ઇતિહાસ – ભારત
પૉંડિચેરી (પુદુચેરી)
પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને…
વધુ વાંચો >પ્રતાપ, મહારાણા
પ્રતાપ, મહારાણા (જ. 1540; અ. 1597) : મેવાડના મહાન દેશભક્ત, શક્તિશાળી અને શૂરવીર રાજવી. સમગ્ર ભારતના શ્રેષ્ઠ રાજપૂત રાજવીઓમાં એમની ગણતરી થાય છે. તેઓ એમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે પ્રસિદ્ધ છે. મેવાડના સિસોદિયા વંશના રાણાઓએ મુઘલ સમ્રાટોને નહિ નમવાની અને એમને પોતાના કુળની પુત્રીઓ નહિ પરણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું…
વધુ વાંચો >પ્રતાપસિંહ–2
પ્રતાપસિંહ–2 : શિવાજીના વંશજો ‘છત્રપતિ’નું બિરુદ ધારણ કરી સતારામાં રાજ્ય કરતા હતા. ઈ. સ. 1749માં શાહુ-1ના મૃત્યુ પછી તેમની સત્તા માત્ર નામની જ રહી જ્યારે તેમનો મુખ્ય પ્રધાન ‘પેશવા’ સર્વોપરી બન્યો. 1808માં શાહુ-2ના અવસાન પછી પ્રતાપસિંહ ‘છત્રપતિ’ બન્યા, 1818માં અંગ્રેજો અને પેશવા બાજીરાવ-2 વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંનેએ ‘છત્રપતિ’ના…
વધુ વાંચો >પ્રતિષ્ઠાન
પ્રતિષ્ઠાન : પ્રાચીન કાળમાં ભારતમાં પ્રતિષ્ઠાન નામે ત્રણ નગર આવેલાં હતાં : (1) ઉત્તરમાં પ્રયાગ પાસે ગંગા-યમુનાના સંગમ પાસે આવેલ પ્રતિષ્ઠાનપુર આજે ઝૂસી તરીકે ઓળખાય છે. આ સ્થળ અલાહાબાદને સામે કાંઠે ગંગા ઉપર આવેલું છે. બ્રહ્મપુરાણ, હરિવંશ અને કૂર્મપુરાણ તેને ગંગાને કાંઠે હોવાનું કહે છે, જ્યારે લિંગપુરાણ તેને યમુનાને કાંઠે…
વધુ વાંચો >પ્રતિહાર વંશ
પ્રતિહાર વંશ : જુઓ ગુર્જર પ્રતિહારો
વધુ વાંચો >પ્રદ્યોત
પ્રદ્યોત : ઈ.પૂ. છઠ્ઠી સદી દરમિયાન થઈ ગયેલો અવંતીનો રાજવી. પુરાણો, બૌદ્ધ, પાલિ સાહિત્ય, જૈન ગ્રંથો, મેરુતુંગની ‘થેરાવલી’ તથા ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ નાટકમાં તેના ઉલ્લેખો છે. બૃહદ્રથવંશના છેલ્લા સોમવંશી રિપુંજય રાજાને તેના પ્રધાન પુનિક કે પુલિકે મારી નાખીને તેના પુત્ર પ્રદ્યોતને અવન્તીની ગાદી ઉપર બેસાડ્યો. આમ, પ્રદ્યોત આ વંશનો પહેલો રાજા…
વધુ વાંચો >પ્રભાકરવર્ધન
પ્રભાકરવર્ધન (શાસનકાળ : 580–606) : થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના મહારાજા આદિત્યવર્ધનના પુત્ર અને ઉત્તરાધિકારી. પ્રભાકરવર્ધને હૂણ, સિંધુરાજ, ગુર્જર, ગાંધારાધિપ, લાટ અને માલવની રાજસત્તાઓનો પરાભવ કરી, ઉત્તર ભારતના પ્રદેશો પર પોતાની અધિસત્તા સ્થાપી. એના આ વિજયોથી એ ‘પ્રતાપશીલ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે ‘પરમભટ્ટારક’ અને ‘મહારાજાધિરાજ’ જેવાં મહાબિરુદ ધારણ કર્યાં. પ્રભાકરવર્ધનની મહારાણી યશોમતી…
વધુ વાંચો >પ્રવરપુર
પ્રવરપુર : દખ્ખણમાં વાકાટક વંશના રાજાઓનું પાટનગર. વાકાટક વંશની જ્યેષ્ઠ શાખાના રાજા દામોદરસેન ઉર્ફે પ્રવરસેન બીજા(ઈ. સ. 420–450)એ પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી હતી. પાછળથી આ નગરને તેણે પોતાની રાજધાની બનાવી. વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી. દૂર ધામ નદીના કિનારા પર આવેલ પવનાર નામનું ગામ પ્રાચીન પ્રવરપુર હોવાનું ત્યાંથી…
વધુ વાંચો >પ્રવરસેન પ્રથમ
પ્રવરસેન પ્રથમ (જ. ?; અ. ઈ.સ. 330) : ઈ. સ.ની ત્રીજી-ચોથી સદીમાં થયેલ વાકાટક વંશનો શ્રેષ્ઠ રાજવી. વાકાટક વંશના સ્થાપક પ્રથમ રાજા વિન્ધ્યશક્તિ પછી તેનો પુત્ર પ્રવરસેન પહેલો ગાદીએ આવ્યો. તે વિષ્ણુ વૃદ્ય ગોત્રનો બ્રાહ્મણ હતો. એ વાકાટક વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. તેણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. એણે પોતાના…
વધુ વાંચો >પ્રવરસેન બીજો
પ્રવરસેન બીજો : વાકાટક વંશનો રાજવી. આ વંશમાં પ્રવરસેન દ્વિતીય નામના બે રાજા થયા હતા. આ વંશની વત્સગુલ્મ શાખામાં વિન્ધ્યશક્તિ બીજાનો પુત્ર પ્રવરસેન બીજો (ઈ. સ. 400થી 410) રાજા થયો. તેના રાજ્યકાલ વિશે વધુ માહિતી મળતી નથી. અજંતાના લેખમાં જણાવ્યા મુજબ તે ઉત્કૃષ્ટ અને ઉદાર રાજ્યશાસન માટે વિખ્યાત હતો. આ…
વધુ વાંચો >