ઇલેક્ટ્રૉનિક્સ

ઑફ-બો સિદ્ધાંત

ઑફ-બો સિદ્ધાંત (auf-bau principle) : જર્મન ‘auf-bau prinzip’ ઉપરથી નિલ્સ બ્હોરે પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત auf = ઉપર; bau = ચણવું તે ઉપરથી તેનો અર્થ ‘નીચેથી ઉપર તરફ ચણતર’. પરમાણુની ધરા-સ્થિતિ (ground state) એટલે કે ન્યૂનતમ ઊર્જા માટે ઇલેક્ટ્રૉનવિન્યાસની રચના, આ સિદ્ધાંતને આધારે થાય છે. દરેક પરમાણુમાં ઇલેક્ટ્રૉનના પથરૂપ ઘણી બધી…

વધુ વાંચો >

ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control)

ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control) : ઔદ્યોગિક પ્રક્રિયાઓને ઇચ્છિત પરિસ્થિતિએ ગોઠવવા તથા તે પરિસ્થિતિનું સાતત્ય જળવાઈ રહે અને અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટેનાં ઉપાયો તથા સાધનો માટેનાં આયોજન તેમજ અમલ(execution)ને સ્પર્શતી ઇજનેરી પ્રક્રિયા. પદાર્થ (material) તથા શક્તિની આંતર-પ્રક્રિયા (interaction) દ્વારા અન્યોન્ય રૂપાંતર થાય તે ક્રિયાવિધિને વ્યાપક અર્થમાં…

વધુ વાંચો >

કંપવિસ્તાર : જુઓ કંપન

કંપવિસ્તાર : જુઓ કંપન.

વધુ વાંચો >

કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર)

કોમ્પ્યૂટર (કમ્પ્યૂટર) : વિવિધ કાર્યક્રમમાં આપેલી સૂચના અનુસાર માહિતીસંગ્રહ અને માહિતીપ્રક્રમણ માટેનું વીજાણુસાધન. તે સંજ્ઞાઓનું ઝડપથી અને ચોકસાઈપૂર્વક રૂપાંતર કરી શકતું મશીન છે. 1970 પછી ભારતમાં કોમ્પ્યૂટરનો બહોળો વિકાસ થયો છે અને વિશ્વના વિકસિત દેશોએ વિજ્ઞાનની આ શાખામાં કરેલ પ્રગતિ સાથે ભારતે તાલ મેળવી લીધેલ છે. એટલું જ નહિ; પરંતુ…

વધુ વાંચો >

ઘરઘંટી (વીજચાલિત)

ઘરઘંટી (વીજચાલિત) : અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન. શરૂઆતમાં માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો…

વધુ વાંચો >

જોસેફસન અસર

જોસેફસન અસર (Josephson effect) : અવાહક દ્રવ્યના પાતળા સ્તર વડે અલગ કરેલા બે અતિવાહક (super conducting) દ્રવ્યના ટુકડા વચ્ચે થતું વિદ્યુતપ્રવાહનું વહન. આવા પ્રવાહનું વહન બે અતિવાહકને અલગ કરતા પાતળા પરાવૈદ્યુત (dielectric) સ્તરની આરપાર સુરંગ(tunnel)ની જેમ અતિવાહક વચ્ચે નબળા જોડાણ (જોસેફસન જંક્શન) દ્વારા યુગ્મિત (paired) ઇલેક્ટ્રૉન(કૂપર જોડ)ના માર્ગ દ્વારા થતું…

વધુ વાંચો >

ઝેરૉગ્રાફી

ઝેરૉગ્રાફી : કોઈ પણ પ્રકારના લખાણની છબીરૂપ બેઠી નકલ કરવા માટેની યાંત્રિક પ્રયુક્તિ. આવી પ્રત્યેક નકલને ઝેરૉક્સ નકલ અને યંત્રને ઝેરૉગ્રાફ કે ઝેરૉક્સ મશીન કહે છે; પ્રક્રિયા ઝેરૉગ્રાફી તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં કૅડમિયમ સલ્ફાઇડ કે લેડ સલ્ફાઇડ જેવાં પ્રકાશ-સુવાહક (photo-conducting) રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવાં રસાયણોના અત્યંત બારીક…

વધુ વાંચો >

ઝ્વૉરિકિન, વ્લાદિમિર કોસ્મા

ઝ્વૉરિકિન, વ્લાદિમિર કોસ્મા (જ. 30 જુલાઈ, 1889, મ્યુરોમ, રશિયા; અ. 29 જુલાઈ 1982, પ્રિન્સ્ટન, ન્યૂજર્ર્સી, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલા અને પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક બનેલા ઇલેક્ટ્રૉનિક્સ ઇજનેર. સેન્ટ પીટર્સબર્ગ (ત્યારે પેત્રોગ્રાદ)ની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1912માં સ્નાતક થઈ પૅરિસની કૉલેજ દ્ ફ્રાન્સમાં જોડાયા. 1914માં રશિયા પછા ફર્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન…

વધુ વાંચો >

ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ

ટાઉન્ઝ, ચાર્લ્સ હાર્ડ (જ. 25 જુલાઈ 1915, ગ્રીનવિલ, સાઉથ કૅરોલિના) : ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સના વિષયમાં કરેલ પ્રદાન બદલ 1964નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. ટાઉન્ઝ 1935માં ફરમાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ડ્યૂક યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1939માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી ડૉક્ટરેટ (Ph.D.) મેળવી. 1939માં બેલ ટેલિફોન…

વધુ વાંચો >

ટેટ્રોડ

ટેટ્રોડ : જુઓ, ‘વાલ્વ’

વધુ વાંચો >