ઇતિહાસ – ભારત
માધવસેન
માધવસેન (ઈ.પૂ. બીજી સદી) : શુંગ વંશના યુવરાજ અગ્નિમિત્રનો મિત્ર તથા વિદર્ભના રાજા યજ્ઞસેનનો પિતરાઈ. રાજા પુષ્યમિત્ર(ઈ.પૂ. 1871–51)ના અમલ દરમિયાન અગ્નિમિત્ર વિદિશાનો સૂબો હતો. વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તેનો ઉલ્લેખ કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, માધવસેન વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના…
વધુ વાંચો >માધેપુરા
માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા…
વધુ વાંચો >માનસિંહ, રાજા
માનસિંહ, રાજા (જ. ? અ. 1614) : અંબર(હાલનું જયપુર)ના રાજા બિહારીમલના દત્તક પુત્ર રાજા ભગવાનદાસનો ભત્રીજો અને દત્તક પુત્ર. રાજા બિહારીમલની પુત્રીનાં લગ્ન અકબર સાથે કર્યા બાદ, માનસિંહને મુઘલ દરબારમાં ઊંચા હોદ્દા પર નીમવામાં આવ્યો હતો. એપ્રિલ 1576માં અકબરે મેવાડના રાણા પ્રતાપ સામે લડવા રાજા માનસિંહ તથા આસફખાનને મોકલ્યા હતા.…
વધુ વાંચો >મારવાડ (જોધપુર)
મારવાડ (જોધપુર) : રાજસ્થાનમાં આવેલું રાઠોડ વંશનું શક્તિશાળી રાજ્ય. કનોજના જયચંદ્ર રાઠોડના પૌત્ર સેતરામના પુત્ર સીહાજીએ તેરમી સદીમાં મારવાડમાં રાજ્ય સ્થાપ્યું. ત્યારબાદ મુસલમાનોનો સામનો કરતાં ઈ. સ. 1273માં સીહાજી અવસાન પામ્યો. તેનો પુત્ર આસથાનજી અને ત્યારપછી પૌત્ર ધુહડજી ગાદીએ બેઠા (અ. 1309). ધુહડ પછી રાયપાલ, કાન્હાપાલ, જલણસી, છડાજી, તિડાજી, સલખા…
વધુ વાંચો >માલમ, રામસિંહ (અઢારમી સદી)
માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ…
વધુ વાંચો >માલવીય, મદનમોહન (પંડિત)
માલવીય, મદનમોહન (પંડિત) (જ. 25 ડિસેમ્બર 1861, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 1946) : બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, કૉંગ્રેસપ્રમુખ, વરિષ્ઠ પત્રકાર. માળવાથી સ્થળાંતર કરીને પંદરમી સદીથી અલ્લાહાબાદમાં રહેતા શ્રીગૌડ પરિવારમાં મદનમોહનનો જન્મ થયો હતો. તેમના પૂર્વજો સંસ્કૃતમાં પારંગત, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર પરંતુ સાધારણ આર્થિક સ્થિતિના હતા. તેમના દાદા પ્રેમધર અને પિતાશ્રી…
વધુ વાંચો >માલવો
માલવો : પ્રાચીન ભારતના લોકોની એક જાતિ. મહાભારતમાં માલવોનો ઉલ્લેખ આવે છે. માલવો મહાભારતના યુદ્ધમાં કૌરવોની તરફેણમાં લડ્યા હતા. ઈ. પૂર્વેની ચોથી સદીમાં સિકંદરે ભારત પર ચડાઈ કરી ત્યારે માલવો રાવી અને ચિનાબ નદીઓના દોઆબના પ્રદેશ પંજાબમાં રહેતા હતા અને ક્ષુદ્રકો સાથે જોડાયેલા હતા. બંનેનાં લશ્કરો સિકંદરની સામે બહાદુરીથી લડ્યાં…
વધુ વાંચો >માલાપુરમ્
માલાપુરમ્ : કેરળ રાજ્યના મધ્યભાગમાં દરિયાકિનારે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 00´ ઉ. અ. અને 76° 00´ પૂ. રે.ની આજુજબાજુનો 3,550 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કોઝીકોડ અને વાયનાડ જિલ્લા, પૂર્વમાં તામિલનાડુનો નીલિગિરિ જિલ્લો, દક્ષિણે પલક્કડ (પાલઘાટ) અને થ્રિસુર (ત્રિચુર)…
વધુ વાંચો >માલ્કમ, જૉન (સર)
માલ્કમ, જૉન (સર) (જ. 2 મે 1769, બર્નફુટ, સ્કૉટલૅન્ડ; અ. 1833) : ભારતમાં બ્રિટિશ વહીવટદાર, મુત્સદ્દી અને મુંબઈનો ગવર્નર. સ્કૉટલૅન્ડના સામાન્ય ખેડૂતનો પુત્ર. 1782માં ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં સૈનિક તરીકે શરૂઆત કરી. તેણે પ્રામાણિકતા, પરિશ્રમ અને સર્વતોમુખી પ્રતિભા દ્વારા બ્રિટિશ રાજકર્તાઓ માટે ઉચ્ચ અભિપ્રાય સંપાદન કર્યો. તે ટીપુ સુલતાન અને…
વધુ વાંચો >માહિમ
માહિમ : મુંબઈનું ઐતિહાસિક પરગણું. મુંબઈનો ટાપુ અને તેની આસપાસના નાના ટાપુઓ ગુજરાતના મુસ્લિમ સુલતાનોની સત્તા નીચે હતા. વસઈ એનું મુખ્ય મથક હતું. નુનો દ કુન્હા ઈ. સ. 1529માં ગોવાનો પૉર્ટુગીઝ ગવર્નર બન્યો એ પછી એણે 1532ના ડિસેમ્બરમાં વસઈ ઉપર આક્રમણ કરીને એ ટાપુ તથા ત્યાંનો મુસ્લિમ કિલ્લો જીતી લીધા.…
વધુ વાંચો >