ વાંચો >

ટ્રાન્ઝિટ ઉપગ્રહો

ટ્રાન્ઝિટ ઉપગ્રહો : અમેરિકાની નૌનયન (navigation) ઉપગ્રહ નામની શ્રેણીનો ઉપગ્રહ. પ્રથમ ટ્રાન્ઝિટ ઉપગ્રહ 13 એપ્રિલ, 1960ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. ત્યારપછી બીજા ઘણા ટ્રાન્ઝિટ ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. આ શ્રેણીના બધા ઉપગ્રહ લગભગ 1100 કિમી.ની ઊંચાઈએ ધ્રુવીય વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા. દરેક ટ્રાન્ઝિટ ઉપગ્રહ દ્વારા દર બે…

વધુ વાંચો >

ટ્રાન્ઝિસ્ટર

ટ્રાન્ઝિસ્ટર : ઘન અવસ્થા ઇલેક્ટ્રૉનિક્સ(soild state electronics)નું એક ઉપકરણ જેના દ્વારા ઇલેક્ટ્રૉનિક્સની બધી જ પ્રક્રિયાઓ શક્ય  બને છે. ટ્રાન્ઝિસ્ટરના અમુક ભાગમાં અવરોધ (resistance) ઘટી જતો હોઈ અને બીજા ભાગમાં વધી જતો હોવાથી અવરોધના મૂલ્યનું પરિવર્તન થાય છે. તેથી તેનું નામ ‘transfer + resistor’ ઉપરથી ‘transistor’ આપવામાં આવેલું છે. અવરોધના મૂલ્યમાં…

વધુ વાંચો >

ટ્રાયાએક

ટ્રાયાએક (triac) : અર્ધવાહક ઇલેક્ટ્રૉનિક્સમાં થાઇરિસ્ટર જૂથની (થાઇરિસ્ટર = થાયરેટ્રૉન ટ્યૂબ જેવી લાક્ષણિકતાવાળી અર્ધવાહક રચનાઓનું જૂથ) ટ્રાન્ઝિસ્ટરને સમતુલ્ય એક રચના. Tri = Transistor અને A. C. = એ.સી. પરિપથના સંયોજન ઉપરથી Triac (ટ્રાયાએક અથવા ટ્રાયેક) શબ્દ રચાયો છે. આકૃતિ 1(a)માં દર્શાવ્યા પ્રમાણે ટ્રાયાએકની રચનામાં અર્ધવાહકના ચાર સ્તરો (P1 – N2…

વધુ વાંચો >

ડાયાક

ડાયાક : જુઓ, વાલ્વ (ઈલેક્ટ્રોનિક્સ)

વધુ વાંચો >

ડાયોડ

ડાયોડ : જુઓ, વાલ્વ (ઈલેક્ટ્રોનિક્સ)

વધુ વાંચો >

ડી-બ્લૉક તત્વો

ડી-બ્લૉક તત્વો (d-block elements) : પરમાણુની ઇલેક્ટ્રૉન સંરચનાની ર્દષ્ટિએ જેમનાં બાહ્ય ક્વચ-(shell)ને બદલે ઉપાન્ત્ય (penultimate) કવચનાં d કક્ષકો ઇલેક્ટ્રૉન વડે ભરાતા હોય તેવાં, આવર્તક કોષ્ટકના 3થી 12મા સમૂહમાં આવેલાં રાસાયણિક તત્વો. આવાં તત્વોની બાહ્ય ઇલેક્ટ્રૉન–સંરચના સામાન્ય રીતે (n-1)dxns2 હોય છે. (n = મુખ્ય ક્વૉન્ટમ અંક, x= 1 થી 10) અપવાદ…

વધુ વાંચો >

તત્વવૈપુલ્ય

તત્વવૈપુલ્ય (chemical abundance) : વિશ્વમાં વિવિધ તત્વો(elements)ના અસ્તિત્વની પ્રચુરતા. આ પ્રચુરતા કેવી રીતે અસ્તિત્વમાં આવી તેની સૈદ્ધાંતિક સમજૂતી આધુનિક વિજ્ઞાન આપી શકે છે. આ સમજૂતી મુજબ જે મહાવિસ્ફોટ (big bang) દ્વારા વિશ્વનું સર્જન થયું, તેના અતિ પ્રારંભિક તબક્કામાં (એટલે કે ગણતરીની મિનિટોમાં જ !) હાઇડ્રોજનના નાભિ એટલે કે પ્રોટ્રોન, તેના…

વધુ વાંચો >

તાપદીપ્તિ સમયાંકન

તાપદીપ્તિ સમયાંકન : પદાર્થને ગરમ કરવાથી ઉત્સર્જિત થતા વિકિરણને આધારે સમય નક્કી કરવાની પદ્ધતિ. સ્ફટિકમાં અણુ અથવા પરમાણુની ગોઠવણી સંપૂર્ણપણે નિયમિત હોય છે (જુઓ આકૃતિ 1). આવી નિયમિત ગોઠવણીમાં ક્યાંયે અસાતત્ય અથવા અનિયમિતતા હોય તો તેમાં ક્ષતિ (defect) છે એમ કહેવાય. ક્ષતિ બિંદુ પ્રકારની અથવા રેખીય પ્રકારની હોય છે (જુઓ…

વધુ વાંચો >