ઇતિહાસ – ભારત
મઠ
મઠ : સાધુ, સંન્યાસીઓ અને વૈરાગીઓનું ધાર્મિક નિયમાનુસારનું નિવાસસ્થાન. સાધુ-સંતોનાં રહેઠાણ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન રહેવા માટે વિભિન્ન સંપ્રદાયોના મઠ પ્રાચીન સમયથી બનાવવામાં આવે છે. આવા મઠોમાં કોઈ સંપ્રદાયનું મંદિર, દેવની મૂર્તિ, ધાર્મિક ગ્રંથાગાર વગેરે હોય છે તથા મહન્ત અને શિષ્યો ત્યાં રહેતા હોય છે. મઠની માલિકીની જમીન, સંપત્તિ, મકાનો…
વધુ વાંચો >મણિપુર
મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…
વધુ વાંચો >મત્સ્ય (પ્રદેશ)
મત્સ્ય (પ્રદેશ) : સપ્તસિંધુ-પ્રદેશમાં આવેલો એક ભૂ-ખંડ. હાલનો પૂર્વ રાજસ્થાનનાં ભરતપુર, અલવર, ધૌલપુર અને કરૌલીનો પ્રદેશ પ્રાચીન કાળમાં મત્સ્યદેશ કહેવાતો. 1948માં તે મત્સ્ય યુનિયન કહેવાયો અને પછી સાર્વભૌમ ભારતમાં મળી ગયો. ઋગ્વેદ(VII/18/6)માં વર્ણવાયેલા દાશરાજ્ઞ યુદ્ધમાં મત્સ્ય જાતિનો ઉલ્લેખ છે. તેઓ સુદાસના પ્રતિપક્ષમાં હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શૂરસેન અને મત્સ્ય પ્રદેશોને બ્રહ્મર્ષિના…
વધુ વાંચો >મથુરા
મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે.…
વધુ વાંચો >મદનપાલ
મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી…
વધુ વાંચો >મદુરાઈ
મદુરાઈ : તમિલનાડુ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 90 56´ ઉ. અ. અને 780 07´ પૂ. રે.ની આજુબાજુનો 7,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ અને દીરન ચિમ્મામલાઈ જિલ્લા, પૂર્વમાં પાસુમપન મુથુ રામલિંગમ્ જિલ્લો, દક્ષિણમાં કામારાજર…
વધુ વાંચો >મદ્રકો
મદ્રકો : પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં વસતી એક પ્રસિદ્ધ જાતિ. તેઓ ‘મદ્રો’ તરીકે પણ ઓળખાતા હતા. મદ્ર લોકો ઉત્તર મદ્રો, પૂર્વ મદ્રો, દક્ષિણ મદ્રો ઇત્યાદિ વર્ગોમાં વિભાજિત હતા. ઉત્તર મદ્રોનો નિર્દેશ ‘ઐતરેય બ્રાહ્મણ’માં થયો છે. તદનુસાર તેઓ હિમવત્ પ્રદેશમાં ઉત્તર કુરુદેશની સમીપમાં સંભવત: કાશ્મીર પ્રદેશમાં વસતા હતા. પૂર્વ મદ્રો પ્રાય:…
વધુ વાંચો >મદ્રાસ નેટિવ એસોસિયેશન
મદ્રાસ નેટિવ એસોસિયેશન : દક્ષિણ ભારતની સૌપ્રથમ રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન સ્થાપવાની પ્રેરણા મદ્રાસ(ચેન્નાઈ)ના નેતાઓને બંગાળના નેતાઓ પાસેથી મળી હતી. કોલકાતામાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશન સ્થાપવામાં આવ્યું ત્યારે ચેન્નાઇના નેતાઓએ બંગાળના નેતાઓને સહકાર આપવાની તેમની ઇચ્છા જણાવી હતી. ગજાલુ લક્ષ્મણરસુ ચેટ્ટી અને વિજયરાઘવાચારિયારે 26 ફેબ્રુઆરી 1852ના રોજ મદ્રાસ (ચેન્નાઈ) મુકામે…
વધુ વાંચો >મદ્રાસ મહાજન સભા
મદ્રાસ મહાજન સભા : મદ્રાસ ઇલાકાની રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન બંધ થઈ ગયા બાદ, લોકોનાં હિતોનું રક્ષણ કરવા માટે એક રાજકીય સંસ્થાની જરૂર હતી. અંગ્રેજોની અમલદારશાહી અને રાજકીય જુલમથી લોકો ઘણા દુ:ખી થયા હતા. તેથી રાજકીય સંસ્થા સ્થાપવાની આવશ્યકતા લોકોને સમજાઈ હતી. તેથી 17 ઑક્ટોબર 1884ના રોજ જી. સુબ્રમણ્ય…
વધુ વાંચો >મધુબની
મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…
વધુ વાંચો >