ઇન્દ્રવદન મનુભાઈ ભટ્ટ

ઑક્સિડેશન આંક

ઑક્સિડેશન આંક : કોઈ તત્વ કે આયનની ઉપચયન સ્થિતિ કે અવસ્થા દર્શાવતો આંક. આ આંક નક્કી કરવા માટે તત્વનું પરમાણુ કેટલા ઇલેક્ટ્રૉન સ્વીકારે છે કે ગુમાવે છે તે બાબત ગણતરીમાં લેવામાં આવે છે. આ માટે પ્રત્યેક સંયોજનને આયનિક પ્રકારના બંધનથી નિર્મિત થયેલું માનવામાં આવતું હોઈ ઑક્સિડેશન આંકની વિભાવના કાલ્પનિક ગણી…

વધુ વાંચો >

ઑનસેગર, લાર્સ

ઑનસેગર, લાર્સ (જ. 27 નવેમ્બર 1903, ક્રિસ્ટિયાના (હવે ઑસ્લો), નૉર્વે; અ. 5 ઑક્ટોબર 1976, કોરલ ગેબલ્સ, ફ્લોરિડા, યુ.એસ.) : જન્મે નૉર્વેજિયન અમેરિકન રસાયણવિદ અને 1968ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. વકીલના પુત્ર એવા ઓસામુર 1920માં ટ્રૉન્ડહીમની નોર્જીસ ટેક્નિસ્ક વૉગસ્કૂલ(Norges Tekniske Wogskde)માં રાસાયણિક ઇજનેરીના અભ્યાસ માટે દાખલ થયા. સાંખ્યિકીય (statistical) યાંત્રિકી (mechanics) ઉપરના…

વધુ વાંચો >

ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ

ઑસ્વાલ્ડ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 2 સપ્ટેમ્બર 1853, રિગા, લેટવિયા પ્રજાસત્તાક; અ. 4 એપ્રિલ 1932, લિપઝિગ પાસે, જર્મની) : ભૌતિક રસાયણશાસ્ત્રને એક અલગ શાખા તરીકે વિકસાવવામાં નિર્ણાયક પ્રદાન કરનાર 1909ના નોબેલ પારિતોષિક-વિજેતા વિજ્ઞાની. તેમને નાનપણથી જ રાસાયણિક પ્રયોગો કરવાનો શોખ હતો. 1878માં લેટવિયાની ઉત્તરે આવેલ રાજ્યની ડોરપટ યુનિવર્સિટી(હવે તાર્તુ સ્ટેટ યુનિવર્સિટી)માંથી…

વધુ વાંચો >

કાર્બોનેટ

કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ(H2CO3, અથવા H2O + CO2)નાં વ્યુત્પન્નો. તે બે પ્રકારના (કાર્બોનેટ અને બાયકાર્બોનેટ) હોય છે. કાર્બોનિક ઍસિડમાં બે વિસ્થાપીય હાઇડ્રોજન છે. એક H વિસ્થાપિત સંયોજનોને બાયકાર્બોનેટ (HCO3–) કહે છે. બે H વિસ્થાપિત સંયોજનોને કાર્બોનેટ (CO32–) કહે છે. તે Na, K અથવા અન્ય ધન આયનો ધરાવી શકે, જે અકાર્બનિક…

વધુ વાંચો >

કુલોમ્બ

કુલોમ્બ : 0.001118 ગ્રામ ચાંદી અથવા 0.00014 ગ્રામ હાઇડ્રોજન મુક્ત કરવા માટે અથવા એક સેકંડ માટે એક એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવા વપરાતો વિદ્યુતનો જથ્થો અથવા 6.24 × 1018 ઇલેક્ટ્રૉન પરનો વિદ્યુતભાર. તેથી, એમ્પિયર ×  સેકંડ = કુલોમ્બ મેટ્રિક પદ્ધતિમાં વિદ્યુતના જથ્થાને સ્ટેટ કુલોમ્બ (stat coulomb) પણ કહે છે. કુલોમ્બના દશમા ભાગને…

વધુ વાંચો >

કૅલ્સાઇટ

કૅલ્સાઇટ : કાર્બોનેટ સમૂહનું ખનિજ. કૅલ્શિયમ કાર્બોનેટનો સામાન્ય પ્રકાર. સૂત્ર CaCO3. કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં બે સ્ફટિકરૂપે મળે છે, જેમાંનું એક રૂપ કૅલ્સાઇટ છે. તે ‘કૅલ્સાઇટ પ્રકાર’, ષટ્કોણીય સ્ફટિકરચના ધરાવે છે. તેનું ગ. બિં. 1000 વાતાવરણ-દબાણે (100 MPa) 1339° સે. છે. તેની વિશિષ્ટ ઘનતા 2.75 અને વક્રીભવનાંક 1.486 છે. પ્રક્રિયકોની સાંદ્રતા,…

વધુ વાંચો >

શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy)

શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy) : નિરપેક્ષ શૂન્ય (0 k) તાપમાને પદાર્થમાં રહી જતી ઊર્જા. બધી પ્રતિરોધિત (confined) પ્રણાલીઓ તેમના ન્યૂનતમ (lowest) ઊર્જાસ્તર(energy level)માં ધનાત્મક (positive) શૂન્ય બિંદુ ઊર્જા ધરાવે છે. પ્રશિષ્ટ ભૌતિકી (classical physics) કણો માટે પ્રત્યેક ક્ષણે નિર્દિષ્ટ સ્થાનો (locations) અને વેગમાન(momenta)વાળા ચોક્કસ પ્રક્ષેપપથ (trajectory) સૂચવે છે…

વધુ વાંચો >

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર

શેષાદ્રિ, તિરુવેંકટ રાજેન્દ્ર (જ. 3 ફેબ્રુઆરી 1900, કુલિતલાઈ, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર 1975) : ટી. આર. શેષાદ્રિના નામથી જાણીતા ભારતીય રસાયણવિદ્. પિતા ટી. આર. આયંગર. પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાંથી સ્નાતક થયા બાદ 1924માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતાં 1927માં માન્ચેસ્ટર ખાતે નોબેલ પારિતોષિક-વિજેતા…

વધુ વાંચો >

સમાન આયન અસર (common ion effect)

સમાન આયન અસર (common ion effect) : દ્રાવણમાં રહેલા આયનો પૈકીનો એક આયન સમાન હોય તેવો ક્ષાર ઉમેરવાથી નિર્બળ વિદ્યુતવિભાજ્ય(weak electrolyte)ના વિયોજન(dissociation)માં કે અલ્પદ્રાવ્ય (sparingly soluble) પદાર્થની દ્રાવ્યતામાં ઘટાડો કરતી અસર. કોઈ એક આયનિક પ્રક્રિયામાં એક વિશિષ્ટ આયનની સાંદ્રતા તેમાં પોતાના વિયોજન દ્વારા આ જ આયન ઉત્પન્ન કરતું સંયોજન ઉમેરવાથી…

વધુ વાંચો >

સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties)

સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) : દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય(solute)ના કણોની સંખ્યા (સાંદ્રતા) ઉપર જ આધાર રાખતા હોય પણ તેમની પ્રકૃતિ પર આધારિત ન હોય તેવા ગુણધર્મો. અભિસારક (રસાકર્ષણ, પરાસરણ, osmotic) દબાણ, દ્રાવકના બાષ્પદબાણ(vapour pressure)માં થતો ઘટાડો (ΔP = P°A – PA), ઉત્કલનબિંદુમાં થતો વધારો (ΔTB) અને ઠારબિંદુમાં થતો ઘટાડો (ΔTF) –…

વધુ વાંચો >