ઇતિહાસ – ભારત
ભારતમાં અંગ્રેજી રાજ
ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…
વધુ વાંચો >ભારતયુદ્ધ
ભારતયુદ્ધ : પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. જન્માંધ ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના અનાથ પુત્રો વચ્ચે પૈતૃક રાજવારસા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો. આખરે એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધ ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચે થયું હતું, પરંતુ એમાં એ બંને પક્ષના સહયોગમાં ભારતના લગભગ સર્વ રાજાઓ સંડોવાયા હતા. ધૃતરાષ્ટ્ર…
વધુ વાંચો >ભારતીય કાલગણના
ભારતીય કાલગણના : સૂર્યચંદ્રના ભ્રમણથી થતા દેખીતા ફેરફારને આધારે સમયની ગણતરી કરવાની ભારતીય પદ્ધતિ. ભારતમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને ‘દિવસ’ અને સૂર્યાસ્તથી સૂર્યોદયના સમયને ‘રાત્રિ’ કહે છે. દિવસ અને રાત્રિને સમાવી લેતા સૂર્યોદયથી સૂર્યોદયના સમયને ‘અહોરાત્ર’ કહે છે, એના અંશોમાં પ્રાત:, પૂર્વાહન, મધ્યાહન, સાયં, ઉત્તરાહન, મધ્યરાત્રિ જેવાં માપ પ્રચલિત થયાં. અહોરાત્રની…
વધુ વાંચો >ભારતીય-યવન સિક્કાઓ
ભારતીય-યવન સિક્કાઓ (Indo-Greek Coins) : પશ્ચિમોત્તર ભારતના ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓના સિક્કાઓ. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં યવન (ગ્રીક) રાજાઓના શાસન દરમિયાન તેમણે અહીં નવીન સિક્કા-પદ્ધતિ દાખલ કરી હતી. સિકંદરના અવસાન પછી સીરિયામાં સેલુક નામે યવન સરદારની રાજસત્તા સ્થપાઈ હતી. એના સમયમાં ભારતમાં ચિનાબ-પ્રદેશમાં સૌભૂતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે…
વધુ વાંચો >ભારતીય વિદ્યા
ભારતીય વિદ્યા (indology) : ભારતના બધા સમયખંડનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં બધાં પાસાંઓનું અધ્યયન, સર્વેક્ષણ અને સંશોધન. જ્યારથી પશ્ચિમી પ્રજાઓ, વિશેષ રૂપે યુરોપીય પ્રજાઓ, આપણા દેશના સંપર્કમાં આવી ત્યારથી તે પ્રજાઓમાં પૌરસ્ત્ય ભૂમિ ભારત વિશે જાણવાની વૃત્તિ વિકસતી ગઈ. આ પ્રજાઓને ભારત એક નૂતન વાણિજ્યતીર્થ અને રાજકીય તીર્થભૂમિ તરીકે જ નહિ,…
વધુ વાંચો >ભારશિવ વંશ
ભારશિવ વંશ : કુષાણ સામ્રાજ્યના અંત અને ગુપ્તયુગના ઉદય પહેલાં ઈ.સ. ચોથી શતાબ્દીમાં શાસન કરી ગયેલ વંશ. એમણે ઉત્તર ભારતમાં પોતાની કીર્તિ ફેલાવી. પુરાણો અનુસાર એમની રાજસત્તાનાં કેન્દ્ર વિદિશા, પદ્માવતી (વર્તમાન–પદમ પવાયા), કાન્તિપુરી (કન્તિત, જિ. મીર્જાપુર) અને મથુરા હતાં. કાશીમાં ગંગાકિનારે એમણે દસ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેની સ્મૃતિ આજે…
વધુ વાંચો >ભાર્ગવ, ગોપીચંદ
ભાર્ગવ, ગોપીચંદ (જ. 1889, સિરસા, જિ. હિસાર, પંજાબ; અ. 26 ડિસેમ્બર 1966) : સ્વાતંત્ર્યસેનાની કૉંગ્રેસી નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન. ગોપીચંદ ભાર્ગવના પિતા પંડિત બદ્રીપ્રસાદ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ અને સરકારી કર્મચારી હતા. ગોપીચંદે મૅટ્રિકની પરીક્ષા 1905માં હિસારમાં, ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1907માં અને એમ.બી.બી.એસ.ની પરીક્ષા 1912માં લાહોરમાં પસાર કરી હતી. 1913માં…
વધુ વાંચો >ભાર્ગવ, ઠાકુરદાસ
ભાર્ગવ, ઠાકુરદાસ (જ. 1886, રેવાડી, હરિયાણા; અ. 1962) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રવાદી નેતા અને બંધારણ સભાના સભ્ય. તેમનો જન્મ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ બદ્રીપ્રસાદ અને માતાનું નામ રામપ્યારી હતું. એમના પિતાની હિસારમાં નિમણૂક થતાં તેઓ હિસારની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ લાહોરની દયાનંદ અગ્લો-વેદિક કૉલેજમાં જોડાયા.…
વધુ વાંચો >ભિન્નમાલ
ભિન્નમાલ : પ્રાચીન ગુર્જરદેશનું પાટનગર. સાતમી સદીમાં શ્રીમાલ-ભિલ્લમાલ-ભિન્નમાલની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ કહેવાતો. આ પ્રદેશ હાલ આબુના વાયવ્યે, આજના રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. પ્રાચીન ગુર્જરદેશનું પહેલું રાજકીય તથા સાંસ્કૃતિક પાટનગર શ્રીમાલ કે ભિલ્લમાલ ગણાય છે. ભિલ્લમાલ અંગે શ્રીમાલપુરાણ કે શ્રીમાલમાહાત્મ્ય રચાયું છે. આ પુરાણમાં એના નામ પડવા અંગેની કથા આપેલી…
વધુ વાંચો >ભીલવાડા
ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા,…
વધુ વાંચો >