ઇતિહાસ – ભારત
સૂર્યવંશ
સૂર્યવંશ : સૂર્યથી પ્રવર્તેલો માનવવંશ. પૌરાણિક સાહિત્યમાં સૂર્ય, સોમ, સ્વાયંભુવ, ભવિષ્ય અને માનવેતર વંશોનું વર્ણન મળે છે. સૂર્ય-વંશના આદ્ય સ્થાપક વૈવસ્વત મનુએ પોતાનું રાજ્ય પોતાના નવ પુત્રોને વહેંચી દીધું હતું. તેમાંથી પાંચ પુત્રો અને પૌત્ર વંશકર થયા હતા. ઇક્ષ્વાકુ વંશનું પ્રવર્તન અયોધ્યામાં ઇક્ષ્વાકુએ કર્યું. ઇક્ષ્વાકુપુત્ર નિમિએ વિદેહમાં વંશીય શાસન પ્રવર્તાવ્યું.…
વધુ વાંચો >સૃંજયો
સૃંજયો : વેદોના સમયની એક જાતિના લોકો. ઋગ્વેદમાં સૃંજયોને ત્રિસ્તુ જાતિના નજીકના સાથીઓ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ ત્રિસ્તુ જાતિની પડોશમાં, ઘણુંખરું પાંચાલમાં રહેતા હતા. તેમના એક રાજા દૈવવાટેે તુર્વસો અને વ્રિચિવંતો પર વિજય મેળવ્યો હતો. તુર્વસો અને ભરતો સૃંજયોના શત્રુઓ હતા. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં પણ સૃંજયો અને ત્રિસ્તુઓને સાથીઓ…
વધુ વાંચો >સેજવલકર ત્રંબક શંકર
સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક. વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.…
વધુ વાંચો >સેન વંશ
સેન વંશ : બંગાળનો એક અગત્યનો રાજવંશ. આ વંશના રાજાઓ પોતાને કર્ણાટ-ક્ષત્રિય, બ્રહ્મ-ક્ષત્રિય અને ક્ષત્રિય તરીકે ઓળખાવતા હતા. તેમનો મૂળ પુરુષ વીરસેન અને એના વંશજો દક્ષિણાપથના રાજાઓ હતા. એમનું મૂળ વતન દક્ષિણના કન્નડ ભાષા બોલતા પ્રદેશમાં હતું. ધારવાડ જિલ્લામાં ‘સેન’ અટકવાળો જૈન ધાર્મિક શિક્ષકોનો એક પરિવાર હતો. એને બંગાળના આ…
વધુ વાંચો >સેન સુરેન્દ્રનાથ
સેન, સુરેન્દ્રનાથ (જ. જુલાઈ 1890, બારિસાલ, બાંગ્લાદેશ; અ. જુલાઈ 1962) : ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ઈ. સ. 1906માં મૅટ્રિકની અને 1908માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કર્યા બાદ, નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડીને પ્રાથમિક શાળાના શિક્ષક થયા. તે પછી ઢાકા કૉલેજમાં ભણીને 1913માં બી.એ.…
વધુ વાંચો >સેનાજિત
સેનાજિત : પ્રાચીન મગધના બાર્હદ્રથ રાજવંશનો એક નોંધપાત્ર અને શક્તિશાળી રાજા. મહાભારતના યુદ્ધ વખતે મગધમાં બાર્હદ્રથ રાજવંશ રાજ્ય કરતો હતો. આ વંશનો પહેલો રાજા જરાસંધ હતો. એના અવસાન પછી એનો પુત્ર સહદેવ રાજા બન્યો, જે પાંડવોના પક્ષે લડતાં મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. સહદેવ પછી એનો પુત્ર સોમાધિ રાજગાદીનો વારસ બન્યો.…
વધુ વાંચો >સેવાગ્રામ
સેવાગ્રામ : વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું ગામ. તે વર્ધાથી 8 કિમી. દૂર છે. 1930માં સાબરમતી આશ્રમ છોડ્યા પછી આઝાદી ન આવે ત્યાં સુધી સાબરમતી આશ્રમ પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞાને કારણે તેઓ 1934માં વર્ધા ગયા; પરંતુ તેઓ ગામડું પસંદ કરતા એટલે જમનાલાલ બજાજ પાસેથી 1 એકર જમીન લઈને…
વધુ વાંચો >સેવેલ રૉબર્ટ
સેવેલ, રૉબર્ટ (જ. ? ; અ. આશરે 1927) : ભારતના ઇતિહાસ વિશેના સંશોધક અને લેખક. સેવેલ મદ્રાસ (ચેન્નાઈ) પ્રાંતની સિવિલ સર્વિસના અંગ્રેજ અધિકારી હતા. એ ઉપરાંત તેઓ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડના સભ્ય તથા એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના સભ્ય હતા. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના ચેન્નાઈ પ્રાંતના મુખ્ય…
વધુ વાંચો >સૈફખાન-1થી 4
સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…
વધુ વાંચો >સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન
સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 50´થી 24° 50´ ઉ. અ. અને 82° 10´થી 83° 30´ પૂ. રે. વચ્ચેનો 6788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિરઝાપુર અને વારાણસી જિલ્લા, પૂર્વમાં બિહાર રાજ્યની સીમા તથા અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તરફ મધ્યપ્રદેશની સીમા…
વધુ વાંચો >